________________
ધર્મકથાનુગ–મલ્લી–જિન-ચરિત્ર ઃ સૂત્ર ૧૮૦
૩૯
ગાડાં જોડયાં, જોડીને જયાં ચંપાનગરી હતી ત્યાં આવ્યા, આવીને ચંપાનગરીની બહાર મુખ્ય ઉદ્યાનમાં ગાડી.ગાડો છેડ્યાં, છોડીને મહાથ, મૂલ્યવાન, મેંઘી, રાજાને યોગ્ય એવી ભેટો તથા દિવ્ય કુંડલ-યુગલ લીધાં, લઈને જ્યાં અંગરાજ ચંદ્રચ્છાય હતો ત્યાં આવ્યા, આવીને તે મેધી, મૂલ્યવાન, રાજયોગ્ય, વિપુલ
ભેટો તથા દિવ્ય કુંડલ-યુગલ રાજાને ધર્યા. ૧૮૦. ત્યારે અંગરાજ ચંદ્રચ્છાએ તે બહુમૂલ્ય ભેટો
તથા દિવ્ય કુંડલ-યુગલનો સ્વીકાર કર્યો, સ્વીકારીને તેણે અહંન્નક-પ્રમુખ ને બધાને આ પ્રમાણે કહ્યું—
હે દેવાનુપ્રિયે! તમે અનેક ગામ, આકરપાવતુ સંનિવેશોમાં ફરો છો, અને વારંવાર વહાણો દ્વારા સમુદ્ર ખેડા છો તો તમે કયાંય કંઈ આશ્ચર્ય જોયું છે ખરું?”
મલીના રૂપની પ્રશંસા૧૮૧. ત્યારે તે અહંન્નક-પ્રમુખ વણિકોએ અંગરાજ ચંદ્રચ્છાયને આ પ્રમાણે કહ્યું
હે સ્વામિ ! અહીં ચંપાનગરીમાં જ અમે અહંન્નક આદિ અનેક વહાણવટી વ્યાપારીઓ વસીએ છીએ. એક વખત અમે ગણિમ, ધરિમ, મેય, પરિચ્છેદ્ય આદિ [પૂર્વવ નહીં વધુ, નહીં છું એમ-પાવતુ-કુંભ રાજાની પાસે ગયા હતા. ત્યારે તે કુંભરાજાએ વિદેહવર રાજકન્યાને તે દિવ્ય કુંડલ-યુગલ પહેરાવ્યું, પહેરાવીને પાછી મોકલી. તો હે સ્વામિ ! કુંભરાજાના ભવનમાં અમે આશ્ચર્યરૂપ વિદેહવરરાજકન્યા મલ્લીને જોઈ. એના જેવી બીજી કાંઈ દેવકન્યા, અસુરકન્યા, નાગકન્યા, યક્ષકન્યા, ગાંધર્વકન્યા કે રાજકન્યા નથી કે જેવી વિદેહવર રાજકન્યાને અમે જોઈ.
ત્યાર બાદ ચંદ્રચ્છાએ અહંન્નક-આદિને સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરી, કરની મુક્તિ આપી, કરમુક્તિ આપીને વિદાય આપી.
ચંદ્રછાય રાજાના દૂતનુ મિથિલાગમન૧૮૨. ત્યાર બાદ વણિકોની વાતથી હર્ષ પામેલ
ચંદ્રચ્છાએ દૂતને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિય! તું જાયાવત્-વિદેહવર. રાજકન્યા મલ્લીની મારા માટે માગણી મૂક, ભલે બદલામાં આખું રાજ્ય આપવું પડે.”
ત્યારે તે દૂન ચંદ્રચ્છાયની આશા સાંભળી હૃષ્ટ-તુષ્ટ થઈને-પાવનૂ-જવા માટે નીકળ્યો.
રુકિમ રાજા– ૧૮૩. તે કાળે તે સમયે કુણાલ નામે જનપદ હતું.
તેમાં શ્રાવસ્તી નામે નગરી હતી. તે નગરીમાં કુણાલાધિપતિ રુકિમ નામે રાજા હતો. તે રુકિમને ધારિણી રાણીથી થયેલી સુબાહુ નામે પુત્રી હતી. તેના હાથ–પગ આદિ સર્વાગ સુકોમળ હતાં અને તે ઉત્કૃષ્ટ લાવણ્યવતી અને શ્રેષ્ઠ શરીરવાળી હતી.
સુબાહુની સ્નાનકીડા૧૮૪. ને સુબાહુ બાલિકાને એક વખત ચાતુર્માસિક
સ્નાન(જળક્રીડા)–મહોત્સવ હતો. ત્યારે તે કુણાલાધિપતિ રુકિમએ સુબાહું બાલાને
સ્નાનમહોત્સવ આવ્યાનું જાણ્યું, જાણીને કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયે! કાલે સુબાહુબાલાને ચાતુર્માસિક સ્નાનમહોત્સવ ઊજવવાનો છે, તેથી તમે કાલે રાજમાર્ગના મુખ્ય ચોકમાં જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલાં પંચરંગી પુષ્પ લાવે-વાવ-એક મહા સુગંધિત શ્રીદામચંડ લટકાવો.” તેઓએ તે પ્રમાણે શ્રીદામચંડ લટકાવ્યો.
ત્યાર પછી તે કુણાલાધિપતિ રુકિમએ સુવર્ણકારોના મહાજનને બોલાવ્યું, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે તરત જ રાજમાર્ગના ચેકમાંના પુષ્પમંડપમાં અનેક પ્રકારના પંચરંગી અક્ષત દ્વારા નગરનું આલેખન કરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org