________________
૧૩૬
ધર્મકથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન
ચન્દ્ર) વૈશાલીનગરીને ગ્રહણ કરશે. કૃણિકે કુલબાલકની શોધ કરી. માગધિકા વેશ્યાને બોલાવવામાં આવી. માગધિક કપટપણે શ્રાવિકને વેશ ધારણ કરી કલબાલકને પિતામાં અનુરક્ત કર્યો. કૂલબાલક -મિત્તકને વેશ ધારણ કરી કેાઈ પણ રીતે વૈશાલી પહેચી ગયે. એને એ વસ્તુની ખબર હતી કે મુનિસુવ્રતસ્વામીના સ્તૂપના કારણે જ આ નગરી બચી જવા પામી છે. નાગરિકોએ નેમત્તિક સમજીને એને ઉપાય પૂછયો. નૈમિત્તિક વેશધારી કુલબાલકે નાગરિકેને જણાવ્યું: તૂપના કારણે જ શત્રુ તમને હેરાન કરી રહ્યા છે. જે સ્તૂપ તૂટી જશે એટલે શત્રુ અહીંથી ભાગી જશે.’ લેકેએ સ્તૂપ તોડવાનો આરંભ કર્યો. કૂલબાલકના સંકેત અનુસાર કણિકની સેના પાછળ હટવા લાગી અને જ્યારે સ્તૂપ પૂર્ણપણે તૂટી ગયે, એટલામાં કૃણિકે એકાએક આક્રમણ કરી વૈશાલીના કિલ્લાને નાશ કરી નાખે.
શત્રથી બચવા માટે હલ અને વિહલકુમાર હાર અને હાથી લઈને ચાલી નીકળ્યા. પણ ખાઈમાં પ્રરછનરૂપમાં આગ હતી. સેચનક હાથીને વિર્ભાગજ્ઞાન વડે આગની જાણકારી થઈ ગઈ હતી, એટલે તે આગળ વધતો ન હતો. એને પરાણે આગળ વધવા માટે ઉત્તેજિત કરવામાં આવ્યો. એટલે તેણે પોતાની સુંઢ વડે હલ્લ અને વિહલને નીચે ઉતારી મૂક્યા અને પોતે અગ્નિમાં પ્રવેશ્ય. હાથી શુભ અધ્યવસાયમાં આયુષ્ય પૂર્ણ કરી દેવ બને. દેવપ્રદત્ત હારને દેવ ઉઠાવીને . ચાલ્યા ગયા. શાસનદેવ હલ અને વિહલને મહાવીર પાસે લઈ ગયા અને ત્યાં તે બન્ને દીક્ષિત થઈ ગયા.
રાજા ચેટકે આમરણ અનશન કરીને સદ્ગતિ પ્રાપ્ત કરી.૪
બૌદ્ધ પરંપરામાં મગધ વિજયને પ્રસંગ આ પ્રમાણે છે: ગંગાના એક પટ્ટન પાસેના એક પર્વતમાં રત્નોની ખાણ હતી: ‘અાતશત્રુ અને લિચ્છવીઓ વચ્ચે એવી સમજૂતી થઈ હતી કે બન્ને અડધાં અડધાં રત્ન લેશે. અાતશત્રુ ઢીલે હતે. આજકાલ કરતાં તે સમયસર પહોંચી શક્યો નહીં. લિચ્છવીઓ બધાં રને લઈને ચાલ્યા ગયા. અનેકવાર આવું બનતાં એને ઘણે ગુસ્સો આવ્યો. પણુ ગણતંત્રની સાથે યુદ્ધ કેવી રીતે કરી શકાય ? એનાં બાણ નિષ્ફળ જતાં નહીં. એ વિચારીને દરેક વખતે યુદ્ધને વિચાર સ્થગિત કરતા રહો. પણ જ્યારે અત્યધિક હેરાન થયો ત્યારે મનમાં ને મનમાં નિશ્ચિય કર્યો કે “હું વજઓને અવશ્ય વિનાશ કરીશ.” એણે પોતાના મહામંત્રી ‘વસ્યકારીને બેલાવીને તથાગત બુદ્ધ પાસે મોકલ્યા.૭
તથાગત બુદ્ધ કહ્યું : વર્જિયમાં સાત વાત આ પ્રમાણે છે. ૧. સનિપાત-બહુલ છે. અર્થાત તેઓ બધાં અધિવેશનમાં ઉપસ્થિત રહે છે. ૨. એમનામાં એકમત છે. જ્યારે સન્નિપાત ભેરી વાગે છે ત્યારે તેઓ ગમે તે સ્થિતિમાં હોય, બધા એક થઈ જાય છે. ૩. વજળ અપ્રાપ્ત (અવૈધાનિક) વાતને સ્વીકાર નથી કરતા અને વૈધાનિક વાતને ઉકેદ કરતા નથી. ૪. વજછ વૃદ્ધ અને ગુરુજનેને સત્કાર (સમાન) કરે છે. પ. વજછ કુલસ્ત્રીઓ અને કુલકુમારિકાઓ પર ન તે બલાત્કાર કરે છે કે ન તે બલપૂર્વક વિવાહ કરે છે. ૬. વજછ પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. ૭. વજળ અહતેના નિયમોનું પાલન કરે છે. એટલે અહંત એમને ત્યાં આવે છે. આ સાત નિયમ જ્યાં સુધી વજીઓમાં છે અને રહેશે ત્યાં સુધી કોઈ પણ શક્તિ એને પરાજિત કરી શકે નહીં.
પ્રધાન અમાત્ય વસ્યકારે' પાછા આવીને અજાતશત્રને કહ્યું : “બીજો કોઈ ઉપાય નથી. જ્યાં સુધી એમનામાં કઈ ભેદ ન પડે ત્યાં સુધી કે ઈ પણ શક્તિ એમનું નુકશાન કરી શકે એમ નથી. વસ્યકારના સંકેત અનુસાર અજાતશત્રુએ રાજસભામાંથી વસ્યકારને એ આરોપસર કાઢી મૂકયો કે તે વછએને પક્ષ લે છે. વસ્યકારને કાઢી મૂકશે તે ખબર ૧. સમ જ કુલવાલએ, માહિએ ગણિએ મિસ્સએ, રાયા અ અસોગચંદ, વેસલિં નગરી ગહિસ્સએ II
એજને પૃ. ૧૦. ૨. ઉત્તરાધ્યયનસૂત્ર, લક્ષમીવલ્લભ કૃત વૃત્તિ, પત્ર ૧૧ ૩. ભરતેશ્વરબાહુબલીવૃત્તિ, પત્ર ૧૦૦-૧૦૧ ૪. આચાર્ય ભિક્ષુ, ભિક્ષુ-ગ્રંથ રત્નકર, ખંડ-૨, પૃ. ૮૮ ૫. બુદ્ધચર્યા (પૃષ્ઠ ૪૮૪) અનુસાર પર્વતની પાસે બહુમૂલ્ય સુગધવાળો માલ ઊતરતા હતા.' ૬. દીપનિકાય અકથા (સુમંગલ વિલાસિની) ખંડ ૨, પુ. પર ૬ Dr. B.C. Law : Buddhagosha, P III,
હિન્દુ સભ્યતા, પૃ. ૧૯૯. ૭. દીઘનિકાય, મહાપરિનિવાણુસૂત્ત, ૨/૩ (૧૬). ૮. દીઘનિકાય, મહાપરિનિવાસત્ત, ૨/૩ (૧૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org