________________
ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ ચરિત્ર : સૂત્ર ૨૪૫
સમયે પાંચસો શ્રમણીઓની આભ્યત્તર પરિષદ અને પાંચસો શ્રમણોની બાહ્ય પરિષદની સાથે, એક માસના નિર્જળ અનશનના તપપૂર્વક, વેદનીય, આયુ, નામ અને ગોત્ર કર્મો ક્ષીણ થતાં સિદ્ધ થયા. આ રીતે અહીં પરિનિર્વાણ-મહોત્સવનું વર્ણન એવી રીતે કરવું જેવી રીતે જંબુકીપપ્રજ્ઞપ્તિમાં ઋષભ તીર્થકરના પ્રકરણમાં કરવામાં આવ્યું છેયાવતુ-નંદીશ્વર દ્વીપમાં અષ્ટાનિકા મહોત્સવ કરી દેવે પોતપોતાના સ્થાને પાછા ફર્યા,
મલ્લી-જિનચરિત્ર સમાપ્ત
સ્વપ્નદર્શન અને ધનની વૃષ્ટિ વગેરેને લગતા પાઠ સાથે તે જ રીતે અહીં કહેવું.
જન્મ વગેરે ૨૪૪. તે કાલે તે સમયે જે તે વર્ષાઋતુનો પ્રથમ માસ,
બીજો પક્ષ અને શ્રાવણ મહિનાનો શુદ્ધ પક્ષ આપો તે સમયે તે શ્રાવણશુદ્ધ પાંચમના દિવસે નવ માસ બરાબર પૂરા થયા-યાવતુ-મધરાતે ચિત્રા નક્ષત્રનો યોગ થતાં, આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક અરહત અરિષ્ટનેમિને જન્મ આપ્યો. જન્મની હકીકતમાં પિતા તરીકે સમુદ્રવિજય'ના પાઠ સાથે ભાવતુ- કુમારનું નામ “અરિષ્ટનેમિ’ કુમાર થાઓ ઇત્યાદિ બધું સમજવું.
૪. અરિષ્ટનેમિ ચરિત્ર ક૯યાણક– ૨૪૨. તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ પાંચ
ચિત્રાવાળા હતા (એટલે એમના જીવનમાં પાંચ વાર ચિત્રા નક્ષત્ર આવેલું હતું). તે જેમ કે
અરહત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા, ઇત્યાદિ બધું વક્તવ્ય, ચિત્રા નક્ષત્ર પાઠ સાથે પૂર્વ પ્રમાણે સમજવુંભાવ-તેઓ ચિત્રા નક્ષત્રમાં પરિનિર્વાણને પામ્યા.
ગર્ભવતરણ અને સ્વપ્નદર્શનાદિ– ૨૪૩. તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ, જે તે
વર્ષાઋતુનો ચોથો માસ, સામો પક્ષ અને કાર્તિકમહિનાનો કૃષ્ણ પક્ષને સમય આવ્યો ત્યારે તે કાર્તિક વદી દિન બારશના દિવસે બત્રીશ સાગરોપમની આયુષ્યમર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી તરત જ અવીને અહીં જ જંબૂદ્વીપમાં, ભારતવર્ષમાં, સેરિયપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની ભાર્યા શિવાદેવીની કુક્ષિમાં, રાત્રિનો પૂર્વભાગ અને પાછલો ભાગ ભેગાં થતો હતો એ સમયે-મધરાતે-ચિત્રા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ઇત્યાદિ બધું આગળ શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા
પ્રવ્રજ્યા૨૪૫. અરહત અરિષ્ટનેમિ દક્ષ હતાયાવતુ-તેઓ
ત્રણસો વર્ષ સુધી કુમાર અવસ્થામાં ગૃહવાસમાં વસ્યા, ત્યાર પછી વળી જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તેમને કહ્યું, ઇત્યાદિ બધુ જેમ આગળ આવી ગયું તેમ કહેવું-પાવ-અભિનિષ્ક્રમણ પહેલાં એક વર્ષ સુધી દાન દીધું.
જે તે વર્ષાઋતુને પ્રથમ માસ, બીજો પક્ષ એટલે શ્રાવણનો શુદ્ધ પક્ષ આવ્યો અને તે શ્રાવણ સુદી છઠ્ઠના દિવસે ચડતે પહોરે જેમની પાછળ પાછળ દેવ માનવ અને અસુરોની મંડળી ચાલી રહી છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને–ચાવતદ્વારિકાનગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે, નીકળીને જે તરફ રેવતક નામનું ઉદ્યાન છે ત્યાં આવે છે, ત્યાં આવીને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે, ઊભી રખાવીને તેઓ શિબિકામાંથી ઊતરે છે, ઊતરીને પોતાની જ મેળે આભરણ, માળાએ અને અલંકારોને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિ લોચ કરે છે, લોચ કરીને પાણી વગરનો છઠ્ઠભક્ત કરવા સાથે તેમણે ચિત્રા નક્ષત્રનો યોગ આવતાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org