________________
ધર્મકથાનુયોગ–મલ્લી-જિન-ચરિત્રઃ સૂત્ર ૨૦૦
જોઈને તેને આવો વિચાર આવ્યો-વાવમનમાં ઉત્પન્ન થયો કે, “આ તો વિદેહવર રાજકન્યા મલ્લી છે.' આમ વિચારી ને શરમાયો, લજિજત બન્યા, દુ:ખી થયો અને ધીરે ધીરે ત્યાંથી ચાલી નીકળ્યો.
ત્યારે મલ્લદિન્નકુમારને ધીરે ધીરે પાછો જતો જોઈને ધાવમાતા આ પ્રમાણે બલીહે પુત્ર! કેમ તું શરમાય, લજજત બન્યો અને દુ:ખી થઈ ધીરે ધીરે પાછો વળ્યો?
ત્યારે તે મલ્લદિન્તકુમારે ધાવમાતાને આ પ્રમાણે કહ્યું
“હે માતા ! જ્યાં મારી ગુરુ અને દેવતા સમાન જયેષ્ઠ ભગિની લજિજત બને તેવી ચિત્રસભામાં પ્રવેશ કરવો મારા માટે યોગ્ય છે?”
ત્યારે ધાવમાતાએ મલ્લદિનકુમારને આ પ્રમાણે કહ્યું
હે પુત્ર! આ ખરેખર વિદેહવર રાજકન્યા મલ્લી નથી. આ તો ચિત્રકાર દ્વારા દોરાયેલ વિદેહવર રાજકન્યા મલ્લીનું આબેહૂબ ચિત્ર છે.”
ચિત્રકારના દેશનિકાલ– ૨૦૦. ત્યારે ધાવમાતાની આવી વાત સંભળીને
અને જાણીને મલદિનકુમાર ગુસ્સે થઈને બોલ્યો
કોણ એ ન માગવા જેવું માગી લેનાર (મૃત્યુની ઇચ્છા કરનાર), લક્ષણહીન, પુણ્યહીન, ચઉદશે જન્મેલ, શ્રી, હી, ધૃતિ, અને કીર્તિવિહીન ચિત્રકાર છે કે જેણે મારી દેવ-ગુરુસમાન જયેષ્ટ ભગિનીને માટે લજજાસ્પદ એવું આબેહૂબ ચિત્ર મારી ચિત્રસભામાં દોર્યું છે?” એમ કહી તે ચિત્રકારના વધની તેણે આજ્ઞા કરી.
ત્યાર પછી આ વૃત્તાંત જાણતાં વેંત ચિત્રકારમંડળ જ્યાં મલ્લદિન્નકુમાર હતું ત્યાં આવ્યું, આવીને બે હાથ મસ્તક પાસે લઈ જઈ અંજલિ કરીને જય-વિજય શબ્દોથી તેને વધાવ્યો, વધાવીને આ પ્રમાણે કહ્યું
- “હે સ્વામિ! તે ચિત્રકારને આવા પ્રકારની ચિત્રકારલબ્ધિ મળી છે, પ્રાપ્ત થઈ છે, સારી રીતે સિદ્ધ થઈ છે કે, “જે કોઈ પણ દ્વિપદ, ચતુષ્પદ કે અપદનો એક ભાગ પણ તે જોઈ લે તો તે એક ભાગના આધારે તે આબેહૂબ આકૃતિ દોરી શકે છે. તેથી તે સ્વામિ! તમે તે ચિત્રકારને વધની આજ્ઞા ન કરો પણ તે ચિત્રકારનો બીજો કોઈ તેવી રીતને દંડ કરો.'
ત્યારે તે માલદિનકુમારે તે ચિત્રકારને સંડાસક (જમણા હાથનો અંગૂઠો અને તર્જની આંગળીથી બનતે સાણસી જેવો ભાગ) કાપી નખાવ્યો, કાપી નખાવીને તેને દેશનિકાલ કરવાની આજ્ઞા કરી.
ચિત્રકારનું હસ્તિનાપુરમાં આગમન ૨૦૧. ત્યાર પછી મલ્લદિન્નકુમાર દ્વારા દેશનિકાલની
આજ્ઞા થતાં તે ચિત્રકાર તરત પોતાની ઘરવખરી લઈ મિથિલાનગરી છોડી નીકળો, નીકળીને વિદેહ જનપદની વચ્ચે થઈને જ્યાં કુરુ જનપદ હતું, જ્યાં હસ્તિનાપુર નગર હતું ત્યાં આવ્યો, આવીને ઘરવખરી ઉતારી, ઉતારીને ચિત્રફલક તૈયાર કર્યું, કરીને પગના અંગૂઠા અનુસાર વિદેહવર રાજકન્યા મલ્લીનું ચિત્ર બનાવ્યું, બનાવી બગલમાં દબાવ્યું, દબાવીને મહામૂલ્યવાવ–-ભેટ લીધી, ભેટ લઈને હસ્તિનાપુર નગરની વચ્ચે વચ્ચે થઈને જ્યાં અદીનશત્ર રાજા હતો ત્યાં આવ્યો, આવીને બે હાથ મરતક પાસે લઈ જઈ અંજલિ કરીને જયવિજય શબ્દોથી રાજાને વધાવ્યો, વધાવીને ભેટ ધરી, ભેટ ધરીને આ પ્રમાણે કહ્યું- “હે સ્વામિ ! કુંભરાજાના પુત્ર, પ્રભાવતીદેવીના આત્મજ મલ્લદિનકુમારે દેશનિકાલ કરેલ હું તરત અહીં આવ્યો છે. તો હેસ્વામિ ! આપના બાહુની છાયામાં નિર્ભયપણે, ઉદ્વેગરહિતપણે સુખપૂર્વક હું રહેવા ઇચ્છું છું.'
ત્યારે તે અદીનશત્રુ રાજાએ ચિત્રકારને આ પ્રમાણે કહ્યું--
“હે દેવાનુપ્રિય! મલદિન્નકુમારે તને શા કારણે દેશનિકાલ કર્યો ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org