________________
૨૮
wwwwnnnnnnnnnnnnnnn
૧૪૫, તે મહાબલ રાજાના છ પ્રિય, બાળપણથી મિત્ર એવા મિત્રરાજાએ હતા, તે આ પ્રમાણે
૧. અચલ ૨. ધરણ ૩. પૂરણ ૪. વસુ પ. વૈશ્રમણ અને ૬, અભિચંદ્ર. તે બધા સાથે જન્મેલા, સાથે ઊછરેલા, સાથે ધૂળમાં રમેલા, સાથે પરણેલા અને ગૃહસ્થ બનેલા, પરસ્પર અનુરક્ત, એકબીજાને અનુવર્તી, અન્યોન્યની ઇચ્છાનુસાર વર્તનારા, અન્યાન્ય હિત કરનારા હતા અને એકબીજાના રાજયમાં કરવા મેાગ્ય કૃત્યેા કરતા રહેતા હતા.
ત્યારે એક વખત તે રાજાએ એક સ્થળે એકઠા થઈ બેઠા બેઠા પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે આ પ્રકારે વિચાર ઉત્પન્ન થયા—‘હૈ દેવાનુપ્રિય ! જ્યારે આપણે સુખના પ્રસંગ, દુ:ખના પ્રસંગ, પ્રવ્રજ્યા લેવાના પ્રસંગ આવે કે વિદેશ-ગમનના પ્રસ‘ગ પેદા થાય ત્યારે આપણે બધા એકસાથે મળીને તેમાંથી પાર ઊતરવુ' એમ[નિશ્ચય] કરીને પરસ્પર કોલ આપ્યા.
મહામલાદિની પ્રવ્રજ્યા—
૧૪૬, તે કાળે તે સમયે ઇન્દ્રકુભ ઉદ્યાનમાં સ્થવિરો સમેાસર્યા. પરિષદા ચાલી, મહાબલ પણ ધર્મ શ્રાવણ કરી, ગ્રહણ કરી હૃષ્ટ-તુષ્ટ થયા. વિશેષમાં છ પ્રિય બાલમિત્રોને પૂછી અને બલભદ્રકુમારને રાજ્યાસને સ્થાપીશ–માવત-તે છ બાલમિત્રોને પૂછે છે.
ત્યારે તે છ પ્રિય બાલમિત્રાએ મહાબલ રાજાને આમ કહ્યું–‘હે દેવાનુપ્રિય ! જો તમે પ્રવ્રજ્યા લેા તે પછી અમારો આધાર કે આશ્રય બીજો કોણ છે? અમે પણ પ્રવ્રજ્યા લઈશું.’
ત્યારે તે મહાબલ રાજા તે છ પ્રિય બાલમિત્રાને આમ કહે છે—
‘જો તમે પણ મારી સાથે પ્રવ્રજ્યા લેવા ઇચ્છે છે. તે જાઓ, પાતપાતાના રાજ્યમાં જપેઇ પુત્રને રાજ્યાસને સ્થાપા અને પછી હજાર
Jain Education International
ધર્માંકથાનુયાગ——મલ્લી જિન-ચરિત્ર : સૂત્ર ૧૪૭
wwwˇˇˇˇwww
mmmm
પુરુષા વડે વહન કરાતી શિબિકાઓમાં સવાર થઈ મારી પાસે આવી જાઓ.'
તેઓ પણ તે પ્રમાણે જ આવી પહેોંચ્યા.
કરી પાછા
ત્યારે તે મહાબલ રાજા છપ્રિય બાલમિત્રાને આવી પહોંચેલા જુએ છે, જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈ કુટુંબીજનાને બાલાવે છે-પાવત્-બલભદ્રના અભિષેક કરે છે–યાવત્-બલભદ્ર રાજાને પૂછે છે.
ત્યાર પછી તે મહાબલ છ બાલિમા સાથે મહાઋદ્ધિપૂર્વક પ્રવ્રજયા અંગીકાર કરી, અગિયાર અંગાનું જ્ઞાન મેળવ્યુ, અનેક ચાર ઉપવાસ છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, અ`માસ, માસક્ષમણ આદિ તપસ્યાએ વડે આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. તપ વિષયમાં મહાબલની માયા
૧૪૭. ત્યાર બાદ એક વખત એક સ્થળે એકઠા થયેલા
તે મહાબલ પ્રમુખ સાથે અણગારોને વાર્તા લાપ દરમિયાન આવા વિચાર આવ્યા–
‘હે દેવાનુપ્રિયા ! આપણામાંથી કોઈ જે એક તપ અંગીકાર કરે તે આપણે બધાએ અંગીકાર કરીને વિહરવું” આમ [નિશ્ચય] કરીને પરસ્પર એ પ્રમાણે વચન આપ્યુ, વચન આપીને અનેકવિધ ચતુ, છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, અમાસ, માસ આદિ તાપવાસ દ્વારા આત્માને ભાવિત કરતા તેઓ વિહરવા લાગ્યા.
ત્યાર બાદ તે મહાબલ અણગારે સ્ત્રી-નામગાત્ર કમ બાંધ્યું, કારણ કે જ્યારે મહાબલ સિવાયના બાકીના છ અણગારો ચતુર્થ ભક્ત તપ કરતા ત્યારે મહાબલ અણગાર ષષ્ઠભ તપ કરતા; જ્યારે તે મહાબલ સિવાયના બાકીના છ અણગારો ષષ્ઠ-ભક્ત તપ કરી વિહરતા ત્યારે તે મહાબલ અણગાર અષ્ટમ ભક્ત તપ કરતા. આ રીતે જયારે[બીજા] અષ્ટમ તા [મહાબલ] દશમ અને [બીજા] દશમ તપ કરતા ા તે [મહાબલ] દ્વાદશ તપ કરતા
For Private Personal Use Only
www.jainelibrary.org