________________
ધર્મ કથાનુગ–પભ ચરિત્ર : સૂત્ર ૯૮
૧૮
ઈશાન ઈન્દ્ર દ્વારા કરાયેલ અભિષેકનું વર્ણન કરવું. એવી રીતે ભવનપતિ, વાનભંતર અને સૂર્ય સુધીના તિક દેવો પોતપોતાના પરિવાર
સહિત અલગ અલગ અભિષેક કરે છે. ૯૯. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્ર પાંચ ઈશાનેન્દ્ર વિદુર્વે છે, વિકુર્તીને–
એક ઈશાનેન્દ્ર તીર્થકર ભગવંતને હથેળીમાં લે છે, લઈને પૂર્વ દિશામાં મુખ રાખી ઉત્તમ સિંહાસન પર બેસે છે.
એક ઈશાનેન્દ્ર પાછળ ઊભા રહી છત્ર ધરે છે.
બે ઈશાનેન્દ્રો બે બાજુ પર રહી ચામર ઢોળે છે.
એક ઈશાનેન્દ્ર હાથમાં શૂળ ધારણ કરી સામે ઊભા રહે છે.
દેવેન્દ્ર શર્કકૃત તીર્થંકરાભિષેક૧૦૦. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શક્ર આભિયોગિક
દેવાને બોલાવે છે, બોલાવી તે પણ તે જ પ્રમાણે (પૂર્વવર્ણન પ્રમાણે) અભિષેક-સામગ્રી આદિ માટે આજ્ઞા કરે છે, તેઓ પણ તે જ
પ્રમાણે લઈ આવે છે. ૦૧. ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર તીર્થંકર
ભગવંતની ચારે દિશામાં ચાર ધવલ વૃષભો વિકુવૅ છે-તે વૃષભ શખસમૂહ જેવા વિમલ, નિર્મળ દહી, ગ-દુષ્પ, ફીણ, ચાંદીના ઢગલા જેવા શ્વેન, પ્રકાશમાન, પ્રસન્નકર, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતા.
તે ચારે શ્વેત વૃષભાનાં આઠે સીગોમાંથી આઠ જલધારાઓ નીકળે છે..
તે આઠે જલધારાઓ ઉપર આકાશમાં ઊછળે છે, ઊછળીને એક થાય છે, એક થઈને
તીર્થકર ભગવંતના મસ્તક પર પડે છે. ૧૦૨. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર ચોરાસી
હજાર સામાનિક દેવો સાથે તે જ પ્રમાણે (પૂર્વવત્, અભિષેક કરે છે–પાવ- તમને
અરિહંતને નમસકાર” એમ વંદન-નમન કરે
છે–પાવટૂ–પયું પાસના કરે છે. ૧૦૩. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર પાંચ શક્રો
વિક છે, વિકુવને–એક શક્ર તીર્થકર ભગવંતને હસ્તસંપુટમાં ધારણ કરે છે.
એક શક્ર પાછળ ઊભા રહી છત્ર ધરે છે. બે શક્રો બે બાજુ ઊભા રહી ચામર ઢોળે છે. એકે શક્ર વજી હાથમાં લઈ સામે ઊભો
રહે છે. ૧૦૪. ત્યાર બાદ તે શક્ર ચોરાસી હજાર સામાનિક
દેવો-યાવતુ-બીજા ભવનપતિ, વનવ્યંતર,
પોનિષ્ક અને વૈમાનિક દેવો તથા દેવીઓથી ઘેરાઈને સર્વ ઋદ્ધિપૂર્વક–પાવ-વાજિંત્રોના નિનાદ સાથે પોતાની ઉત્કૃષ્ટ દિવ્ય દેવગતિથી ચાલતો ચાલતો જ્યાં તીર્થકર ભગવંતનું જન્મનગર છે, જ્યાં જન્મભવન છે, જ્યાં તીર્થકર માતા રહેલ છે ત્યાં આવી પહોંચે છે. આવીને તીર્થકર ભગવંતને તીર્થકર માતા પાસે રાખે છે, રાખીને તીર્થકરની પ્રતિકૃતિનું વિસર્જન કરે છે, તેમ કરીને અવસ્થાપિની | (નિદ્રા પમાડનારી) વિદ્યા પાછી ખેંચી લે છે, પાછી ખેંચીને એક મહામૂલ્યવાન #મયુગલ (એક પ્રકારનું રેશમી વસ્ત્રનું જોડું) અને કુંડલ–યુગલ તીર્થકર ભગવંતના ઓશીકા પાસે રાખે છે, રાખીને એક સોનાના ઝૂમખાવાળું, સોનાના પતરાથી મઢેલ વિવિધ મણિરત્નો અને હાર-અધહારથી શોભતું ઝુમ્મર તીર્થકર ભગવંતના ચંદરવામાં લટકાવે છે, ત્યાર પછી તીર્થકર ભગવંતને અનિમિષ દષ્ટિએ જોત જોત સુખપૂર્વક હર્ષ વ્યક્ત કરતો
ઊભો રહે છે. ૧૦પ. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર વૈશ્રમણ
દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે- હે દેવાનુપ્રિય ! બત્રીસ કરોડ હિરણ્ય, બત્રીસ કરોડ સુવર્ણ, સુંદર લાવયુક્ત અને સૌભાગ્યદાયી એવાં બત્રીસ નંદાસનો ને બત્રીસ ભદ્રાસનો તીર્થકર ભગવંતના જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org