________________
ધર્મકથાનુયોગ–ઋષભ ચરિત્ર : સૂત્ર ૩૯
૧૧
એવો પરંપરાગત આચાર છે કે તીર્થકરોનો જન્મ-મહિમા કરવો.
આથી હું પણ જઈને તીર્થકર ભગવાનને જન્મ મહિમા કરું. એમ તે વિચારે છે, વિચારીને પાયદળના અધિપતિ હરિëગમેલી નામક દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહેવા લાગ્ય
૪૧,
ત્યારે ન
હે દેવાનુપ્રિય! શીધ્ર સુધર્મા સભામાં રહેલી, મેઘસમૂહની ગર્જના જેવા ગંભીર અને મધુરતર અવાજવાળી તથા યોજનપરિઘવાળી, સુંદર સ્વરવાળી સુધાષા નામક ઘંટાને ત્રણ વાર અફળાવી અફળાવી મોટા મોટા અવાજે આ પ્રમાણે ઉદ્દઘોષણા કરી કરીને બોલો
અરે ઓ દિવો] ! દેવેન્દ્ર દેવરાજ આશા કરે છે, દેવેન્દ્રદેવરાજ શક્ર જંબુદ્વીપમાં તીર્થકર ભગવંતનો જન્મ-મહિમા કરવા જઈ રહેલ છે. તે હે દેવાનુપ્રિયા ! તમે પણ પોતપોતાનાં સઘળાં ઋદ્ધિ, કાંતિ, બલ, સમુદય, આદર, વિભૂષણ, ઠાઠમાઠ સાથે તથા સઘળાં નર્તકેનાટકો સાથે, સર્વ પ્રકારનાં પુષ્પ–ગંધ-માળાઅલંકાર-આભૂષણે સાથે, સર્વ પ્રકારનાં દિવ્ય વાદ્યોના ધ્વનિ-નાદો સાથે, મહાન વૈભવ સાથે યાવતુ પોતાના પરિવારથી વીંટળાઈને, પોતપોતાનાં પાન-વિમાન-વાહનો પર સવાર થઈને, તરત જ શક્રની સમીપે ઉપસ્થિત થાઓ.”
એ પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર દ્વારા આ પ્રમાણે કહેવાતાં તે પાયદળાધિપતિ હરિપૈગમેલી દેવ હૃષ્ટ-તુષ્ટ થઈને યાવતુ-જેવી દેવની આજ્ઞા એમ કહી વિનયપૂર્વક આજ્ઞાવચન સ્વીકારે છે, સ્વીકારીને દેવેન્દ્ર દેવરાજ શક્ર પાસેથી નીકળે છે, નીકળીને જ્યાં સુધર્મા સભા છે તથા મેઘ-સમૂહની ગર્જના જેવા ગંભીર અને મધુરતા અવાજવાળી, એક યોજન પરિઘવાળી સુધષા ઘંટા છે ત્યાં આવે છે, આવીને તે મેઘ-સમૂહની ગર્જના જેવા ગંભીર અને
મધુરતા અવાજવાળી, એક યોજન પરિઘવાળી સુધષા ઘંટાને ત્રણ વાર વગાડે છે.
ત્યારે તે મેઘસમૂહની ગર્જના સમાન ગંભીર અને મધુરતર અવાજવાળી, યોજનપરિઘવાળી સુધાષા ઘંટાને ત્રણ વાર વગાડતાં વેંત સૌધર્મકલપના બત્રીસ લાખમાં એક ઓછા એટલા વિમાનાવાસોમાં બત્રીસ લાખમાં એક ઓછી એટલી ઘંટડીઓ એક સાથે રણકવા લાગી.
આ રીતે પ્રાસાદ–વિમાનોના નિકૂટ પ્રદશોમાં વાગતી ઘંટડીઓના લાખો પડઘાઓથી તે સૌધર્મકલ્પ ભરાઈ ગયો. ત્યારે તે સૌધર્મક૯પ-નિવાસી અનેક વૈમાનિક દેવ-દેવીઓ જે માત્રવિષયાસક્ત અને વિષયસુખ મૂચ્છિત અને મત્ત હતાં તેમને આ સુસ્વર ઘંટનાદના વિપુલ બોલ દ્વારા એકાએક જગાડવામાં આવ્યાં. ત્યારે ઘોષણાના કુતૂહલથી કાન દઈને એકાગ્રચિત્ત બનેલાં તેઓને ઘંટડીઓના ધ્વનિ શાંત થઈ ગયા પછી તે તે પ્રદેશોમાં મોટા મોટા અવાજથી પાયદળાધિપતિ દેવે આ પ્રમાણે ઉદ્દઘોષણા કરી કહ્યું
હે સૌધર્મકલ્પવાસી અનેક વૈમાનિક દેવ-દેવીઓ! સૌધર્મક પાધિપતિ આહિતકર અને સુખકર વચનથી આજ્ઞા કરે છે તે સાંભળો, હે દિ ! આપ સહુ શક્રસમીપે યાવતુ ઉપસ્થિત થાઓ.”
ત્યાર પછી આ પ્રકારે ઘોષણા સાંભળીને તે દેવ-દેવીઓ હૃષ્ટ-તુષ્ટ પાવતુ હૃદયમાં પ્રસન્ન થઈ ગયાં, એમાંનાં ઘણાં વંદન કાજે, ઘણાં નમન માટે, ઘણાં પૂજા–સત્કાર માટે, ઘણાં સન્માન માટે, દર્શન મટે, જિન-ભક્તિના અનુરાગથી, ઘણાં શક્રની આશા પાળવા માટે, ઘણાં અન્યોન્યની દેખાદેખીથી, ઘણાં આ પરંપરાગત આચાર છે તેમ માનીને-પાવતુશક સમક્ષ ઉપસ્થિત થઈ ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org