________________
૨૨
ધર્મ કથા
–ઋષભ ચરિત્ર ઃ સત્ર ૧૧૬
૪. શુદ્ધ સુવર્ણની જેમ શુદ્ધ આત્મસ્વરૂપથી
શોભિત, ૫. કમળપત્રની જેમ નિર્લેપ, ૬, ચન્દ્રની જેમ સૌમ્ય સ્વભાવવાળા, ૭. સૂર્યની જેમ દેદીપ્યમાન, ૮. મેરુ પર્વતની જેમ નિશ્ચળ ૯. અક્ષુબ્ધ સાગરની જેમ સ્થિર, ૧૦. પૃથ્વીની જેમ સર્વ પ્રકારના સ્પર્શને
સહન કરનાર, ૧૧. તપના કારણે ભસ્મરાશિથી ઢાંકેલી
અગ્નિ સમાન, ૧૨. પ્રજ્વલિત અગ્નિની સમાન તેજથી
પ્રકાશિત, ૧૩. ગોશીર્ષ ચંદનની જેમ શીતળ અને
સુગંધી, ૧૪. શાંત ધરાની માફક શાંત ભાવવાળા, ૧૫. ઘસીને ખૂબ ચમકતા કરેલા નિર્મળ
દર્પણતળની જેમ પ્રાકૃતિક શુદ્ધ નિર્મળ
ભાવવાળા, ૧૬. હાથીની સમાન શૌર્યવાળા, ૧૭. વૃષભની સમાન બળવાળા, ૧૮. મૃગાધિપતિ સિંહની સમાન દુધ
અપરાજેય, ૧૯. શરદઋતુના જળની માફક શુદ્ધ હૃદયવાળા, ૨૦. ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત, ૨૧. ગેંડાના સીગડાની જેમ એકાકી, ૨૨. વૃક્ષની જેમ ઊધ્ધ-કાય, ૨૩. શૂન્યગૃહની જેમ શણગાર-રહિત, ૨૪. શૂન્યગૃહમાં પવનરહિત સ્થાનમાં રાખેલ
દીપકની જાતિ જેવા નિષ્પકંપ, ૨૫. એકસરખી ધારવાળા છરાની જેમ
ધ્યાનરૂપી એકાગ્ર ધારવાળા, ૨૬. સર્પની જેમ સ્થિર દષ્ટિવાળા, ૨૭. આકાશની જેમ નિરાલંબન, ૨૮. સર્વત્ર જવા મુક્ત પક્ષીની જેમ સર્વ
બંધનોથી મુક્ત, ૨૯. સર્ષની જેમ બીજાએ બનાવેલ નિવાસ
સ્થાનમાં રહેનારા,
૩૦. વાયુની જેમ બંધન-રહિત, ૩૧. જીવની જેમ અપ્રતિહત ગતિવાળા,
ષભની પ્રતિબંધ-રહિતતા– ૧૧૫. તે ભગવંતને કોઈ જાતનો પ્રતિબંધ ન હતો.
તે પ્રતિબંધ ચાર પ્રકારનો હોય છે
૧. દ્રય-નિમિત્ત ૨. ક્ષેત્ર-નિમિત્ત ૩. કાળનિમિત્ત ૪. ભાવ-નિમિત્ત. દ્રવ્ય-નિમિત્ત :–આ મારી માતા છે, આ પિતા છે, આ માટે ભાઈ છે, આ મારી બહેન છે-વાવ-આ મારાં સગાં-સંબંધી, આ મારું રૂપું, આ મારું સોનું-ચાવનુ-આ મારી સાધનસામગ્રી; અથવા સંક્ષેપમાં આ સચિન, અચિત્ત કે મિશ્ર દ્રવ્ય મારાં છે એવો ભાવ એમને ન થતો.
ક્ષેત્ર નિમિત્ત પ્રતિબંધ : આ સ્થળ ગામ છે, કે નગર છે, કે ખેતર છે કે ખળું છે, અથવા ઘર છે કે આંગણું છે એવો ભેદભાવ તેમને ન હતો.
કાળ-પ્રતિબંધ : સમય, આવલી, શ્વાસછૂવાસ, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્રિ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર કે તેથી ય વધુ લાંબો સમય તેમને માટે કોઈ પ્રતિબંધતફાવત કરનાર ન હતો.
ભાવ-પ્રતિબંધ : ક્રોધ-યાવ-લેભ, ભય, હાસ્ય આદિ કોઈપણ મનોભાવ તેમના માટે પ્રતિબંધકારક ન હતો.
ઋષભનો વિહાર ૧૧૬, તે ભગવંત વર્ષાવાસ છોડીને હેમત અને
ગ્રીષ્મ ઋતુમાં નાના ગામમાં એક પાન, નગરમાં પાંચ રાત રહેતા. તેઓ હાસ્ય, શોક, અરતિ, ભય, ત્રાસ રહિતપણે તથા મમત્વ છોડીને, નિરહંકાર, લધુભૂત (હળવા-ભાર વિનાના), પરિગ્રહરહિત, રંધાથી છોલનાર તરફ દ્વેષ વિનાના અને ચંદનનો લેપ કરનાર પ્રતિ રાગ વિનાના, માટીના ઢેફા અને તેનું બનેમાં સરખો ભાવ ધરનાર, આ લોક અને પરલોકના બંધન વિનાના, જીવન-મરણ પ્રતિ ઉદાસીન, સંસારના પારગામી થઈને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org