________________
४०
wwwwwm
અને તેની બરાબર વચ્ચે પાટ બનાવેા, બનાવીને આદેશ પૂરો કર્યાની મને જાણ કરો.’
તેઓએ પણ તે પ્રમાણે કરી જાણ કરી. ૧૮૫, ત્યાર બાદ તે કુણાલાધિપતિ રુકિમ શ્રેષ્ઠ હાથીની
ખાંધે ચડીને, ચતુરગિણી સેનાના મહારથીએ અને રથાના સમૂહથી ઘેરાઈને તથા અંત:પુર અને પરિજનાની સાથે, સુબાહુબાલાને આગળ રાખીને, જ્યાં રાજમાગ હતા, જ્યાં પુષ્પમંડપ હતા ત્યાં આવ્યો, આવીને હાથી પરથી નીચે ઊતર્યો, ઊતરીને પુષ્પમંડપમાં પ્રવેશ્યા, પ્રવેશીને પૂર્વ દિશામાં મુખ રાખીને ઉત્તમ સિંહાસન પર બેઠા.
ત્યાર પછી અંત:પુરની સ્ત્રીઓએ સુબાહુબાલાને પાટ પર બેસાડી, બેસાડીને શ્વેત (ચાંદીના) અને પીળા(સાનાના) કળશા દ્વારા સ્નાન કરાવ્યુ, સ્નાન કરાવીને સર્વ પ્રકારના અલંકારોથી શણગારી, શણગારીને પિતાના પાદવ`દન માટે લાવી. ત્યારે તે સુબાહુબાલા જ્યાં રુકિમ રાજા હતા ત્યાં આવી, આવીને પાદવંદન કર્યું.
મલ્લીના સ્નાનમહાત્સવની પ્રશ સા— ૧૮૬. ત્યાર બાદ તે રુકિમ રાજાએ સુબાહુ બાલાને પેાતાના ખેાળામાં બેસાડી, બેસાડીને સુબાહુબાલાનાં રૂપ, યૌવન અને લાવણ્યથી વિસ્મિત થઈ વર્ષ ધર(અંત:પુર–રક્ષક)ને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું–
‘હે દેવાનુપ્રિય ! તું મારા સંદેશવાહક તરીકે અનેક ગામા, કસ્બાઓ અને નગરામાવત્— સન્નિવેશામાં બ્રૂમે છે અને ઘણા રાજરાજેશ્વરોમાવત્–સા વાહ વગેરેનાં ગૃહોમાં પ્રવેશે છે, । તે કયાંય કોઈ રાજા કે રઈસને ત્યાં આવા સ્નાનમહોત્સવ પહેલાં જોયા છે, જેવા આ સુબાહુબાલાના મહોત્સવ છે તેવા ?’
ત્યારે તે વધરે બે હાથ જોડી, માથુ’ નમાવી રુકિમ રાજાને આ પ્રમાણે કહ્યું : હે સ્વામી ! હુ‘ એક વખત આપના દૂત તરીકે મિથિલા ગયા હતા. ત્યાં મેં કુંભરાજાની પુત્રી, પ્રભાવતી
Jain Education International
ધ કથાનુયોગ-મલી—જિન-ચરિત્ર : સૂત્ર ૧૮૯
~ wwwwwwwm
www
રાણીની કન્યા વિદેહવર રાજકન્યા મલ્લિના સ્નાનમહાત્સવ જોયા હતા. તે સ્નાનમહોત્સવ
પાસે સુબાહુબાલાના આ સ્નાનમહોત્સવ લાખમા ભાગની કિંમતના પણ નથી.’ રુક્મિ રાજાના દૂતનુ` મિથિલાગમન—
૧૮૭. ત્યાર બાદ વર્ષ ધરની આવી વાત સાંભળી અને જાણીને તથા સ્નાનમહોત્સવના વૃત્તાંતથી આશ્ચય પામી રુકિમ રાજાએ દૂતને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું—
‘હે દેવાનુપ્રિય ! તું જા-યાવત્ વિદેહવર રાજકન્યાનું મારા માટે માગું મૂક, બદલામાં મારુ' રાજ્ય આપવુ' પડે તેા પણ વાંધા નહી.'
ત્યારે રુકિમએ આમ કહ્યું એટલે હર્ષ-સંતેષપૂર્વ કયાવન્-જ્યાં મિથિલા નગરીહતી ત્યાં જવા તે નીકળ્યો.
શખ રાજા
૧૮૮. તે કાળે તે સમયે કાશી નામે જનપદ હતું. ત્યાં વારાણસી નામે નગરી હતી, ત્યાં કાશીરાજ શંખ નામે રાજા હતા.
મલ્લીના કુંડલયુગલના સાંધા તૂટી જવા— ૧૮૯. ત્યારે કોઈ એક વાર તે વિદેહવર રાજકન્યા મલ્લીનાં તે દિવ્ય કુંડલયુગલના સાંધા તૂટી ગયા. એટલે કુ‘ભરાજાએ સુવર્ણકારોના મહાજનને બાલાવીને આ પ્રમાણે કહ્યું
‘હે દેવાનુપ્રિયા ! આ દિવ્ય કુંડલયુગલને
સાંધી દે.’
ત્યારે તે સુવર્ણકારોના મહાજને ‘જેવી આશા' એમ કહી તે વાત સ્વીકારી, સ્વીકારીને તે કુંડલયુગલ લીધું, લઈને જ્યાં સુવર્ણકારોનાં સ્થાન હતાં ત્યાં આવ્યા, ત્યાં આવી સ્થાન પર બેઠા, બેસીને અનેક સાધના દ્વારા, ઉપાયા દ્વારા અને ઔત્પાતિકી, વૈયિકી, કમજા અને પરિણામિકા એ ચારે બુદ્ધિથી દિવ્યકુડલને સાંધવાના પ્રયત્ન કર્યા, પરંતુ માગ્ય રીતે સાંધી શકયા નહી.
ત્યારે તે સુવર્ણકારોનુ મહાજન જ્યાં
For Private Personal Use Only
www.jainelibrary.org