________________
પ્રાથમિક પ્રસ્તુત ધર્મસ્થાનુયોગમાં જૈન આગમમાં વર્ણિન ચરિત્ર-કથા
ઓનું સંકલન કરવામાં આવ્યું છે. E પ્રથમ સ્કંધમાં ઉત્તમ પુરુષનાં જીવનચરિત્રો સંબંધી વર્ણન
સંકલિત છે. જગતમાં જે પૂજ્ય, શ્રેષ્ઠ અથવા સમ્માનનીય ગણાય છે તેમને ‘ઉત્તમ-પુરુષ' કહેવામાં આવે છે. જૈન પરિભાષામાં તેઓને શલાકાપુરુષ પણ કહેવાય છે. શલાકાપુરુષ'નો અર્થ પણ એ જ છે–તે વિશિષ્ટ પ્રશંસનીય પુરુષ, જેની ગણતરી આંગળીના વેઢે થાય છે. ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવતી, ૯ બળદેવ, ૯ વાસુદેવ તથા ૯ પ્રનિવાસુદેવ–આ રીતે રોસઠ શલાકાપુરુષ કે ઉત્તમ પુરુષે ગણાય છે. કેટલાક આચાર્યોએ ૯ પ્રતિવાસુદેવને ઉત્તમ પુરુષ નથી માન્યા. તેમની ગણનામાં ચેપન મહાપુરુષ ને જ ઉલ્લેખ છે. પ્રથમ તીર્થકર ઋષભદેવની પૂર્વે કુલકર પદ્ધતિ હતી. આમ તે ત્રીજા આરાના અંતિમ(ત્રીજા) ભાગમાં કુલકર પદ્ધતિને પ્રારંભ થાય છે. કુલકરનો અર્થ છે—માનવસમૂહ-માનવકુળની વ્યવસ્થા આદિ કરવામાં સમર્થ અને વિશિષ્ટ બુદ્ધિસંપન્ન પુરુષ. તેને માનવકુળને નેતા પણ કહી શકાય. વૃક્ષો મનુષ્યની આવશ્યકતા પૂર્તિ કરે છે, આથી યુગલ-કાળમાં વૃક્ષોનું સર્વાધિક મહત્ત્વ છે. એટલે દશ પ્રકારનાં વૃક્ષોનું વર્ણન પણ કુલકરોનાં ચરિત્રવર્ણનમાં સમાવિષ્ટ છે.
આ પ્રમાણે પ્રથમ સકંધમાં કુલકરો તથા તેમની પછી તીર્થંકર ભગવાન શ્રેષભદેવ, ભગવતી મલી, અહંનું અરિષ્ટનેમિ, પુરુષાદાનીય પાર્શ્વનાથ, શ્રમણ ભગવાન મહાવીર, મહાપા તીર્થકર (આગામી ઉત્સર્પિણી કાળમાં તીર્થંકર થનાર શ્રેણિકજીવ) વગેરેનું વર્ણન છે. તીર્થંકર-સામાન્યમાં તીર્થકરોની સંખ્યા, અવગાહના, આગારવાસ, શ્રમણ-શ્રમણી આદિનું વર્ણન સંકલિત છે. એ પછી ચક્રવતી ભરત તથા અન્ય ચક્રવતી બલદેવ, વાસુદેવ વ. ઉત્તમ પુરુષનું વર્ણન સંગહીત છે. આ વર્ણન કઈ એક જ આગમ(સૂત્રોમાં વણિત નથી, આગમોમાં પ્રસંગાનુસાર અત્ર-તત્ર વિકી છે. એટલે તેમાં પ્રવાહબદ્ધતા નહીં મળે. છતાં પણ અહીં સમગ્રતા અને સર્વાગતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ સમગ્રતામાં પ્રવાહબદ્ધતા પણ માળામાં દોરીની જેમ અનુચૂત છે.
L
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org