________________
ધર્મ કથાનુયોગ—મલ્લી—જિન-ચરિત્ર : સૂત્ર ૨૨૯
પ્રમુખ છએ રાજાઓને લઈને જ્યાં કુંભ રાજા હતા ત્યાં આવ્યા, આવીને કુંભને પગે પાડયા.
ત્યારે કુંભે તે જિતશત્રુ આદિના વિપુલ અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ ભાજનથી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધમાલાએ અને અલ કારોથી સત્કાર કર્યા, સન્માન કર્યું, સત્કારસન્માન કરી વિદાય આપી.
ત્યાર બાદ કુંભરાજાએ વિદાય કરેલા તે જિતશત્રુ આદિ છએ રાજાએ જ્યાં પાતપેાતાના રાજ્ય હતાં, જ્યાં પાતપાતાનાં નગર હતાં, ત્યાં આવ્યા, ત્યાં આવીને પોતપાનાના રાજ્યનું શાસન કરતા રહેવા લાગ્યા. મલ્ટીના નિષ્ક્રમણ–મહેાત્સવ–
૨૨૯. ત્યાર પછી એક વર્ષ પછી, હુ નિષ્ક્રમણ કરીશપ્રવ્રજ્યા લઈશ-એમ અત્ મલ્લીએ મનમાં નિશ્ચય કર્યાં.
તે કાળે તે સમયે શક્રનું આસન ચલાયમાન થયું. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે પેાતાના આસનને ચલાયમાન થતું જોયું, જોઈને અવધિજ્ઞાનના પ્રયોગ કર્યા, પ્રયાગ કરીને અવધિજ્ઞાન દ્વારા અહંતુ મલ્લીને જોયા,જોઈને તેના મનમાં આવા પ્રકારના પ્રશસ્ત સંકલ્પ, વિચાર, મનાભાવ પેદા થયા
જબૂદ્રીપ નામક દ્વીપમાં, ભારત વર્ષમાં, મિથિલાનગરીમાં, કુંભરાજાની પુત્રી, પ્રભાવતી રાણીની આત્મજા મલ્લી અન્ત આ પ્રકારે મનમાં વિચાર કરે છે કે હું પ્રવ્રજ્યા લઈશ. તા અતીત, વર્તમાન અને ભાવિ શક્રો દેવરાજા દેવેન્દ્રોના એ પરંપરાગત આચાર છે કે દીક્ષા માટે સમુદ્યત અહંત ભગવંતાના ઘેર એટલી અસ`પત્તિ માકલવી, જેમ કે [સ'ગ્રહણી ગાથાના અર્થ− અન્તાને ઈંદ્રો ત્રણ સા અઠયાસી કરોડ એંશી લાખ સુવર્ણમુદ્રા પ્રદાન કરે છે.
એમ વિચાર કર્યાં, વિચાર કરી વૈશ્રમણ (કુબેર)ને બાલાવ્યો, બાલાવીને આ પ્રમાણે કહ્યું :
Jain Education International
૫૧
‘હે દેવાનુપ્રિય ! જંબુદ્રીપ નામે દ્રીપમાં, ભારતવર્ષમાં, મિથિલાનગરીમાં, કુ...ભરાજાની પુત્રી, પ્રભાવતી રાણીની આત્મજા, મલ્લી અંતે ‘હું દીક્ષા લઈશ' એવા મનમાં નિશ્ચય કર્યા છેખાવત્—ઇંદ્રો અ`તાને આપે છે. તે હે દેવાનુપ્રિય ! તું જા અને જંબુદ્રીપમાં, ભારતવમાં, મિથિલા રાજધાનીમાં કુંભરાજાના ભવનમાં આ પ્રમાણની અર્થસંપત્તિ પહોંચાડ, પહોંચાડીને તરત જ મારી આજ્ઞા પાળ્યાની મને જાણ કર.’
ત્યાર બાદ તે વૈશ્રમણદેવે દેવરાજ દેવેન્દ્ર શક્રની આ વાત સાંભળી હૃષ્ટ-તુષ્ટ થઈ, બન્ને હાથ જોડી દશે આંગળીએ મસ્તક પાસે અંજલિ રૂપે ગાઠવી ‘દેવ ! એ પ્રમાણે કરુ` છુ’ એમ કહી વિનયપૂર્વક આશા સ્વીકારી, સ્વીકારીને ભક દેવાને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું—
‘હે દેવાનુપ્રિયા ! તમે જબુદ્રીપમાં, ભારતવમાં, મિથિલા રાજધાનીમાં, કુંભ રાજાના ભવનમાં ત્રણસા અઠયાસી કરોડ એ ંશી લાખ પ્રમાણ સુવર્ણ મુદ્રા જેટલુ ધન પહોંચાડો, પહોંચાડીને મારી આજ્ઞા પાળ્યાની જાણ કરો.’ ૨૩૦. ત્યાર બાદ તે શુંભક દેવા વૈશ્રામણદેવની આવી
આસા સાંભળતાં વેંત–માવત્–સ્વીકારીને ઉત્તરપૂર્વ દિશામાં ગયા, જઈને વૈક્રિય સમુદ્ઘાત કર્યા, સમુદ્ધાત કરીને સ`ખ્યાત યોજન પ્રમાણના દંડ બહાર કાઢો—યાવતુ–ઉત્તર વૈક્રિયરૂપાની વિકુણા કરી, વિણા કરીને પછી તે ઉત્કૃષ્ટ—પાવ-દેવગતિથી ચાલતા ચાલતા જ્યાં જંબુદ્રીપ હતા, જ્યાં ભારતવર્ષ હતા, જ્યાં મિથિલા રાજધાની હતી, જ્યાં કુંભક રાજાનું ભવન હતુ, ત્યાં આવ્યા, આવીને કુંભક રાજાના ભવનમાં ત્રણસેા કરોડ–યાવર્તુપહોંચાડયા, પહોંચાડીને જ્યાં વૈશ્રમણ દેવ હતા, ત્યાં આવ્યા, આવીને બે હાથ જોડી મસ્તક પાસે અંજલિ રચીને આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી.
For Private Personal Use Only
www.jainelibrary.org