________________
૧
ધર્મકથાનુગ–ઋષભચરિત્ર : સૂત્ર ૯૭
કેટલાક સિંહનાદ કરે છે, તો કેટલાક આ બધું
કરે છે. ૯૦, કેટલાક દેવ ઘોડાની માફક હણહણાટ કરે છે,
એ રીતે કેટલાક હાથીની માફક ગર્જના કરે છે, કેટલાક રથની માફક ધણધણાટી કરે છે, તે કેટલાક ત્રણે વસ્તુ કરે છે, કેટલાક ઊછળે છે, કેટલાક ઊછળકૂદ કરે છે, કેટલાક ત્રણ ત્રણ પગલાં ચાલે છે, પદાઘાત કરે છે, જમીન પર લાત મારે છે, કેટલાક જોર જોરથી અવાજ કરે છે. એ પ્રમાણે પ્રસંગનુસાર અન્ય વરતુઓ સમજવી.
કેટલાક દેવો હા-હા અવાજ કરે છે, કેટલાક કુ-કુ, કેટલાક થ:-થા. કેટલાક નીચે પડે છે. કેટલાક ઊંચે ઊછળે છે, ઘૂમે છે, તાપે છે, ગજે છે, વીજળીની જેમ ગર્જે છે, વૃદ્ધિ કરે છે. કેટલાક દેવોની ટોળકી બનાવે છે. એ રીતે કેટલાક ખડખડાટ કરે છે, કેટલાક ડહડુહાટ
ડુડુહ અવાજ કરે છે. ૯૧. કેટલાક દેવો જાતજાતનાં રૂપો વિકુવીને નાચે છે. ૯૨. એ પ્રમાણે વિજયદેવના વર્ણન અનુસાર
યાવ-ચોપાસ દોડાદોડી કરે છે. ૯૩. તે સમયે સપરિવાર અચ્યતેન્દ્ર તીર્થકર સ્વા
મિને મહા અભિષેક કરે છે, અભિષેક કરી બે હાથ જોડી (અંજલિ રચી)-વાવ-મસ્તક પાસે અંજલિ લઈ જઈને, “જય હો, વિજય હો' એવા શબ્દોથી વધાવે છે. વધાવીને ઇષ્ટ વિાણી–માવત્'જય જય’ શબ્દ પ્રયોજે છે, જય. જયકાર કરીને-પાવતુ-અતિ સુકોમળ સુગંધી ગંધકાષાય વસ્ત્રથી ભગવંતનાં અંગ લૂછે
છે, લૂછીને૯૪. પછી કલ્પવૃક્ષની જેમ અલંકૃત–વિભૂષિત કરે
છે, વિભૂષિત કરીને નાટયવિધિ દર્શાવે છે. નાવિધિ દર્શાવીને પછી તીર્થકર સ્વામિની સમુખ સુંદર, સ્વચ્છ, લષ્ણ, રજતમય અક્ષત દ્વારા અષ્ટ–મંગલ આલેખે છે, જેમ કે (ગાથાર્થી)–૧. દર્પણ ૨. ભદ્રાસન ૩. વર્ધમાનક ૪. કળશ પ. મત્સ્યયુગલ ૬. શ્રીવન્સ ૭.
સ્વસ્તિક ૮. નાવ એ આઠ મંગળ
આલેખે છે. ૯૫. મંગલ–આલેખન કરી પછી પૂજા કરે છે. કેવી
રીતે? પાટલ, મહિલકા, ચંપક, અશોક, પુન્નાગ, આમૃમંજરી, નવમલ્લિકા, બકુલ, તિલક, કણેર, કુન્દ, કુજક, કરંટક, દમનક સુગંધિત પુષ્પોને હાથમાં લઈ, તેમાંથી નીચે પડી જતાં પુષ્પોને છોડી બાકીનાં પાંચ રંગનાં પુષ્પોમાંથી ઢીંચણ સુધીની ઊંચાઈને સુંદર ઢગ બનાવે છે, બનાવીને ચંદ્રકાંત–વજ મણિ–રત્ન–વૈદૂર્ય વડે નિતિ નિર્મળ હાથાવાળી સુવર્ણ—મણિ. રત્ન વડે રચિત વિવિધ આકૃતિઓવાળી કૃણાગરુકુન્દુરુ-તુરુષ્કાદિ ઉત્તમ ગંધ દ્રયોની ધૂપસળીઓ દ્વારા સુગંધ પ્રસરાવતી વૈદૂર્યમય ધૂપદાની લઈને યત્નપૂર્વક ધૂપ કરીને જિનેન્દ્ર ભગવંતથી સાત-આઠ ડગલાં દૂર જઈને બન્ને હાથની દશે આંગળીઓ જોડી–અંજલિ રચી–મસ્તક પાસે લઈ જઈને એક સો આઠ વિશુદ્ધ પદ-યુક્ત, ઉત્તમ છંદોમાં ગૂંથેલ, પુનરાવૃત્તિ ન થાય એવા અર્થસભર સ્તોત્ર દ્વારા સ્તુતિ કરે છે.
સ્તુતિ કરીને ડાબો ઢીચણ ઊંચો કરે છે, ઊંચો કરીને-પાવતુ-બંને હથેળી જોડી મસ્તક પર અંજલિ રચી આ પ્રમાણે બોલે છે
હે સિદ્ધ–બુદ્ધ, હે નીરજ, શ્રમણ, સમાહિત (સમાધિયુક્ત), સુખ, સમયોગી, શલ્યોના સમાવનાર, નિર્ભય, રાગદ્વેષરહિત, મમત્વરહિત, અસંગ,નિ:શલ્ય, માનમર્દક, ગુણરત્ન, શીલસાગર, અનંત, અપ્રમેય, ભવ્ય શ્રેષ્ઠ ધર્મરાજના સાર્વભૌમ ચક્રવતી ! આપને નમસ્કાર.”
‘તમને અરિહંતને નમસ્કાર’ એ પ્રમાણે વંદન કરે છે, નમન કરે છે, વંદન-નમન કરીને અતિ દર નહી તેમ અતિ નજીક નહીં એવી રીતે રહી સેવા-વાવ-પર્યું પાસના કરે છે.
ઈશાનાદિ કૃત તીર્થંકરાભિષેક૯૭. એવી રીતે જેમ અશ્રુત ઇન્દ્ર તે જ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org