________________
ધમ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
૧૩૭
વજજીઓને પ્રાપ્ત થઈ. કેટલાક અનુભવીઓએ કહ્યું : “એને આપણે ત્યાં કોઈ સ્થાન ન આપવામાં આવે.” કેટલાક લેકે એ કહ્યું: ‘નહીં, તે મગધને શત્રુ છે, એટલે તે અમારે માટે ખૂબ ઉપયોગી છે. એમણે વસ્યકારને પોતાની પાસે બેલા અને એને “અમાત્યપદ આપ્યું. વસ્યકારે પોતાનાં બુદ્ધિ-બળથી વજઓ પર પિતાને પ્રભાવ જમાવ્યો. જ્યારે ઉજજીગણું એકત્રિત થયે, ત્યારે કોઈ એકને વસ્યકાર પોતાની પાસે બેલાવતો અને એને ધીમેથી કાનમાં પૂછતો : “શું તમે ખેતર ખેડે છે ?' એ ઉત્તર આપતોઃ “હા, હું એવું છું.' મહામાત્ય બીજો પ્રશ્ન એ પૂછતો કે, “બે બળદથી ખેડે છે કે એક બળદથી ?”
બીજો લિચ્છવી એ વ્યક્તિને પૂછતઃ “કહે, મહામાયે તમને એકાન્તમાં લઈ જઈને શું વાત કહી છે તે બધી વાત કરી દેતા. પણ તેઓ કહેતા: ‘તું સત્ય છૂપાવે છે ?' તે કહેતા: ‘જો તેમને મારા પર વિશ્વાસ ન હોય તો હું શું કહી શકુ?” આ પ્રમાણે એક બીજામાં અવિશ્વાસની ભાવના ઉત્પન્ન કરવામાં આવી. અને એક દિવસે એ બધાનાં મનમાં એટલી બધી મલિનતા વ્યાપી ગઈ કે એક તિરછી બીજ લિચ્છવી સાથે બેલવા પણ ઈચ્છતો ન હતો. સનિપાતની ભેરી વાગી, પણ કોઈ પણ આવ્યું નહીં. વરૂકારે અજાતશત્રને છૂપી રીતે સૂચન, મેકલાવી. એણે સિન્ય સાથે આક્રમણ કર્યું. ભેરી વગાડવામાં આવી, પણ યુદ્ધ માટે કોઈ તૈયાર થયું નહીં. અજાતશત્રુએ નગરમાં પ્રવેશ કર્યો અને વૈશાલીને સર્વનાશ કરી નાખ્યો.૧
આ પ્રમાણે જૈન અને બૌદ્ધ બને પરંપરાઓમાં મગધવિજય અને વૈશાલીના નાશનું વિસ્તૃત વર્ણન પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જેના અનુસાર ચેટક અઢાર ગણદેશને નાયક હતા. બૌદ્ધ પરંપરા એને કેવળ પ્રતિપક્ષી જ માને છે. જેના અનુસાર કૃણિકની પાસે ત્રેત્રીસ કરોડની સેના હતી. તે ચેટકની પાસે સત્તાવન કરોડની સેના હતી અને બને યુદ્ધમાં એક કરોડ એંસી લાખ માનવોને સંહાર થયો. બૌદ્ધ અનુસાર યુદ્ધનું નિમિત્ત છેઃ રત્નરાશિ. જેન પરંપરામાં જેમ ચેટકને પ્રહાર અમોધ બતાવવામાં આવ્યો છે, એવી રીતે બૌદ્ધ ગ્રંથ અનુસાર વેજલકોના પ્રહાર અચૂક હતા. નગરની રક્ષાને મૂળ આધાર જૈન અનુસાર સ્તૂપને માનવામાં આવ્યો છે, તે બૌદ્ધ અનુસાર પારસ્પરિક એકતા, ગુરુજનનું સન્માન વગેરેને ગણાવવામાં આવ્યાં છે. જેટલું વ્યવસ્થિત વર્ણન જૈન પરંપરામાં છે તેટલું બૌદ્ધ પરંપરામાં પ્રાપ્ત થતું નથી. વૈશાલીનાં પરાજયમાં બને પરંપરામાં છદ્મભાવને ઉપયોગ થયો છે. વૈશાલીનું યુદ્ધ કેટલે સમય ચાલ્યું ? આ અંગે જૈન પરંપરામાં એક પખવાડિયું પ્રત્યક્ષ યુદ્ધ ચાલ્યું અને કેટલાક સમય કિલ્લાને ભંગ કરવામાં લાગ્યો. બૌદ્ધ પરંપરા અનુસાર “વરૂકાર” ત્રણ વર્ષ સુધી વૈશાલીમાં રહ્યો અને લિચ્છવીઓમાં ભેદ ઊભા કરતો રહ્યો. ડે. રાધાકુમુદ મુખર્જીના અભિપ્રાય પ્રમાણે યુદ્ધની અવધિ ઓછામાં ઓછાં સેલ વર્ષ સુધીની હતી. વિજય તસ્કર
સાધનાની પ્રગતિમાં સૌથી મોટી અડચણ છેઃ પર–પદાર્થો પ્રતિ આસક્તિ. અને જ્યાં સુધી આસક્તિ છે, ત્યાં સુધી આત્માનંદને અનુભવ થતો નથી. જ્યારે ઈન્દ્રિયોના વિષયમાં રાગદ્વેષનું વિષ ભળી જાય છે ત્યારે સમાધિભાવ નષ્ટ થઈ જાય છે. શ્રમણ પોતાના શરીર પર પણ મમત્વ ન રાખે. તે આહાર અને પાણી દ્વારા શરીરનું પોષણ કેવી રીતે કરે છે ? આ દૃષ્ટાન્તને માધ્યમ દ્વારા આ પ્રમાણે બતાવવામાં આવે છે:
- રાજગૃહમાં ધન્ના સાથે વાહ રહેતા હતા. એની પત્નીનું નામ ભદ્રા હતું. અનેક માનતાઓ પછી એને એક પુત્ર થ. એનું નામ દેવદત્ત રાખવામાં આવ્યું. એક વાર પંથક દેવદત્તને બહુમૂલ્ય વસ્ત્રાભૂષણોમાં સુસજજ કરી રમવા માટે લઈ જઈ રહ્યો હતો. દેવદત્ત બાળકે સાથે રમવા લાગ્યું. એક બાજુથી વિજય નામને તસ્કર-ચાર આવ્યો અને દેવદત્તને ઉઠાવીને ચાલ્યો ગયો. તેણે એનાં આભૂષણે ઉતારી લીધાં અને દેવદત્તને કુવામાં ફેંકી દીધે જેથી એનું પ્રાણપંખી ઊડી ગયું. પંથક અનુચરને તો આનું કેઈ ધ્યાન ન રહ્યું. જ્યારે એને આને ખ્યાલ આવ્યો ત્યારે તે બાલક ગૂમ હતો. તેણે ખૂબખૂબ શે. પણ જ્યારે તે ન મળે ત્યારે તે રડતે રડતે ઘેર પાછા આવ્યા. ધન્ના સાર્થવાહે આની ખબર નગરરક્ષકને કરી. શોધ કરતાં અંધકૃપમાંથી બાલકનું શબ મળી આવ્યું. પગનાં ચિહ્નોનું નિરીક્ષણ કરતાં કરતાં તેઓ સઘન ઝાડીઓમાં છુપાઈ રહેલા વિજય પાસે પહોંચી ગયા અને તેને પકડી લઈને ખૂબ માર્યો તથા જેલમાં પૂરી દીધે. ૧. દીઘનિકાય અટ્ટક્યા, ખંડ ૧, પૃ. ૫૧૩. ૨. હિન્દુ સભ્યતા, પૃ. ૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org