________________
ધર્મકથાનુગ–મલ્લી જિન–ચરિત્ર : સૂત્ર ૧૫૬
હતી, શકુન જયસૂચક હતા, વાયુ પૃથ્વીને સ્પર્શ કરતો અનુકૂળ વહી રહ્યો હતો, ધરતી પર ધાન્ય ઊગી નીકળ્યું હતું તેવા સમયે, જનપદો આનંદમગ્ન થઈ ખેલી રહ્યા હતા ત્યારે, ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં હતો ત્યારે, હેમંત ઋતુના ચોથા માસે આઠમા પક્ષે અર્થાત ફાગણ શુકલા ચતુથીના દિને, અર્ધ રાત્રી સમયે, બત્રીસ સાગરોપમનું દેવ આયુષ્ય પૂર્ણ કરીને પછી જયંત વિમાનમાંથી વીને આહાર-ભવ-શરીરસ્થિતિનો અંત થતાં, આ જ જંબુદ્વીપના ભારતવર્ષમાં મિથિલા રાજધાનીમાં, કુંભક રાજાની રાણી પ્રભાવતી દેવીની કુક્ષિએ, તે મહાબલ દેવ, ત્રણ જ્ઞાન
સાથે, ગર્ભરૂપે આવ્યા. ૧૫૨. જે રાત્રીએ તે મહાબલ દેવ પ્રભાવતી દેવીની
કુક્ષિમાં ગર્ભરૂપે આવે છે તે રાત્રીએ તે પ્રભાવતી દેવી ર્ચોદ મહાસ્વપ્ન જોઈને જાગી અને પોતાના સ્વામીને તે સ્વપ્નની વાત કરી. ત્યાર બાદ સ્વપ્ન પાઠકોને પૃચ્છા [વર્ણનીયાવ-વિપુલ ભેગો ભગવતી સમય નિર્ગમન
કરે છે. ૧૫૩. ત્યાર બાદ તે પ્રભાવતી દેવીને ગર્ભ
ધારણના ત્રણ માસ પરિપૂર્ણ થયા ત્યારે આ પ્રકારનો દોહદ ઉત્પન્ન થયે
‘તે માતાઓ ધન્ય છે જે જળ-સ્થળમાં ઉત્પન્ન થનાર પંચરંગી અનેકવિધ પુષ્પોની માળા આચ્છાદિત-શણગારેલ શૈયા પર બેસે છે, સુખપૂર્વક સૂવે છે, અને પરમ સુખદાયક સ્પર્શવાળા, પાટલ, મલ્લિકા, ચંપક, અશોક, પુન્નાગ, નાગ, મરવક, દમનક અને અનવદ્ય નિર્મળ ગુજક પુષ્પોના બનેલા તથા મહાસુગંધિત ૨જ પ્રસરાવનાર એવા એક અનુપમ, દર્શનીય શ્રીદામ દંડને સુંધતી પિતાના દોહદ પૂરા કરે છે.'
ત્યાર બાદ તે પ્રભાવતી દેવીને આવા પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો છે તેમ જાણીને નજીકમાં રહેલા વાનવ્યંતર દેવેએ તરત જ જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલાં પંચરંગી
પુષ્પો કુંભપ્રમાણ અને ભારપ્રમાણ (અર્થાત્ અતિ ઘણા પ્રમાણમાં) લાવીને કુંભ રાજાના ભવનમાં રાખ્યાં, અને વળી એક મોટો શ્રીદામચંડ-પાવતુ-સુરભિગંધયુક્ત લાવીને રાખ્યો.
ત્યાર બાદ તે પ્રભાવતી દેવીએ જળ-સ્થળોત્પન્ન તેજસ્વી અને પંચરંગી એવાં અનેક ઘણાં પુષ્પો વડે પોતાનો દોહદ પૂરો કર્યો. ત્યાર પછી તે પ્રભાવતી દેવી પ્રશસ્ત દોહદવાળી, સમ્માનનીય દોહદવાળી, પૂર્ણ દોહદવાળી, સંપૂર્ણ દોહદવાળી અને સંપ્રાપ્ત દોહદવાળી બનીને વિપુલ માનવીય ભોગે ભગવતી રહેવા લાગી.
મલ્લી-તીર્થંકર-જન્મ૧૫૪, ત્યાર બાદ સુખપૂર્વક નવ માસ અને સાડા
સાત દિવસ પૂરા થતાં, હેમંત ઋતુના પ્રથમ માસ, દ્વિતીય પક્ષ અર્થાત્ માગશર શુકલ પક્ષે, માગશર સુદ અગિયારસે, મધ્ય રાત્રીએ, અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર આવ્યો ત્યારે, ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હતા ત્યારે-વાવનુ-જનપદો આનંદમગ્ન હતા ત્યારે આરોગ્યમયી પ્રભાવતીદેવીએ આરોગ્યમય ઓગણીસમાં
તીર્થકરને જન્મ આપ્યો. ૧પપ. તે કાળે તે સમયે અધલોકનિવાસિની આઠ
પ્રધાન દિશાકુમારીએ ‘જંબુદ્વીપપ્રશસ્તિ'માં વર્ણન કર્યા પ્રમાણે જેવી રીતે ઋષભ ભગવંતને જન્મમહોત્સવ ઊજવ્યો હતો તેવી રીતે, માત્ર અહીં મિથિલાનગરી, કુંભ રાજા અને પ્રભાવતી રાણીના પ્રસંગમાં, ઉત્સવ કર્યો
યાવતુ-નંદીશ્વર દ્વીપમાં જિનમહિમા કર્યો. ૧૫૬. ત્યારે અનેક ભવનપતિ, વાનર્થાતર, તિષ્ક
અને વૈમાનિક દેવેએ તીર્થંકર-જન્માભિષેક ઉત્સવ કર્યા પછી કુંભક રાજાએ પ્રાત:કાળે નગરરક્ષકોને બોલાવ્યા, જાતકર્મચાવતુ-નામકરણવિધિ કર્યો,-આપણી આ પુત્રીની માતાને પુષ્પમાળાની પથારીને દોહદ થયો હતો, તેથી આપણી આ પુત્રીનું નામ મલ્લી રહે.' [એમ મલી નામ પડ્યું...
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org