________________
ધર્મકથાનુયોગ–ઋષભ ચરિત્ર : સૂત્ર ૬૭
કલ્પની વચ્ચોવચ્ચ થઈને, પોતાની દિવ્ય દેવત્રદ્ધિપાવત્ પ્રદર્શિત કરતો કરતો જ્યાં સૌધર્મકલ્પનો ઉત્તર દિશાનો નિર્ગમન માગે હતો ત્યાં આવે છે, ત્યાં આવીને એક લાખ યોજનપ્રમાણ ડગ ભરતાં ભરતાં, તેવી ઉત્કૃષ્ટ દેવગતિથી ગમન કરતાં કરતાં તિર્યકુલોકના અસંખ્યાત દ્વીપ-સમુદ્રોની વચ્ચે થઈને જયાં નંદીશ્વર દ્વીપ હતો અને જ્યાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં રહેલો રતિકર પર્વત હતો ત્યાં આવે છે. ત્યાં આવ્યા બાદનું વર્ણન સૂર્યાભદેવના તે પ્રસંગના વર્ણન અનુસાર કરવું, વિશેષમાં શક્રનો અધિકાર કહેવાયાવતુ-તે દિવ્ય દેવઋદ્ધિ યાવતું દિવ્ય યાન-વિમાનનું પ્રતિસંહરણ (સંકોચ કરવાની ક્રિયા) કરીને-યાવતુ-જ્યાં તીર્થકર ભગવંતનું જન્મ-નગર છે, જ્યાં તીર્થકર ભગવંતનું જન્મ-ભવન છે ત્યાં આવે છે. ત્યાં આવીને તે વિમાન દ્વારા તીર્થકર ભગવંતના જન્મભવનની ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરીને તીર્થકર ભગવંતના જન્મ-ભવનની ઉત્તર-પૂર્વ દિશામાં જમીનથી ચાર આંગળ ઊંચે તે દિવ્ય યાનવિમાનને ઊભું રાખે છે. ઊભું રાખીને આઠ પટરાણીઓ, બે સેના, નર્તકસમૂહ તથા ગાંધર્વસમૂહની સાથે તે દિવ્ય યાન-વિમાનમાંથી પૂર્વદિશાનાં ત્રણ સોપાન દ્વારા નીચે ઊતરે છે.
ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શક્રના ચોરાસી હજાર સામાનિક દેવો તે દિવ્ય યાન-વિમાનનાં ઉત્તર દિશાનાં ત્રણ સોપાનો દ્વારા નીચે ઊતરે છે.
બાકી રહેલાં દેવો અને દેવીઓ તે દિવ્ય . યાન-વિમાનમાંથી દક્ષિણનાં ત્રણ સોપાન
દ્વારા નીચે ઊતરે છે. ૬૫. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શક્ર ચોરાસી હજાર
સામાનિક દેવો આદિથી વીંટળાઈને તથા સમગ્ર વૈભવપૂર્વક-યાવ-દુંદુભિધાષના નાદ સાથે જ્યાં તીર્થકર ભગવંત અને તીર્થંકરમાતા હતાં ત્યાં આવે છે, આવીને ભગવંતને નીરખીને પ્રણામ કરે છે, પ્રણામ કરીને તીર્થકર
ભગવંત તથા તીર્થકર માતાની ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને, હાથ જોડીને આ પ્રમાણે કહે છે –
હે કુક્ષિમાં રત્ન ધારણ કરનારી! તમને નમસ્કાર’ એ પ્રમાણે જેમ દિશાકુમારીઓના વર્ણનમાં તે પ્રમાણે-યાવતુ–“તમે ધન્ય છે, પુન્યશાલિની છો, કૃતાર્થ છો.
હે દેવાનુપ્રિય! હું શક્ર નામે દેવેન્દ્ર દેવરાજ તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કરીશ, તો તમે ડરશો નહીં.'
એમ કહીને તે અવસ્થાપિની વિદ્યાનો પ્રયોગ કરે છે, કરીને તીર્થકર ભગવંતનું પ્રતિરૂપ વિદુર્વે છે, વિકુર્તીને તીર્થંકર-માતાની પાસે રાખે છે, રાખીને પાંચ શક્રરૂપોની વિકુવણા કરે છે.
તે વિકૃતિ શક્રોમાંથી એક શક્ર તીર્થકર ભગવંતને હથેળીમાં ધારણ કરે છે, એક શક્ર પાછળ રહી છત્ર ધરે છે, બે શક્રો બને બાજ
એ ચામર ઢોળે છે, એક શક્ર વજી હાથમાં રાખી આગળ ચાલે છે. તે પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર અન્ય અનેક ભવનપતિ, વાનયંતર, જયોતિષ્ક, અને વૈમાનિક દેવ-દેવીઓથી વીંટળાઈને સકળ સૃદ્ધિપૂર્વક-યાવત્-દુંદુભિધેષપૂર્વક પોતાની ઉત્કૃષ્ટ દેવ.ગતિથી ગમન કરતો કરતો, જયાં મંદિર પર્વત છે, જ્યાં પંડક વન છે, જ્યાં અભિષેકશિલા છે અને જયાં અભિષેક-સિંહાસન રહેલ
છે ત્યાં આવે છે, આવીને પૂર્વાભિમુખ થઈને સિંહાસન પર બેસે છે. ઈશાનન્દ આદિ ઇન્દો દ્વારા કરાયેલ જન્મ
મહત્સવ૬૭. તે કાળે તે સમયે લપાણિ વૃષભવાહન દેવેન્દ્ર
દેવરાજ ઈશાન નામે સુરેન્દ્ર, જે ઉત્તર લેકાધન અધિપતિ અને અઠ્ઠયાવીસ લાખ વિમાનનો સ્વામી છે, જે આકાશ સમાન નિર્મળ વસ્ત્ર ધારણ કરનાર છે વગેરે શક્ર સમાન વર્ણનવાળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org