________________
ધર્મકથાનુયોગ-મલી જિન ચરિત્ર : સૂત્ર ૧૭૨
૩૫
નૌકા ખોલેલ પાંખોવાળી ગરુડ યુવતીની જેમ ગંગાના પાણીના ધસમસતા પ્રવાહના વેગથી ઊછળતી ઊછળતી, હજારે મોજાંની માળા વટાવતી વટાવતી, કેટલાક દિવસે લવણસમુદ્રમાં અનેક યોજન દૂર નીકળી ગઈ.
તાલપિશાચાદિના ઉત્પાતો પ્રાદુર્ભાવ૧૭૨. ત્યાર પછી તે અહંન્નક વગેરે સમુદ્રયાત્રિકો
લવણસમુદ્રમાં સેંકડો યોજન દૂર સુધી ગયા ત્યારે સેંકડો પ્રકારના ઉપદ્રવો પેદા થયા, જેવા કે
અકાળ ગર્જના, અકાળ વીજળી, અકાળ કડકડાટી, વારંવાર આકાશમાં દેવતાઓનો
નાચ
ત્યારે તે અહંનક સિવાયના બીજા બધા સમુદ્રવણિકોએ એક મોટા તાલપિશાચને જોયે-તે તાડ જેવી જંધાઓવાળો, આકાશ સુધી પહોંચેલી બે ભુજાઓ વચ્ચેથી ફૂટતા માથાવાળો, ભ્રમરસમૂહ, મેશના ઢગલા કે પાડા
જેવા કાળા રંગને, પાણી ભરેલાં વાદળાંના રંગનો, સૂપડા જેવા નખવાળો, પાટિયા જેવી જીભવાળો, લાંબા હોઠવાળો, ધોળી, આડીઅવળી, તીણ, મજબૂત, જાડી, વાંકી દાઢવાળા
મુખવાળો, મ્યાનમાંથી નીકળેલી ધારદાર ૧. અહીં બે વાચનાઓને પાઠ ભળી ગયેલ લાગે છે.
પાઠાન્તર આ પ્રમાણે છે–એક મેટા પિશાચને તેઓ જુએ છે–તે પિશાચ તાડ જેવી સુંવાળા, આકાશને અડતી ભુજાવાળા, મેશ ઉંદર અને પાડા જેવો કાળે, ભરેલા વાદળા જેવા વણને, લાંબા હેઠવાળા, બહાર નીકળેલા દાંતવાળ, લપકતી બેવડી જીભવાળે, બહાર નીકળેલાં જડબાંવાળા, દબાયેલ ચપટી નાકવાળે, ભયાનક અને વક ભ્રકુટિવાળા, આગિયા જેવી ચમકતી આંખોવાળ, ત્રાસ પેદા કરે તે, પહોળી છાતી અને લાંબા–પહોળા પેટવાળા, હસે ત્યારે જેનાં અંગો હતાં અને પ્રગટ થતાં તેવો; નાચતા, કૂદત, ગર્જના કરતો, ચાલતો અને વારંવાર અટ્ટહાસ્ય કરતો તથા નીલકમળ, મહિષસીંગ કે અળસીના ફૂલ જેવા કાળા રંગની, અસ્તરા જેવી ધારવાળી તલવાર લઈને સામે ધસમસતા આવતો જુએ છે.
તરવારયુગલ જેવી પાતળી, ચંચળ, લાળ ટપકતી અને લપકતી, બહાર લટકતી જીભવાળો હતો.
માં ફાડવાથી દેખાતું તેનું તાળવું વિકૃત, બીભત્સ, લાળ ટપકતું અને રક્તવર્ણવાળું હતું, હિંગળો ભરેલી ગુફાઓવાળી કંદરાઓવાળા અંજનગિરિ જેવું તેનું માં જાણે કે આગ ઓકતું હતું.
તેના બન્ને ગાલ સૂકી મશકના ચામડાની જેમ અંદર બેસી ગયેલા હતા, તેનું નાક નાનું ચપટું વાંકું અને બેસી ગયેલું હતું, તેની નાસિકાનાં છિદ્રો ક્રોધને કારણે નીકળતા ધસમસતા પવનથી કઠોર કડક અને પહેલાં થયેલાં હતાં, હવા નીકળવાને કારણે ઊંચું થયેલું તેનું મેં ભયાનક લાગતું હતું, ઊંચા કરેલા માંથી કાનનાં છિદ્ર સુધી ઊગેલી સઘન રુવાંટીવાળા તેના કાન લટકતા શંખ જેવા લાગતા હતા, તેની પિંગળી આંખો તેજથી ચમકતી હતી, તેની ભ્રમરો કપાળ સુધી ખેંચાયેલી હતી, પોતાના ચિહ્નરૂપે મનુષ્ય-મસ્તકોની માળા તેણે પહેરી હતી, કવચરૂપે અનેકવિધ સર્પોને તેણે શરીર ફરતા વાંચ્યા હતા, ખભા પર તેણે સળવળતાં, કુંફાડા મારતાં સપ, વીંછી, ઘા, નોળિયા, કરચલાઓની બનેલી વિચિત્ર માળાઓ જનોઈની જેમ લટકાવી હતી, ભયંકર ધમધમતા ફણિધર કૃષ્ણ ના કાનમાં કુંડળની જેમ તેણે લટકાવ્યા હતા.
તેણે ખભા પર બિલાડા અને શિયાળ ધારણ કર્યા હતાં, ઘૂઘવતા ચિત્કારતા ઘુવડને મસ્તક પર મુકુટરૂપે ધારણ કર્યા હતા, તે ભયંકર ઘંટનાદ કરતો હતો, કાયર માણસોના હૃદયને ફેડી નાંખતું અટ્ટહા તે વારંવાર કરતો હતું, તેનું શરીર ચરબી, લોહી, પસ, માંસ અને મળથી પચપચતું હતું, તેનાથી તે ત્રાસકર્તા હતો.'
તેની છાતી વિશાળ હતી, તેનું અધાવસ્ત્ર શ્રેષ્ઠ વાઘના છૂટા કરેલા નખ, મે, આંખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org