________________
૧૦
ધર્મ કથાનુયોગ–ઋષભ ચરિત્રઃ સત્ર ૩૮
દેવ-દેવીઓનો અધિપતિ, અગ્રણી, સ્વામી, ભર્તા, મહત્તર, આશકર્તા, ઈશ્વર અને સેનાનાયક છે; એમને પાલક અને શાસનકર્તા છે; એવો તે સપરિવાર સુમધુર નૃત્ય, ગીત, વાદ્ય, વીણા-તલ-તાલ-ત્રુટિન-મૃદંગ-ઢોલ -નગારાના રારોથી દિવ્ય ભોગપભોગો
ભોગવતો વિહરી રહ્યો છે. ૩૭. તે સમયે તે દેવરાજ દેવેન્દ્ર શુક્ર-મું આસન
કંપે છે.
ત્યારે તે શક્રયાવતુ-આસન ચલાયમાન થતું જુએ છે, જોઈને અવધિજ્ઞાન પ્રયોજે છે; પ્રયોજીને અવધિજ્ઞાન દ્વારા તીર્થકર ભગવંતને જુએ છે, જોઈને હુણ-તુષ્ટ ચિત્તવાળો અને આનંદિત, પ્રસન્ન મનવાળો બને છે, અત્યંત હર્ષથી વિકસિત હૃદયવાળે બને છે, વર્ષોની ધારાથી જેમ કદંબનું પુષ્પ કંટકિત બને છે તેમ તેની રોમરાજિ ખીલી ઊઠે છે, ઉત્તમ કમળ જેવાં તેનાં નયન અને વદન વિકાસ પામે છે, તેનાં ઉત્તમ કડાં, બાજુબંધ, કંકણ અને મુકુટ હલવા લાગે છે, કાનોમાં કુંડળ અને વક્ષસ્થળ પર હારથી અને લાંબાં લટકતાં આભૂષણોથી શોભતે તે સુરેન્દ્ર સંભ્રમપૂર્વક, ત્વરાથી ચપળતાપૂર્વક પોતાના સિંહાસન પરથી ઊભો થાય છે, ઊભો થઈને પાદપીઠથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને ઉત્તમોત્તમ વૈદૂર્ય–રિષ્ટ–અંજન આદિ મણિ– રત્નોથી જડિત ચમકતી પાદુકાઓ કાઢે છે, કાઢીને ઉત્તરીય વસ્ત્રથી ઉત્તરાસંગ કરે છે, કરીને બે હાથ જોડી અંજલિ રચી તીર્થંકર ભગવંતની દિશામાં સાત-આઠ ડગલાં ચાલે છે, ચાલીને ડાબો ઘૂંટણ વાળીને ઊંચો કરે છે, જેમણે ઘૂંટણ ધરતી પર ટેકાવીને મસ્તક ત્રણ વાર નમાવીને ધરતી પર રાખે છે, રાખીને સહેજ ઊંચો થાય છે, ઊંચો થઈને કડાં અને બાજુબંધથી ખંભિત ભુજાઓ એકઠી કરે છે, એકઠી કરીને બે હથેળીઓથી અંજલિ બનાવી મસ્તક પર રાખીને આ પ્રમાણે બોલે છે–
૩૮. “નમન અરિહંત ભગવંતને આદિ નાયકને,
તીર્થકરને, સ્વયંસંબુદ્ધને, પુરુષોત્તમને, પુરુષસિંહને, પુરુષમાં ઉત્તમ કમળરૂપને, પુરુષોમાં ઉત્તમ ગંધહસ્વિરૂપને, લોકોત્તમને, લોકનાથને, લોકહિતકર્તાને, કદીપકને, લોકપ્રકાશકને, અભયદાતાને, ચક્ષુદાનાને, માર્ગદર્શકને, શરણદાતાને, જીવનદાતાને, બોધિ-જ્ઞાનદાતાને, ધર્મદાતાને, ધર્મોપદેશકને, ધર્મ નાયકને, ધર્મસારથીને, ઉત્તમ ધર્મના સાર્વભૌમ ચક્રવતીને.
જે દીપક સમાન છે. રક્ષક છે. શરણ, ગતિ અને પ્રતિષ્ઠારૂપ છે, અપ્રતિહત શ્રેષ્ઠ શાન અને દર્શન ધારણ કરનાર છે, ધાનિ કર્મને નાશ કરનાર છે, જે જિન છે અને બીજાઓને જીત અપાવનાર છે, જે તરી ગયા છે અને બીજાના તારક છે, જે પોતે બુદ્ધ છે અને બીજાઓને બોધ આપનાર છે, જે મુક્ત છે અને બીજાઓને મુક્તિ અપાવનાર છે, જે સર્વજ્ઞ છે, સર્વદશી છે–
તથા જે શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાગમનવાળા સિદ્ધિગતિ નામક સ્થાનમાં પહોંચ્યા છે એવા જીતભય જિનવરોને નમસ્કાર.
તીર્થકર ભગવંત, આદિ ધર્મસંસ્થાપકયાવ-મુક્તિ] સંપાદન કરવાની અભિલાષાવાળા ભગવંતને નમસ્કાર.
ત્યાં રહેલા ભગવંતને અહીં રહેલા હું વંદુ છું. ત્યાં રહેલા ભગવંત અહીં રહેલા મને જુએ.”
એમ કહી વંદન-નમન કરે છે. વંદનનમસ્કાર કરી પછી ઉત્તમ સિંહાસન પર,
પૂર્વાભિમુખ થઈને, બેસે છે. ૩૯. ત્યારબાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્રને આ પ્રમાણે
આવાયાવતુ સંકલ્પ થાય છે
અહો! ખરેખર જંબુદ્વીપમાં તીર્થકર ભગવંતને જન્મ થયો છે, તે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના દેવેન્દ્ર દેવરાજ શક્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org