________________
૨૬
ધર્મકથાનુગ–ઋષભ ચરિત્ર : સૂત્ર ૧૪૧
છે, મૂકીને ચિતામાં રાખે છે. તે પ્રમાણે તે અનેક ભવનપતિ-પાવતુ-વૈમાનિક દેવો જેમનાં જન્મ, જરા અને મરણ નષ્ટ થયાં છે તેવા ગણધરો અને મુનિવરોનાં શરીરને શિબિકાઓમાં મૂકે છે અને મૂકીને ચિતામાં
ગોઠવે છે. ૧૩૪. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક અગ્નિકુમાર
દેવેને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે
હે દેવાનુપ્રિો! તમે તરત જ તીર્થંકર ભગવંતની--પાવતુ-મુનિવરોની ચિતાઓમાં અગ્નિકાયની વિદુર્વણા કરો, અને વિદુર્વણા કરીને પછી મને આશા પૂરી કર્યાની જાણ કરો.'
ત્યારે તે અગ્નિકુમાર દેવ શોકમગ્ન, આનંદરહિત અને અશ્રુપૂણ આંખોવાળા થઈને તીર્થકર ભગવંતની-પાવ-મુનિવરોની
ચિતામાં અગ્નિકાયની વિકુવણા કરે છે. ૧૩૫. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર વાયુકુમાર
દેવેને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે
“હે દેવાનુપ્રિયે ! તમે તરત જ તીર્થકર ભગવંતની-યાવતુ-મુનિવરોની ચિતાઓમાં વાયુકાયની વિદુર્વણા કરે, વિદુર્વણા કરીને અગ્નિ પેટા અને તીર્થકર ભગવંત, ગણધરો તથા મુનિવરોનાં શરીરનું દહન કરો.”
ત્યારે તે વાયુકુમારદેવે વિમનસ્ક, આનંદરહિત અને અશ્રુપૂર્ણ આંખોવાળા બનીને તીર્થકર ભગવંતની ચિતામાં-માવત્ વિદુર્વણા કરીને અગ્નિ પ્રગટ કરીને તીર્થકર ભગવંતના શરીરનું-વાવ-મુનિવરોનાં શરીરોનું દહન
કરે છે. ૧૩૬. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તે અનેક
ભવનપતિ-થાવતુ-વૈમાનિક દેવને આ પ્રમાણે કહે છે–
હે દેવાનુપ્રિ ! તમે તરત જ તીર્થકર ભગવંતની ચિતામાંથાવતુ-મુનિવરોની
ચિતાઓમાં અનેક ભાર-પ્રમાણ અગરુ, તુર્ક, તથા અનેક કુંભપ્રમાણ ઘી અને મધ નાખો.
ત્યારે તે ભવનપતિ-યાવતુ-તીર્થકર ભગવંતની ચિતામાં—પાવતુ–ભારપ્રમાણ નાખે છે. ૧૩૭. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર મેઘકુમાર
દેવેને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે
હે દેવાનુપ્રિયે! તમે તરત જ તીર્થકર ભગવંતની ચિતાયાવતુ-મુનિવરેની ચિતા ક્ષીરોદક્યી બુઝાવી દો.'
ત્યારે તે મેઘકુમાર દેવો તીર્થકર ભગવંતની ચિતા-વાવ-બુઝાવે છે. ૧૩૮. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તીર્થકર
ભગવંતની ઉપરની જમણી દાઢ લીધી, દેવેન્દ્ર દેવરાજ ઈશાને ઉપરની ડાબી દાઢ લીધી, અસુરરાજ અસુરેન્દ્ર ચમરે નીચેની જમણી દાઢ લીધી, વૈચનેન્દ્ર વૈરેચન રાજ બલિએ નીચેની ડાબી દાઢ લીધી, બાકીના ભવનપતિયાવતુ-વૈમાનિક દેવામાંથી કોઈએ જિનભકિતને લીધે, કોઈએ આચારપરંપરાની દષ્ટિએ, કોઈએ ધર્મ સમજીને યથાયોગ્ય અંગોપાંગનાં
અસ્થિ લીધાં. ૧૩૯. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શકે અનેક
ભવનપતિ-યાવતુ-વૈમાનિક દેવને યોગ્યતા પ્રમાણે આમ કહ્યું
હે દેવાનુપ્રિયો! તમે તરત જ સર્વરત્નમય અતિમહાન ત્યતૂપો બનાવ-એક તીર્થંકર ભગવંતની ચિતા પર, એક ગણધરોની ચિતા પર અને એક બાકીના મુનિવરોની ચિતા પર.”
ત્યારે તે અનેક-યાવ-તૂપ બનાવે છે. ૧૪૦. ત્યાર પછી તે અનેકાનેક ભવનપતિ–પાવતુ
વૈમાનિક દેવ તીર્થકર ભગવંતનો પરિનિર્વાણ–મહોત્સવ કરે છે, મહત્સવ કરીને
જ્યાં નંદીશ્વર દ્વીપ છે ત્યાં આવે છે. ૧૪૧. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર પૂર્વ દિશાના
અંજનક પર્વત પર અષ્ટાનિકા મહામહોત્સવ કરે છે.
દવાનપ્રતિવરની સી કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org