________________
ધર્મકથાનગ–મલ્લી-જિનચરિત્ર : સૂત્ર ૧૪૮
તીર્થકર નામકર્મ-ઉપાર્જન– ૧૪૮. સ્ત્રિીનામગોત્ર કર્મ બાંધવા છતાં] તેમણે આ
વીશ સ્થાનોની વારંવાર સાધના–આસેવના કરવાથી તીર્થંકર-નામકર્મનું ઉપાર્જન કર્યુંતે આ પ્રમાણે [સંગ્રહણી-ગાયાર્થ–]
અરિહંત, સિદ્ધ, પ્રવચન-ગુરુ, વિર, બહુશ્રુત અને તપસ્વીઓ પ્રતિ વાત્સલ્યભાવ તથા નિરંતર જ્ઞાનોપયોગ રાખ, દર્શનશુદ્ધિ, વિનય, આવશ્યક ક્રિયાઓ અને નિરતિચાર શીલવ્રતનું પાલન, તપશ્ચર્યામાં ક્ષણમાત્ર પણ વિરત ન થવું, વૈયાવૃત્ય, સમાધિ, જ્ઞાનોપાર્જનમાં અપૂર્વ ઉત્સાહ, શ્રુતભક્તિ અને પ્રવચન-પ્રભાવના-આ આ વસ્તુઓની આસેવનાથી જીવ તીર્થંકર પદ મેળવે છે. (૧–૩)
મહાબલ આદિની વિવિધ તપશ્ચર્યા– ૧૪૯, ત્યાર બાદ તે મહાબલ આદિ સાતે અણગારો
એકમાસિક ભિક્ષુપ્રનિમાયાવતુ-એકરાત્રિક ભિક્ષુપ્રતિમા ધારણ કરતા વિહરે છે.
ત્યાર પછી તે મહાબલ-પ્રમુખ સાતે અણગારો લઘુ સિંહનિષ્ક્રીડિત તપકર્મ સ્વીકારીને વિહરે છે.
ત્યાર પછી તે મહાબલ-પ્રમુખ સાતે અણગાર સૂત્ર પ્રમાણે બે વર્ષ અને અઠ્ઠાવીશ દિવસનું લધુ સિંહનિષ્ક્રીડિત તપ-યાવતુઆશાનુસાર આરાધીને જ્યાં રવિર ભગવંત હતા ત્યાં આવે છે, આવીને સ્થવિર ભગવંતને વંદન-નમન કરે છે, વંદન-નમન કરીને આ પ્રમાણે બોલે છે-“હે ભદંત! અમે મહાસિંહનિષ્ક્રીડિત તપની આરાધના કરવા ઇચ્છીએ છીએ.'
ત્યારબાદ તે મહાબલ-પ્રમુખ સાતે અણગારો સ્ત્રાનુસાર મહાસિંહનિષ્ક્રીડિત તપથાવતુ-આરાધના કરીને જયાં સ્થવિર ભગવંત હતા ત્યાં આવે છે, આવીને સ્થવિર ભગવંતને વંદન-નમન કરે છે, વંદન-નમન કરીને અનેકવિધ ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ
ભક્ત તથા અર્ધમાસ અને માસક્ષમણની તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતા વિહરે છે.
ત્યારે તેવા ઉગ્ર તપકર્મથી તે મહાબલપ્રમુખ સાતે અણગારોનાં શરીર શુષ્ક, દુર્બળ, માંસરહિત, કડકડ અવાજ કરતાં, હાડચામ રૂપી, કુશ અને લુહારની ધમણ જેવાં થઈ ગયાં –&દક અણગારની જેમ જ–વધારામાં તે બધા સ્થવિરની આશા લઈને ધીરે ધીરે ચારુ-પર્વત પર ચડયા–ચાવત-બે માસની સંલેખના દ્રારા આત્માને તપાવીને, એક સો વીશ ભક્ત (ભોજન)નો અનશનપૂર્વક ત્યાગ કરીને, ચોરાસી લાખ વર્ષ શ્રમણ-પર્યાયનું પાલન કરીને અને ચોરાસી લાખ પૂર્વનું સમગ્ર આયુષ્ય ભોગવીને જયંત વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
ત્યાં (તે વિમાનમાં) કેટલાક દેવેની બત્રીસ સાગરોપમ પ્રમાણ સ્થિતિ કહેવાઈ છે. ત્યાં મહાબલ સિવાયના છ દેવાની બત્રીસ સાગરોપમથી કંઈક ઓછી સ્થિતિ થઈ, અને મહાબલ દેવની પૂર્ણ બત્રીસ સાગરોપમ
સ્થતિ થઈ. મહાબલ આદિનું પ્રત્યાગમન૧પ૦. ત્યાર બાદ મહાબલ સિવાયના તે છએ દેવો
આયુષ્યક્ષય, સ્થિતિક્ષય થવાથી જયંત દેવલોક- માંથી વિત થઈને, આ જ જંબુદ્વીપમાં ભારતવર્ષમાં વિશુદ્ધ માતૃવંશ અને પિતૃવંશ. વાળાં રાજકુળોમાં પ્રત્યેક કુમારરૂપે જન્મ્યા, ને આ પ્રમાણે ૧. ઇવાકુ-રાજ પ્રતિબદ્ધ ૨. અંગ-રાજ
ચંદ્રછાય ૩. કાશીરાજ શંખ
૪. કુણાલ
અધિપતિ રૂકિમ પ. કુરુરાજ અદીનશત્રુ ૬. પંચાલ-અધિ.
પતિ જિતશનું મલ્લીનુ ગર્ભવતરણ૧૫૧. ત્યાર પછી જ્યારે ગ્રહો ઉચ્ચ સ્થાને હતા,
દિશાઓ અંધકારરહિત સૌમ્ય અને શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org