________________
ધ કથાનુયોગ—ઋષભ ચિરત્ર : સૂત્ર ૮૩
વિજા, વક્ષકાર પતા, આત્તર નદીઓ વ.માંથી જલ આદિ લઈને-યાવત્–ઉત્તરકુરુ આદિ ક્ષેત્રા-યાવત્-ભદ્રશાલ વનમાંથી સઘળા તૂરા પદાર્થો-યાવત્-શ્વેત સરસવ લે છે, ૮૩. એ પ્રમાણે નદનવનમાંથી સવ તૂરા રસવાળા
પદાર્થો-યાવત્-શ્વેત સરસવ તથા સરસ ગાશીષ ચંદન અને દિવ્ય પુષ્પમાળાઓ લે છે.
એ રીતે સૌમનસ-પડકવનમાંથી સઘળા તૂરા પદાર્થો યાવત્-પુષ્પમાળાઓ અને સઘન મલય-સુંગધ દ્રવ્યો છે, લઈને એકઠા મળે છે, મળીને જ્યાં તેમના સ્વામી છે ત્યાં આવે છે, આવીને મહાથ-યાવત્-તીથંકર-અભિષેકની તૈયારી કરે છે.
૮૪. ત્યાર બાદ (અભિષેક-સામગ્રી તૈયાર થઈ જતાં) તે દેવેન્દ્ર અચ્યુત દસ હજાર સામાનિક દેવા, તેત્રીસ ત્રાયસ્પ્રિંશ દેવા, ચાર લાકપાલા, ત્રણ પરિષદાઓ, સાત સેનાઓ, સાત સેનાપતિએ, ચાલીસ હજાર આત્મરક્ષક દેવોથી વીંટળાઈને, તે તે સ્વાભાવિક અને વિક્રુવિત, ઉત્તમ કમળા પર સ્થાપિત, ઉત્તમ સુગધી જળથી ભરેલ, ચ’દનથી ચિચત, કાંઠલે પંચરંગી સૂતર વીંટાળેલ, કમળપત્રાથી ઢાંકેલ અને સુકોમળ હથેળીઓમાં ધારણ કરેલ એવા આઠ હજાર સુવણ-કળશા-યાવત્–દ૨ેક પ્રકારના જળ દ્વારા, દરેક સ્થળની માટી દ્વારા, સવ પ્રદેશના કષાય પદાર્થો દ્વારા-પાવત્-સવ પ્રકારની વનસ્પતિ તથા શ્વેત સરસવ દ્વારા, પાતાની સમસ્ત ઋદ્ધિયાવત્વાજિંત્રો નાદ સાથે તીથકર ભગવંતના મહાન અભિષેક કરે છે.
૮૫. અચ્યુતેન્દ્ર દ્વારા જ્યારે ભગવંતના મહા અભિષેક થઈ રહ્યો હતા ત્યારે બીજા ઇન્દ્રાદિક દેવો છત્ર–ચામર ધૂપદાન પુષ્પ–સુગંધિ દ્રવ્યમાવ–કળશ હાથેામાં ધારણ કરી, હૃષ્ટ–તુષ્ટ થઈ અંજલિપૂર્ણાંક સામે ઊભા રહ્યા હતા.
૩
આ પ્રમાણે વિજયદેવે કરેલ અભિષેક અનુસાર વર્ણન કરવું જોઈએ-યાવત્–કેટલાક
Jain Education International
૧૭
~~~
દેવોએ અભિષેક સ્થળના રાજમાર્ગ, ગલીઓ, પગદડીઓને વાળી સાફ કરી, પાણી છાંટી, છાણથી લીપી શુદ્ધ કરી-યાવ-ધૂપસળીઓથી સુગ'ધિત કરી,
કેટલાક દેવાએ રજત-વૃષ્ટિ કરી. એ રીતે કેટલાક દેવો સુવર્ણ, રત્ન, વા મણિ, આભૂષણ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, માળા, સુગંધી દ્રવ્ય-વક-યાવત્-સુગધી ચૂર્ણની વૃષ્ટિ કરે છે.
કેટલાક દેવ સાના ચાંદીથી માર્ગને સજાવે છે. એ પ્રમાણે-યાવત્–સુગંધી ચૂર્ણ આદિથી માર્ગાને સજાવે છે.
૮૬. કેટલાક દેવો ચાર પ્રકારનાં વાજિ`ત્રા વગાડે છે, તે આ પ્રમાણે—
૧. તત ૨. વિતત ૩. ઘન ૪. શુધિર. ૮૭. કેટલાક દેવો ચાર પ્રકારનાં ગીતા ગાય છે, તે આ પ્રમાણે
૧. ઉક્ષિપ્ત ૨. પાદાન્ત ૩. મદાયિત ૪. રાચિતાવસાન
૮૮. કેટલાક દેવો ચાર પ્રકારના નૃત્ય કરે છે, તે આ પ્રમાણે—
૧. અંચિત ૨. દ્રુત ૩. આરભટ ૪. ભાલ. કેટલાક દેવો ચાર પ્રકારના અભિનય કરે છે, જેમ કે
૧. દાાન્તિક ૨. પ્રતિશ્રુતિક ૩. સામાન્યતા વિનિપાતિક ૪. લાકમધ્યાવસાનિક. કેટલાક દેવા બત્રીસ પ્રકારની દિવ્ય નાટ્યવિધિઓ દર્શાવે છે.
કેટલાક દેવો ઉત્પતન—નિપતન, નિપતન— ઉત્પતન, સંકુચિત-પ્રસારિત–યાવત્ભ્રાન્તસંભ્રાન્ત નામક નાટ્ય-વિધિએ પ્રદર્શિત
કરે છે.
For Private Personal Use Only
૮૯. કેટલાક દેવા તાંડવ અને કેટલાક લાસ્ય નૃત્ય કરે છે, કેટલાક હર્ષોલ્લાસ સૂચક અભિનય કરે છે, કેટલાક ગર્જના કરે છે, કેટલાક તાલી એ વગાડે છે, કેટલાક અન્માન્ય વળગે છે,
www.jainelibrary.org