________________
ધર્મકથાનુયોગ–મલ્લી-જિન-ચરિત્રઃ સૂત્ર ર૦૭
ત્યારે તે ચિત્રકારે અદીનશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું –
“હે સ્વામિ! કોઈ એક વખતે મલ્લદિન્નકુમારે ચિત્રકારમંડળને બોલાવું, બોલાવીને
આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે મારી ચિત્રકારસભામાં હાવ, ભાવ, વિલાસ અને શૃંગારયુક્ત ચિત્રો દોરો.’ તે સઘળું' પૂર્વવત્ કથન-યાવતુ-“મારો સંડાસક કપાવ્યો, કપાવીને દેશનિકાલની આજ્ઞા કરી. એ રીતે હે સ્વામિ ! મલદિનકુમારે મને દેશનિકાલની આજ્ઞા કરેલી.”
અદીનશત્રુ દ્વારા મલ્લીના ચિત્રનું દશન૨૦૨. ત્યાર બાદ અદીનશ રાજાએ ચિત્રકારને
આ પ્રમાણે કહ્યું
“હે દેવાનુપ્રિય! તેં વિદેહવર રાજકન્યા મલ્લીનું એવું કેવું આબેહૂબ ચિત્ર બનાવ્યું
હતું?”
છે ત્યારે ચિત્રકારે પોતાની બગલમાંથી ચિત્રફલક કાઢયું, કાઢીને અદીનશત્રુ સામે ધર્યું, ધરીને આ પ્રમાણે કહ્યું –
“હે સ્વામિ! મેં તે વિદેહવર રાજકન્યા મલ્લીના ચિત્રમાં તેની આકૃતિ, ભાવનું કિંચિત્માત્ર ચિત્રણ કર્યું છે. વિદેહવર રાજકન્યા મલીના પૂરા રૂપનું ચિત્રણ તો કોઈ દેવ, યા દાનવ, યા યક્ષ અથવા રાક્ષસ અથવા કિન્નર અથવા કિં પુરુષ અથવા મહાનાગ અથવા ગંધર્વ પણ કરવા સમર્થ નથી.”
અદીનશત્રુના દૂતનું મિથિલાગમન– ૨૩. ત્યાર બાદ તે ચિત્રથી ઉત્પન્ન થયેલા આશ્ચર્ય
અભાવને કારણે અદીનશત્રુ રાજાએ દૂતને બલા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય! તું જાયો-વિદેહવર રાજકન્યા મલ્લીનું મારી ભાર્યા તરીકે માગું' કર અને એના બદલામાં આખું રાજય પણ
આપવું પડે તો તે સ્વીકાર્યું છે.' ૨૦૪. ત્યાર બાદ અદીનશત્રુએ આ પ્રમાણે કહેતા
વેંત હૃષ્ટ-તુષ્ટ થયેલ દૂત-પાવતુ જ્યાં મિથિલા નગરી હતી ત્યાં જવા નીકળ્યા.
જિતશત્રુ રાજા૨૦૫. એ કાળે એ સમયે પંચાલ જનપદ હતું.
તેનું કપિલપુર નગર હતું. ત્યાં પંચાલાધિ. પતિ જિતશત્રુ નામે રાજા હતા. તે જિતશત્રુના અંત:પુરમાં ધારિણી આદિ એક હજાર રાણીઓ હતી.
ચેખા પરિવાજિકા– ૨૦૬. તે મિથિલાનગરીમાં ત્રાગ્યેદ, યજુર્વેદ, સામ
વેદ, અથર્વવેદ, ઇતિહાસ, નિઘંટુ આદિ વેદ-વેદાંગનાં રહસ્યની જાણનારી-યાવતુબ્રાહ્મણધર્મના શાસ્ત્રગ્રંથોની પારગામી એવી ચકખા નામે પરિવ્રાજિકા રહેતી હતી. તે ચોકખા પરિવ્રાજિકા મિથિલાનગરીમાં અનેક રાજેશ્વર-પાવતુ–સાર્થવાહ વગેરેને દાનધર્મ, શૌચધર્મ તથા તીર્થાભિષેકની સમજણ આપતી, પ્રરૂપણા કરતી, ઉપદેશ કરતી હતી.
કોઈ એક વખત તે ચોકખા પરિવાજિક ત્રિદંડ અને કમંડલુ-પાવતુ–ગેરુઆ વસ્ત્રો લઈને પરિવ્રાજિકાઓ સાથે નીકળી, નીકળીને કેટલીક પરિવ્રાજિકાઓ સાથે મિથિલાનગરીની વચ્ચે થઈને જ્યાં કુંભરાજાનો મહેલ હતો,
જ્યાં કન્યાઅંત:પુર હતું, જ્યાં વિદેહવર રાજકન્યા મલ્લી હતી, ત્યાં આવી, ત્યાં આવીને
ભૂમિનું જળથી સિંચન કર્યું, દર્ભાસન બિછાવ્યું અને તે પર બેઠી, બેસીને વિદેહવર રાજકન્યા મલીને દાનધર્મ, શૌચધર્મ તથા તીર્થઅભિષેક વિશે સમજાવવા લાગી, ઉપદેશ કરવા લાગી, પ્રરૂપણા કરવા લાગી.
મલી દ્વારા ચકખાના મતનું નિરસન– ૨૦૭. ત્યાર બાદ વિદેહવર રાજકન્યા મલીએ
ચોકખા પરિવ્રાજિકાને આ પ્રમાણે કહ્યું
“હે ચોકખા! તમારાં શાસ્ત્રોમાં મૂળ ધર્મ કયો દર્શાવ્યો છે?” ત્યારે તે ચોકખા પરિબ્રાજિકાએ વિદેહવર રાજકન્યા મલ્લીને આ પ્રમાણે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org