________________
૭૨
ધર્મકથાનગ–મલ્લી-જિન-ચરિત્ર : સૂત્ર ૧૬૪
નામે રાણી હતી. સામ, દામ, ભેદ અને દંડયુક્ત નીતિમાં કુશળ સુબુદ્ધિ નામે
તેનો અમાત્ય હતો. ૧૬૨. ત્યારે એક વખત તે પદ્માવતી દેવીએ નાગયશ (નાગપૂજા કે નાગમહોત્સવ) કર્યો હતો.
ત્યારે તે નાગયજ્ઞનો સમય થતાં તે પદ્માવતી દેવી જ્યાં પ્રતિબુદ્ધ રાજા હતો ત્યાં આવી, ત્યાં આવીને બન્ને હથેળીની દશે આંગળીઓ મસ્તક સમીપે લઈ જઈ હાથ જોડીને નમન કર્યું', જયજયકારથી રાજાને વધાવ્યા, વધાવીને આ પ્રમાણે બોલી
હે સ્વામિ! કાલે મારો નાગયજ્ઞ થશે. તે તમારી આજ્ઞા હોય તો હું તે માટે જવા ઇચ્છું છું. હે સ્વામિ! તમે પણ મારા નાગયજ્ઞમાં પધારો.”
ત્યારે પ્રતિબુદ્ધ રાજાએ પદ્માવતીની આ વાત સ્વીકારી.
ત્યારે પ્રતિબદ્ધ રાજાએ અનુશા આપતાં પદ્માવતીએ હૃષ્ટ-તુષ્ટ થઈને કૌટુંબિક–પુરુષે (સેવકો)ને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય! કાલે મારો નાગયજ્ઞ છે તો તમે માળીઓને બોલાવો અને બોલાવીને આમ કહો—કાલે પદ્માવતી દેવીને નાગયશ છે, તેથી હે દેવાનુપ્રિયે ! જળ-સ્થળમાં ઉત્પન્ન થતાં પંચરંગી પુષ્પ અને પુષ્પમાળાઓ નાગગૃહમાં પહોંચાડે અને એક સરસ શ્રીદામચંડ લાવો.
ત્યાર પછી જળ-સ્થળમાં ખીલેલાં પંચરંગી પુષ્પોથી રચેલ હંસ, મૃગ, મયૂર, ક્રૌંચ, સારસ, ચક્રવાક, સારિકા, કોકિલ, આદિ પક્ષીઓ અને ઈહામૃગ, વૃષભ, તુરગ, નર, મકર, વિહગ, વ્યાલ, કિન્નર, ૨૬, શરભ, ચમર, કુંજર, વનલતા, પાલતા આદિનાં સુંદર ચિત્રોથી સુશોભિત, મહાઈ, વિશાળ એવો પુપમંડપ રચો.
તેની બરાબર વચ્ચે એક મહાન શ્રીદામચંડ -પાવતુ-સુગંધ ફેલાવતા તેને ચંદરવા વચ્ચે લટકાવે, લટકાવીને પછી પદ્માવતી દેવીની રાહ જોઈને ત્યાં બેસો.'
ત્યારે તે કૌટુંબિકો-પાવતુ–પદ્માવતી દેવીની રાહ જોતા ત્યાં બેઠા. ૧૬૩. ત્યાર બાદ બીજે દિવસે રાત વીતીને પ્રભાત
થતાં–પાવતુ-સહસ્રરમિ દિનકર સૂર્ય તેજથી પ્રકાશવા લાગ્યો ત્યારે તે પદ્માવતી દેવીએ કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
“હે દેવાનુપ્રિયો ! તમે તરત જ સાકેત નગરને અંદર-બહારથી વાળી સ્વચ્છ કરી સુગંધી જળ છાંટીયાવતુ-ધૂપસળી જેવું બનાવો, બનાવરાવો અને બનાવી બનાવરાવી આજ્ઞા પૂરી કર્યાની મને જાણ કરો.' તેઓએ પણ તે પ્રમાણે કરીયાવતુ-જાણ કરી.
ત્યાર બાદ તે પદ્માવતી દેવીએ બીજી વાર કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયે! તમે તરત જ ઝડપી ગતિવાળો-વાવ-પોગ્ય, શ્રેષ્ઠ રથ લઈ આવે.”
તેઓ પણ તે પ્રમાણે લઈ આવ્યા. ૧૬૪. ત્યાર બાદ તે પદ્માવતી દેવી અંત:પુરની
અંદર સ્નાન કરી–પાવ––ધર્મરથ પર સવાર થઈ.
ત્યાર બાદ પોતાના પરિવાર સાથે તે પદ્માવતી દેવી સાકેત નગરની વચ્ચોવચ્ચથી નીકળી, નીકળીને જ્યાં વાવ હતી ત્યાં આવી, આવીને વાવમાં પ્રવેશી, પ્રવેશીને પાણીમાં ડૂબકી મારી–પાવતુ-અતિ પવિત્ર બની, ભીની સાડીવાળી તે જ્યાં કમળો હતાં-યાવતુ–કમળ લીધાં અને જ્યાં નાગગૃહ હતું તે તરફ ચાલી.
ત્યાર બાદ તે પદ્માવતી દેવી સમગ્ર વૈભવપૂર્વક જ્યાં નાગગૃહ હતું ત્યાં આવી, આવીને નાગગૃહમાં પ્રવેશી, પ્રવેશીને પીછાંની સાવરણી ફેરવી-ચાવ-ધૂપ સળગાવ્યા, ધૂપ કરીને પ્રતિબુદ્ધ રાજાની રાહ જોતી બેઠી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org