________________
૨૦
ધર્મકથાનુગઋષભ ચરિત્ર : સૂત્ર ૧૮
ભવનમાં લાવો, લાવીને આજ્ઞાપૂર્તિની જાણ કરો.”
ત્યારે તે વૈશ્રમણ દેવ શક્રની આજ્ઞાભાવ-વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને
ભક દેવેને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે
“હે દેવાનુપ્રિ ! તરત જ બત્રીસ કરોડ હિરણ્ય-પાવતુ-તીર્થકર ભગવંતના જન્મભવનમાં લાવો, લાવીને આ આજ્ઞાપાલનની જાણ કરો.'
ત્યાર બાદ વૈશ્રમણ દેવ દ્વારા આ રીતે કહેવાતાં જંભક દેવ હૃષ્ટ-તુષ્ટ-પાવનૂ-બત્રીસ કરોડ હિરણ્ય-પાવતુ-તીર્થકર ભગવંતના જન્મભવનમાં લાવે છે, લાવીને જ્યાં વૈશ્રમણ દેવ રહેલ છે ત્યાં આવે છે-પાવન આશા પૂરી કર્યાની જાણ કરે છે.
તે પછી તે વૈશ્રમણ દેવ જ્યાં દેવેન્દ્ર દેવરાજ શક્ર રહેલ છે ત્યાં આવે છે–પાવતુ-આજ્ઞા
પૂરી કર્યાની જાણ કરે છે. ૧૦૬ ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર આભિયોગિક
દેવેને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે
હે દેવાનુપ્રિયો! તમે તરત જ તીર્થકર . ભગવંતના જન્મનગરના શૃંગાટક આદિ સામાન્ય માર્ગ ને રાજમાર્ગોમાં મોટા મોટા અવાજે આ પ્રમાણે ઘોષણા કરા
અરે ઓ અનેક ભવનપતિ, વાનયંતર, તિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓ ! સાંભળો. હે દેવાનુપ્રિયો ! જે કોઈ તીર્થકર અથવા તીર્થંકર-માતા વિશે અશુભ મનોભાવ ધારશે તેનું મસ્તક અર્જક વૃક્ષની મંજરીની જેમ સો ટુકડા થઈને તૂટી પડશે.” આમ ધષણા કરે, ઘેષણ કરીને આ આજ્ઞા પૂરી કર્યાની જાણ કરો.”
ત્યાર બાદ તે આભિગિક દેવે-ચાવતુજેવી દેવની આશા' એમ વિનયપૂર્વક આશા સ્વીકારે છે, સ્વીકારીને દેવરાજ દેવેન્દ્ર શુક્ર
પાસેથી નીકળે છે, નીકળીને તરત જ તીર્થકર ભગવંતના જન્મ-નગરમાં શૃંગાટક-યાવઆ પ્રમાણે બોલે છે
અરે ઓ અનેક ભવનપતિ આદિ સાંભળે. હે દેવાનુપ્રિયો! જે કોઈ તીર્થંકર વિશે–ચાવતુટુકડા થઈને તૂટી પડશે એ રીતે ઘોષણા કરે છે, ઘોષણા કરીને આજ્ઞા પૂરી કર્યાની જાણ
કરે છે. ૧૦૭. ત્યાર પછી અનેક ભવનપતિ, વનવ્યંતર,
જયતિષ્ક, વૈમાનિક દેવ તીર્થકર ભગવંતનો જન્મ-મહિમા કરે છે. કરીને જયાં નન્દીશ્વર દ્વીપ છે ત્યાં આવે છે, ત્યાં આવીને અષ્ટાહિનક મહામહોત્સવ કરે છે, કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા.
ઋષભ દ્વારા લેખનકળાદિ ઉપદેશ૧૦૮. ત્યાર પછી કૌશલિક અરિહંત ઋષભ વીસ
લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થામાં રહ્યા, કુમારાવસ્થા પૂરી કરી પછી ત્રેસઠ લાખ પૂર્વ સુધી મહારાજા પદે રહ્યા.
સેંસઠ લાખ પૂર્વ સુધી મહારાજાપદે રહીને તેમણે ગણિતથી માંડીને શકુનરુત (પક્ષીવાણી) સુધીની લેખનાદિ બતર કળા, ચોસઠ સ્ત્રીકળાઓ અને સોશિપ(હુન્નર)કળાઓ એ ત્રણે પ્રજાહિત માટે ઉપદેશ્યાં લોકોને શીખવ્યાં).
રષભની પ્રવજ્યા૧૦૯. એ ઉપદેશ આપીને ત્યાર બાદ પોતાના સે
પુત્રોને સો રાજયો આપી રાજ્યાભિષેક કરે છે, રાજ્યાભિષેક કરી તેઓ ત્યાસી લાખ પૂર્વ મહારાજાપદે રહે છે, પછી ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ, પ્રથમ પક્ષની એટલે ચૈત્રના કૃષ્ણ પક્ષની નવમી તિથિના દિવસના પાછલા ભાગે હિરણ્ય (ચાંદી) ત્યાગીને, સુવર્ણ ત્યાગીને, કોષ ત્યાગીને, અન્નભંડાર ત્યાગીને, સેના ત્યાગીને, વાહન ત્યાગીને, નગર ત્યાગીને, અંત:પુર ત્યાગીને, જનપદ ત્યાગીને, વિપુલ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મેતી, શંખ, વિક્રમ, માણેક, ઉત્તમ સારરૂપ દ્રવ્ય ત્યાગીને, એ સઘળાંની ધૃણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org