________________
ધર્મકથાનુગ-ઋષભ ચરિત્ર સૂત્ર ૨૫
ભગવંતનો જન્મ–મહોત્સવ ઊજવીશું. તો તમે ભય ન ધરશો.”
એમ કહી તેઓ ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન કોણ)માં ગઈ. ત્યાં જઈને તેઓએ વૈક્રિય સમુદ્ધાત કર્યો, સમુદ્રઘાત કરીને સંખ્યાનુ યોજન લાંબો દંડ કાઢયો. તે રત્નમય દંડ-યાવતુસંવર્તક વાયુની વિદુર્વણા કરી. તે કલ્યાણકારી, મૂદુ, અનુદ્ધત, ભૂમિળને સ્વચ્છ કરનાર, મનોહર, બધી ત્ર તુનાં ફૂલોની સુગંધથી ભરેલો, ઘનીભૂત સુગંધથી સર્વત્ર સુવાસ ફેલાવનાર અને ત્રાંસો વહેતો વાયુ તીર્થકર ભગવંતના જન્મ-ભવનની ચોપાસ પોજનપર્યત સીમામાં વહેવા લાગ્યો.
જેવી રીતે એક ચાકર-બાળક હોય—વાવએવી રીતે તે વાયુએ ત્યાં જે તણખલાં અથવા પાંદડાં અથવા લાકડાં અથવા કચરો અથવા ગંદકી–અપવિત્ર ગંધી પદાર્થો હતા તે બધા ઉડાડી ઉડાડીને એકાંત સ્થાનમાં ફેંકી દીધા. તે પ્રમાણે કરીને તે દિશાકુમારીઓ
જ્યાં તીર્થકર ભગવંત અને તીર્થંકર-માતા હતાં ત્યાં આવી, ત્યાં આવીને તીર્થંકર ભગવંત અને તીર્થંકર-માનાથી અતિ દૂર નહી તેમ જ અતિ નજીક નહીં તેવી રીતે રહી ગીતો ગાવા લાગી. ઊર્વલકવાસી દિશાકુમારીઓએ કરે જન્મમહેસવ– તે કાળે તે સમયે ઊર્વલોકમાં વાસ કરનારી આઠ મુખ્ય દિશાકુમારીઓ પોતપોતાના કૂટ પર, પોતપોતાનાં ભવનોમાં, પોતપોતાના શ્રેષ્ઠ પ્રાસાદોમાં, પોતપોતાના દરેકના ચાર હજાર સામાનિક દેવ સાથે-ઇત્યાદિ પૂર્વે કરાયેલ વર્ણન મુજબ જ-રહે છે. તે આ પ્રમાણે(ગાથાર્થ)-૧. મેઘંકરા, ૨ મેઘવતી, ૩. સુમેધા, ૪. મેઘમાલિની, પ. સુવત્સા, ૬. વન્સમિત્રા,
૭. વારિણા, ૮. બલાહકા. ૨૭. તે સમયે તે ઊદ્ગલકવાસી આઠ મુખ્ય દિશા
કુમારીઓના દરેકનાં આસન કંપાયમાન થયાં
તે પૂર્વ—વર્ણન પ્રમાણે જ કહેવું-યાવ–“હે દેવાનુપ્રિયે! અમે ઊર્વલકવાસી આઠ મુખ્ય દિશાકુમારીએ છીએ. અમે તીર્થકર ભગવંત નો જન્મમહોત્સવ ઊજવીશું, તો તમે ભય ન પામશો.’ એમ કહી તેઓ ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન કોણ)માં ગઈ. ત્યાં જઈનૈયાવતુ–તેઓ
એ આકાશી વાદળોની વિકુર્વણા કરી, વિદુર્વાણા કરીને-પાવતુ-ધૂળની રજને હટાવી દીધી, દૂર કરી દીધી, ખસેડી દીધી, શાંત કરી દીધી, ઉપશાંત કરી દીધી. એમ કરીને તેમણે રજને શીધ્ર શાંત કરી દીધી.
એ રીતે પુષ્પવર્ષા કરનાર વાદળો દ્વારા પુષ્પવર્ષા કરી. પુષ્પવર્ષા કરીને–ચાવતુ- ઉત્તમ કૃણાગરુથી સુવાસિત કરીને-ચાવતુ-ઉત્તમ દેવના આગમનને માટે અનુકૂળ બનાવે છે. એ પ્રમાણે કરીને પછી જ્યાં તીર્થકર ભગવંત અને તીર્થકર.માતા છે ત્યાં આવે છે. ત્યાં આવીને-યાવતુ-મધુર અવાજે ગાતી ગાતી ઊભી રહી.
ચકવાસી દિશાકુમારીએ કરેલ જન્મ
મહોત્સવ૨૮. તે કાળે તે સમયે પૂર્વમાં આવેલ સુચક પર્વત
પર રહેનારી આઠ મુખ્ય દિશાકુમારી પોતપોતાના કુટો પર પૂર્વવર્ણન પ્રમાણે -વાવ-રહે છે. તે આ પ્રમાણે (ગાથાર્થ)-૧. નંદોત્તરા, ૨. નંદા, ૩. આનંદા, ૪. નંદિવર્ધન, ૫. વિજયા, ૬. વૈજયંતી, ૭. જયંતી, ૮.અપરાજિતા. શેષ પર્વ પ્રમાણે-ચાવતુ- તમે ભય ન પામશો' એમ કહી તીર્થકર ભગવંત અને તીર્થકર માતાની સામે, હાથમાં દર્પણ ધરીને, મધુર અવાજે
મંગળ ગીતો ગાતી ગાની ઊભી રહી. ૨૯. તે કાળે તે સમયે દક્ષિણ ગુચકવાસી આઠ મુખ્ય
દિશાકુમારીઓ પૂર્વવર્ણન પ્રમાણે જ ચાવતુ
રહે છે. તે આ પ્રમાણે(ગાથાર્થી–૧.સમાહારા, ૨. સુપ્રતિજ્ઞા, ૩. સુપ્રબુદ્ધા, ૪. યશોધરા, ૫. લક્ષમીમતી, ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org