________________
૧૪૨
ww
બૃહસ્પતિદત્ત
બૃહસ્પતિદત્ત કૌશાંખીના ‘સેમદત્ત' પુરહિતને પુત્ર હતા. તે પૂર્વભવમાં ‘મહેશ્વરદત્ત’ નામના રાજપુરાહિત હતા. તે તે રાજાની બલદ્ધિ અચે તથા સ્વાસ્થ્ય લાભને માટે બ્રાહ્મણુ, ક્ષત્રિય વૈશ્ય અને શૂનાં બાળકોને મારીને નરમે યા કરતા હતા. આ પાપના ફલસ્વરૂપ તે ત્યાંથી મરીને પાંચમા નરકમાં ગયા અને ત્યાંથી નીકળીને તે ‘બૃહસ્પતિદત્ત થયે. રાજકુમારને બૃહસ્પતિદત્ત પર અાર્ષિક સ્નેહ હતા. એટલે રાખના મૃત્યુ પછી તે રાજપુરોહિત થયા. મહારાણી પર અનુરક્ત થઇ જવાને કારણે રાજાએ એને મૃત્યુદંડ આપ્યા. આ પ્રમાણે પૂર્વીકૃત કર્મને કારણે તે વિવિધ યે'નિએમાં પરિંભળ્યુ કરતો રહેરો.
ધર્મ કથાનુયે!ગ : એક સમીક્ષાત્મક અધ્યયન
ન’દીવનમાર
નદીયન 'શ્રીદામ' નામના રાખને પુત્ર હતા. તે પૂર્વભવમાં કાઈ રાજાને ત્યાં કાટવાલ હતું. અપરાધીઓને ત્ય ક્રૂર ડ આાપીને તે ખાનદની અનુભૂતિ કરતા હતા, આ પાપના ધ્વસ્વરૂપ તે મરીને છઠ્ઠા નરકમાં ગયા. આ નરકમાંથી નીકળીને રાજાના પુત્ર ‘નદીવન’ થયા. એણે પેાતાના પિતાને મારીને સ્વયં રાજ્ય લેવા ઇચ્છા કરી અને આ ષડય ́ત્રમાં એને એક જામના સહકાર લીધા. સમય પૂર્વે રહસ્ય ઉપાડ પડી જતાં રાજાએ પોતાના હત્યારા પુત્ર નદીનને પ્રાણુ ચ્યાપ્યા. પૂર્વ કૃત કર્મને કારણે અને અનેક જન્મ્યા પન્ત ભયંકર દુઃખ ભોગવવાં પડયાં, કથાને સાર એ છે કે અપરાધી વ્યક્તિઓને પશુ નિર્દયતાથી દંડ આપવા જોઇએ, અને દંડ આપીને આનતિ થવું જોઈએ નહીં.
ઉમ્મરદત્ત
૩મ્બરદત્ત 'સાગરદત્ત' નામના સાર્થવાહના પુત્ર હતા. પૂર્વભવમાં તે એક કુરાલ વૈદ્ય હતા તથા આયુર્વેદ ચિકિત્સામાં નાત હતા. તે દરદીવ્યક્તિને મઘ, માંસ, માછલી ખાવાનું' સૂચન કરતા અને કહેતા : એનાથી તમને જલદીથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે.' આ પાપના ક્લસ્વરૂપ તે ઠ્ઠી નારકીમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી મરીને ‘ઉમ્બરદત્ત' થયે. દૂરાચ:રસેવનથી અને પૂર્વકૃત પાપકર્માને કારણે એના શરીરમાં સેાળ મહાગ ઉત્પન્ન થયા. અહીથી મર્યા પછી તે અનેક જન્મામાં દુઃખ પ્રાપ્ત કરશે. આ પ્રમાણે કૃત પાપકર્મનું કુલ પ્રત્યેક જીવે ભોગવવુ પડે છે.
શોરિન
શૌરિકદત્ત સમુદ્રગુપ્ત નામના માછીમારના પુત્ર હતા. સૌરિકત્ત પૂર્વભવમાં કાઈ રાખને ત્યાં ભોજન બનાવવાનુ કાર્ય કરતા હતા. ભોજનમાં તે વિવિધ પ્રકારનાં પશુપક્ષી તેમજ માછલીનુ" માંસ તૈયાર કરીને સ્વયં પશુ ખાતે અને રાજાને પણ ખવડાવી ાનતિ થતા હતા. એના રૂપે તેન્ટ્રી નારકીમાં જન્મ્યો અને ત્યાંથી નીકળાને તે ‘શૌરિકત્ત’ થયા. તે એક દિવસ માથી રાંધીને ખાઈ રહ્યો હતા એટલામાં માધ્વીના કાંટા એના ગળામાં પૈસી ત્રય. અનેક પ્રયત્ન કરવા છતાં તે કાંટા નીકળ્યો નહી. ભયંકર વેદનાથી દુઃખ પામીને તે મરણ પામ્યા અને મર્યા પછી તે નરક વગેરે ગતિમાં પરિભ્રમણ કરશે. પ્રસ્તુત કથાનકમાં પાપના ફળનું ચિત્રણ કરવામાં આવ્યું છે અને એને એ ઉપદેશ આપવામાં આવ્યા છે કે પાપકા કરવાથી દૂર રહેવુ જોઈએ.
દેવદત્તા
દેવદત્તા ‘દત્ત' નામના ગૃહપતિની કન્યા હતી. વૈશ્રમણદત્ત' રાજાના પુત્ર કુશનદી' સાથે એનું પાણિમણું થયું હતું. કુરાનદી પાતાની માતાના પરમ ભક્ત હતા, તે માતાને તેલ વગેરે માલીશ કરતા હતા. તે એની દરેક પ્રકારની સુખસગવડનુ ધ્યાન રાખતા હતા. પણ દેવદત્તાને આ વાત પસંદ ન હતી. એટલે રાત્રિ દરમિયાન ઊંઘી ગયેલી માતાને દેવદત્તાએ મારી નાંખી. રાજાને આની જાણુ થતાં એણે દેવદત્તાના વધ કરવાનો આજ્ઞા આપી. આ પ્રમાણે પૂર્વકૃત પાપકર્માને કારણે તે અનેક જન્મા સુધી દારુણુ વેદનાને અનુભવ કરતી રહેશે.
અંજુ કથાનક
‘અ‘જુ' ધનદેવ' સા’વાહની પુત્રી હતી. વિજય' નામના રાખ સાથે એનુ* પાણિમણું થયું હતું. ગુહ્ય સ્થાન પર ભયંકર શૂલ રોગ પેદા થવાથી અંજુને અપાર વેદના થઈ. અનેક પ્રકારના ઉપચાર કરાવ્યા, પરંતુ રોગ શાંત થયે નહી. પરિણામે એના શરીરની ક્રાંતિ નષ્ટ થઈ ગઈ. એકવાર ગણધર ગૌતમે એની હાડિપ'જર જેવી કાયા જોઈને આ અંગે ભગવાન સમક્ષ જિજ્ઞાસા પ્રગટ કરી, ભગવાન મહાવીરે એના પૂર્વ ભવનું વર્ષોંન કરતાં કહ્યું : તે પૂર્વ ભવમાં વેશ્યા હતી. એ પાપના કારણે જ આ જન્મમાં એને કષ્ટ ભોગવવું પડે છે, એને આ પછી પણ અનેક જન્મો સુધી કષ્ટ ભાગવવુ પડશે.‘
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org