________________
ધર્મ કથાનુયોગ-–મલી-જિન-ચરિત્રઃ સૂત્ર ૨૧૫
૪૭
મિથિલાનગરીના મુખ્ય ઉદ્યાનમાં પોતપોતાની છાવણી બનાવી, છાવણી કરીને રાજધાનીમાં પ્રવેશ્યા, પ્રવેશીને જ્યાં કુંભ રાજા હતો ત્યાં આવ્યા, આવીને દરેકે બે હાથ મસ્તક પાસે જોડીને અંજલિ રચીને પોતપોતાના રાજાનો સંદેશો સંભળાવ્યો.
કુંભ દ્વારા દતોને અસત્કાર– ૨૧૫. ત્યાર બાદ તે દૂતના સંદેશા સાંભળી કુંભ
ગુસ્સે થયે, કોપાયમાન થયો, પ્રચંડ કોપથી ધમધમી ઊઠ્યો અને કપાળમાં ભ્રકુટિ ચડાવી આ પ્રમાણે બોલ્યા
હું તમને કોઈને વિદેહવર રાજકન્યા નહીં આપુ'. આમ કહી તેણે છએ દૂતોનું અપમાન કરી, અસન્માન કરી, પાછળના બારણેથી બહાર કાઢ્યા, ત્યારે તે જિતશત્રુ-પ્રમુખ છએ રાજાઓના દૂતો કુંભરાજા દ્વારા અસત્કારિત, અપમાનિત અને પાછલા દ્વારેથી બહાર કઢાયેલા એવા તરત જયાં જ્યાં પોતાનાં જનપદ હતાં, જ્યાં પોતપોતાનાં નગર હતાં, જ્યાં પોતપોતાના રાજા હતા ત્યાં આવ્યા, આવીને માથા પાસે હાથ જોડી અંજલિ કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા
“હે સ્વામિ! અમે જિતશત્રુ-પ્રમુખ છએ રાજાઓના દૂતો એકસાથે એક સમયે જ
જ્યાં મિથિલાનગરી હતી, ત્યાં ગયા હતાયાત્-પાછલા બારણેથી બહાર કાઢયા. તો હે સ્વામિ! કુંભ રાજા વિદેહવર રાજકન્યા મલ્લી આપતું નથી.’ આમ પોતપોતાના
સ્વામિને નિવેદન કર્યું. જિતશત્રુ આદિનું કુંભ સાથે યુદ્ધ ત્યાર બાદ તે જિતશત્રુ આદિ છએ રાજાઓ તે દૂતો પાસેથી આવી હકીકત સાંભળીને, જાણીને કોપાયમાન થયા, ગુસ્સે થયા, ક્રોધથી લાલપીળા થઈને અન્યોન્ય દૂત મોકલ્યા, મોકલીને આ પ્રમાણે કહેવરાવ્યું–
હે દેવાનુપ્રિયે ! આપણા છએ રાજાઓના દૂતો એકસાથે જ્યાં મિથિલાનગરી હતી ત્યાં
ગયા હતા–પાવત–પાછલા બારણેથી કાઢવામાં આવ્યા. તો હે દેવાનુપ્રિય! આપણે હવે કુંભ સાથે યુદ્ધ કરવું જોઈએ.’ આમ કરી એકબીજાના વિચાર જાણીને સ્વીકાર્યા, સ્વીકારીને સ્નાન કર્યું, સ્નાન કરીને કાચબદ્ધ થઈ ઉત્તમ હાથીના કંધ પર બેઠા, કરંટપુપોની માળાવાળાં છત્ર ધારણ કર્યા, શ્વેત ચામરોથી જેમને પવન નાખવામાં આવતો હતો એવા તે બધા હાથી, ઘોડા, રથો અને યોદ્ધાએથી યુક્ત મહાન ચતુરંગિણી સેનાએથી ઘેરાઈને સર્વ સમૃદ્ધિપૂર્વક-યાવતુ-દુંદુભિના નાદ સાથે પોતપોતાના નગરોમાંથી નીકળ્યા, નીકળીને એકત્ર થયા, અને જ્યાં મિથિલાનગરી હતી ત્યાં જવા ચાલી નીકળ્યા.
ત્યાર પછી કંભરાજાએ આ સમાચાર જાણ્યા એટલે તરત જ પોતાના સેનાપતિને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય! તરત જ ઘેડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ધાઓ યુક્ત ચતુરંગિણી સેના સજજ કરો, સજજ કરીને મને આજ્ઞાપાલનની જાણ કરો.' તેણે પણ તે પ્રમાણે કર્યું–થાવત્ -આજ્ઞાપાલનની જાણ કરી. ત્યાર પછી તે કુંભ રાજા સ્નાન કરી, સજજ થઇ ઉત્તમ હાથી પર બેઠો. કરંટપુષ્પની માળાવાળું છત્ર તેને ધરવામાં આવ્યું, ઉત્તમ શ્વેત ચામરોથી પવન ઢોળવામાં આવ્યો, ઘોડા, હાથી, રથો અને ઉત્તમ યોદ્ધાથી યુક્ત ચતુરંગિણી એનાથી ઘેરાઈને, સર્વ ત્રાદ્ધિપૂર્વક–પાવતુ-દુંદુભિનાદ સાથે તે મિથિલાની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યું, નીકળીને વિદેહ જનપદની મધ્યમાં થઈ જ્યાં દેશની સીમા હતી ત્યાં આવ્યા, આવીને છાવણી નાખી, છાવણી નાખીને જિતશત્રુ વગેરે છએ રાજાઓની પ્રતીક્ષા કર, યુદ્ધ
માટે સજજ થઈને રહેવા લાગ્યો. ૨૧૭. ત્યાર પછી તે જિતશનું આદિ છએ રાજાઓ
જ્યાં કુંભ રાજા હતો ત્યાં આવ્યા, આવીને કુંભ રાજા સાથે યુદ્ધ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org