________________
૧૪૪
ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
આવે છે એની ગતિ પહેલાં ઝડપી હોય છે તથા બાદમાં મંદ થઈ જાય છે. પરંતુ દિવ્ય ઋદ્ધિવાળા દેવની ગતિ પહેલાં પણ ઝડપી હોય છે અને પછીથી પણ ઝડપી હોય છે.”
ગૌતમે બીજી જિજ્ઞાસા પ્રગટ કરી: “ભગવાન, જે દેવ પુદ્ગલને પાછળથી પકડવાને સમર્થ છે, તે શક્ર અસુરેન્દ્રને કેમ પકડી શકતો નથી ? ભગવાને કહ્યું : “અસુરેન્દ્રની નીચે જવાની ગતિ તીવ્ર હોય છે અને ઉપર જવાની ગતિ મંદ હોય છે અને મંદ થતી જાય છે. વૈમાનિક દેવેની ઉદર્વ ગતિ ઝડપી હોય છે અને અધોગતિ મંદ હોય છે. અસુરેન્દ્ર એક સમયમાં જેટલા ક્ષેત્ર નીચે જઈ શકે છે, એટલા ક્ષેત્ર નીચે જવામાં કેન્દ્રને બે સમય લાગે છે અને વજીને ત્રણ સમય લાગે છે. આ કારણથી શક્રેન્દ્ર અસુરેન્દ્રને પકડવાને સમર્થ નથી.”
અસુરેન્દ્ર પિતાના સ્થાન પર પહોંચી ગયો. એણે વિચાર્યું : “મેં બરાબર કર્યું. શકે મારું ઘેર અપમાન કર્યું છે.’ સામાજિક દેએ કહ્યું : “આપ ચિંતામુક્ત થઈ જાઓ.” અસુરેન્કે કહ્યું: ‘જિન મહાપ્રભુ ભગવાન મહાવીરનું શરણું લઈને હું બચી શકયો છું. એમને મારા પર મહાન ઉપકાર છે. એટલે આપણે બધા ત્યાં જઈએ.” તે પિતાની દિવ્ય ઋદ્ધિ સહિત ભગવાન મહાવીર પાસે આવ્યા અને બત્રીસ પ્રકારનાં નાટક બતાવીને સ્વ-સ્થાન પાછા ફર્યો. ગૌતમે પૂછયું : “ભગવદ્ આ અસુરેન્દ્ર મુક્ત થશે ?” ભગવાને ઉત્તર આપ્યું.: ‘હા, આ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને તે મુક્ત થશે.'
સ્થાનાંગમાં દશ આશ્ચર્યોનું વર્ણન છે. આશ્ચર્યને અર્થ છે કઈ કઈ વખતે બનનારી વિશેષ ઘટના. સામાન્ય રૂપમાં આ ઘટના બનતી નથી, પરંતુ અનંતકાલ પછી સ્થિતિ વિશેષથી જે ઘટના બને છે તેને આશ્ચર્યની સંજ્ઞા આપવામાં આવી છે. ચર કઈ દિવસ સૌધર્મ સભામાં જતા નથી અને તેઓ ગયા તે આશ્ચર્ય છે. મહાશુક્ર દેવેનુ આગમન
એકવાર મહાશક દેવલોકમાંથી બે દેવ આવ્યા અને ભગવાન મહાવીરને વંદના કરીને બોલ્યા : “ભગવન , આપના કેટલા શિષ્ય સિદ્ધ ગતિ પ્રાપ્ત કરશે ?” મહાપ્રભુ મહાવીરે ઉત્તર આપ્યો: “મારા સાતસો શિષ્ય સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. યાવત્ બધા દુઃખને અંત કરશે.”
ગણધર ગૌતમે પ્રથમ ધ્યાને સમાપ્ત કરી દ્વિતીય, ધ્યાનમાં પ્રવેશ કરતાં પૂવે એ વિચાર્યું : “આ બે મહામૃદ્ધિ અને મહા પ્રભાવશાળી દેવો કોણ આવ્યા છે? હું એમને જાણતા નથી. એ કયા વિમાનમાંથી અને કયા કારણે આવ્યા છે ?' ભગવાન મહાવીરે ગૌતમના આંતરમાનસની વાત જણાવતાં કહ્યું: “તારા મનમાં આવા પ્રકારના વિચાર ઉદ્દભવ્યા હતા, તે. તું જ એ દેવને પૂછ'. ગૌતમ જેવા દેવોની સામે જવા લાગ્યા કે દેવોએ ઊઠીને ગૌતમને વંદન કર્યા અને કહ્યું : “અમે મહાશુક નામક સાતમાં સ્વગથી આવ્યા છીએ. અમે ભગવાનને પ્રશ્ન કર્યો: ‘આપના કેટલા શિષ્ય સર્વ દુઃખેને અંત આણી મુક્ત થશે ?” ભગવાને મનથી જ ઉત્તર આપ્યો : “મારો સાત શિષ્ય સિદ્ધિને વરશે.' ગણધર ગૌતમ તથા અન્ય શિષ્યને ભગવાન મહાવીરના દિવ્ય જ્ઞાન પર આશ્ચર્ય થયું. આ લેકમાં એ કઈ પદાર્થ નથી જે સર્વજ્ઞ, સર્વદશી સમક્ષ છુપાયેલો રહે. તેઓ હસ્તામલકત બધા પદાર્થોને સ્પષ્ટ રૂપમાં જાણે છે, જુએ છે. પ્રસ્તુત ગ્રંથ
કવેતાંબર જૈન આગમ સાહિત્યમાંથી એકસો ચૌદ કથાઓનું પ્રસ્તુત ગ્રંથમાં સંકલન કરવામાં આવ્યું છે. ચક્રવતી છ ખંડે પર વિજયપતાકા ફરકાવે છે, તેવી જ રીતે આ ગ્રંથમાં પણ છ ખંડ છે, જે સાધકના આંતરિક જીવન પર વિજયવૈજયંતી ફરકાવવા માટે છે. આ ખંડોમાં નીચે જણાવેલાં આગમમાંથી કથાઓ ટાંકવામાં આવી છે: “આચારાંગ, સૂત્રકૃતાંગ, સમવાયાંગ, ભગવતી, વાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અન્તકૂદશાંગ, અનુત્તરપપાતિક, વિપાક, ઔપપાતિક, રાજકીય, છવાભિગમ, જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા, કપાવલંસિકા, પુફિયા, પુફફલિયા, વૃષ્ણુિદશા, ઉત્તરાધ્યન, નંદસૂત્ર, દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર. આગમ સાહિત્યમાં જ્યાં પણ કથા પ્રાપ્ત થાય છે યા આ અંગે સ્ત્રોત ઉપલબ્ધ થાય છે એ બધાનું આ શ્રેષ્ઠ આલને–સંકલન છે. પ્રાચીન આગમની સૂચિઓની અનુસાર આગમમાં કથાઓને અક્ષયેશ હતો. જ્ઞાતાસૂત્રમાં જ હજારો આખ્યાયિકાઓ હતી.
જ્ઞાતાધર્મ કથામાં બે મૃતકબ્ધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ઓગણીસ કથાઓ છે.
(૧) ઉતિક્ષપ્ત જ્ઞાત–મેઘકુમાર (૨) સંઘાટ (૩) અંડક (૪) કુર્મ (૫) શિક્ષક (૬) રોહિણી (૭) મલ્લી (૮) માકંદી " (૯) ચંદ્ર (૧૦) દાવદ્રવવૃક્ષ (૧૧) તુંબ (૧૨) ઉદક (૧૩) મંડૂક (૧૪) તેટલીપુત્ર (૧૫) નંદીફલ (૧૬) અમરકંકા (દ્રૌપદી) (૧૭) આકીર્ણ (૧૮) સુષમા (૧૯) પુંડરીક-કંડરીક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org