________________
ધર્મ કથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન
ખીજા શ્રુતસ્કન્ધમાં અનેક કથાઓ છે, તે આ પ્રમાણે છેઃ
(૧) કાલી (ર) રાજી (૩) રજની (૪) વિદ્યુતા (૫) મેધા (૬) શુંભ (૭) નિસભા (૮) રંભા (૯) નિર ભા (૧૦) મા (૧૧) ઈલા (૧૨) સતેરા (૧૩) સૌદામિની (૧૪) ઇન્દ્રા (૧૫) ધના (૧૬) વિદ્યુતા (૧૭) રુચા (૧૮) સુરુચા (૧૯) રુચાંશા (૨૦) રુચકાવતી (૨૧) રુચકાંતા (૨૨) રુચપ્રભા (૨૩) કમલા (૨૪) કમલપ્રમા (૨૫) ઉત્પલા (૨૬) સુદર્શન (૨૭) રૂપવતી (૨૮) બહુરૂપ! (૨૯) સરૂપા (૩૦) સુભગા (૩૧) પૂર્ણા (૩૨) બહુપુત્રિકા (૩૩) ઉત્તમા (૩૪) ભારિકા (૩૫) પદ્મા (૩૬) વસુમતી (૩૭) કનક (૩૮) કનકપ્રભા (૩૯) અવત્સા (૪૦) કેતુમતી (૪૧) વસેના (૪૨) રતિપ્રિયા (૪૩) રહિણી (૪૪) નમિકા (૪૫) હ્યૂ (૪૬) પુષ્પવતી (૪૭) ભુજગા (૪૮) ભુજગવતી (૪૯) મહાકચ્છા (૫૦) અપરાજિતા (૫૧) સુધાષા (પર) વિમલા (૫૩) સુસ્વરા (૫૪) સરસ્વતી (૫૫) સૂર્ય પ્રભા (૬) આતપા (૫૭) અર્ચિ માલી (૫૮) પ્રભ*કરા (૫૯) ચંદ્રપ્રભા (૬૦) દોષીનાભા (૬૧) અર્ચિમાલી (૬૨) પ્રભ’કરા (૬૩) પદ્મા (૬૪) શિવા (૬૫) સતી (૬૬) અંજૂ (૬૭) રહિણી (૬૮) નવમિકા (૬૯) અચલા (૭૦) અપ્સરા (૭૧) કૃષ્ણા (૭૨) કૃષ્ણરાણી (૭૩) રામા (૭૪) રામરક્ષિતા (૭૫) વસુ (૭૬) વસુગુપ્તા (૭૭) વસુમિત્રા (૭૮) વસુંધરા.
૧૪૫
આ પ્રમાણે બધી મળીને ૯૭ કથાઓ છે. એમાંની કેટલીય કથાઓ કૈવલ નામમાત્રની જ છે. આ કથાઓમાં સૂચના સિવાય ઘટનાઓને અભાવ છે.
ભાષાની દૃષ્ટિએ આ કથાએમાંથી કેટલીય કથાઓની ભાષા એટલી લાલિત્યપૂર્ણ છે કે વાચકને તરત જ સંસ્કૃતના કાંદબરી ગ્રંથનું સ્મરણ થાય છે. આ કથાએની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે. આ કથાઓને મૂળ ઉદ્દેશ્ય અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શ્રદ્ધા, ઇન્દ્રિયવિજય વગેરે આધ્યાત્મિક તત્ત્વોનું સરલ શૈલીમાં નિરૂપણ કરવાના છે. આ કથાએમાં ધમ અને વૈરાગ્યને જ વિશેષરૂપે ઉપદેશ આપવામાં આવ્યા છે.
આ બધી કથાઓનુ અવલેકન કરવાથી સ્પષ્ટપણે એ જણાશે કે કથાઓમાં વિભિન્નતા હૈાવા છતાં કેટલાંક એવાં સામાન્ય લક્ષણા છે કે જેથી ભિન્નતામાં પણ સમાનતા જણાય છે. આપણે સ્થૂલ રીતે આ લક્ષણે તે નીચે પ્રમાણે વિભક્ત કરી શકીએ એમ છીએ:
૧. શીલ, સદાચાર અને સંયમનું વિશ્લેષણ,
૨. આત્મા પ્રત્યે નિષ્ઠા અને એની શુદ્ધિના વિવિધ ઉપાય,
૩. માનવતાની પુણ્યપ્રતિષ્ઠા માટે જાતિભેદ અને વર્ગભેદની નિસ્સારતાનુ નિરૂપણુ કરવું.
૪. ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરવા માટે આહાર-વિહારની વિશુદ્ધિ અને પેાતાનાં પાપાની આલેચના,
૫. આત્મ સંશુદ્ધિને માટે આલેચના-પ્રતિક્રમણની સાથે જ પ્રાયશ્ચિત્ત અને જુદા જુદા તપાનુ નિરૂપણુ.
૬. સાધનામાર્ગીના સ્વરૂપને સમજાવવા માટે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્યારિત્રનું વિશ્લેષણુ,
૭. આચારની વિશુદ્ધિ અહિં`સા વડે અને વિચારની વિશુદ્ધિ અનેકાંત—સ્યાદ્વાદથી જ સંભવિત છે. આથી આ સિદ્ધાંતાની પ્રરૂપણા.
૮. ભૌતિકવાદની માયાજાળ અધ્યાત્મવાદની વાસ્તત્રિકાથી જ દૂર થઈ શકે છે એ વાતનું અનેક દૃષ્ટિથી નિરૂપણુ કરવામાં આવ્યું છે, દયા, મમતા, કરુણા વગેરે સદ્ગુણ્ણાના વિકાસથી માનવતાની પ્રતિષ્ઠા થઈ શકે છે. રાગ, દ્વેષ વગેરે સંસ્કાર) તે અનાત્મભાવના પ્રતીક છે. માનવ પાતે જ પોતાના ભાગ્યના વિધાતા છે. તે પરાક્ષ શક્તિને આધાર છેાડીને પેાતાના પુરુષામાં શ્રદ્ધા રાખે છે.
૯. હિંસામૂલક વૈદિક ક્રિયાકાંડાના વૈચારિક વિરાધ,
૧૦. યાત્રા અંગેની વિશિષ્ટ નકારી.
૧૧. ક`વાદની મુખ્ય વાતને કથાઓ દ્વારા સુગમ રીતે વ્યક્ત કરવામાં આવી છે, પુણ્ય અને પાપનું સલ ચિત્રણ એમાં ચર્ચાયેલ છે.
૧૨. શાષિત અને શેષક વચ્ચે સમતા લાવવા માટે અપરિગ્રહ તેમજ સંયમનું નિરૂપણુ.
આ પ્રમાણે એ સ્પષ્ટ છે કે ભારતના સંસ્કૃતિક ઈતિહાસના વિકાસમાં આ આમિક સ્થાસાહિત્યનું ગૌરવપૂ સ્થાન છે. એ યુગની ઉદાત્ત સંસ્કૃતિનું આ કથામાં અહીંતહીં નિરૂપણ થયું છે. આ કથાઆમાંનાં કેટલાંય પાત્ર પ્રાગ્ઐતિહાસિક કાલનાં છે, તેા કેટલાંય પાત્રા ઐતિહાસિક કાળનાં છે અને કેટલાંય પાત્ર પૌરાણિક અને કાલ્પનિક પણ છે.
૧૯
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org