________________
૧૨૪
ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
બિલકુલ પ્રસ્તુત ન થયો એટલે આચાર્યને લાગ્યું: ‘તે સ્વયં તે ભષ્ટ થયું છે, પણ તે બીજાને પણ ભ્રષ્ટ કરશે. એટલે રાજસભામાં જઈને એને નિગ્રહ કરું.' આચાર્ય રાજસભામાં આવ્યા અને રાજા બલશ્રીને કહ્યું: “મારા શિષ્ય રહગુપ્ત વિપરીત તથ્યની સ્થાપના કરી છે. અમે જેને બે રાશિમાં માનીએ છીએ, પણ તે અહંકારમાં ડૂબેલે આ સત્યને સ્વીકાર કરી રહ્યો નથી. આપ એને તમારી રાજસભામાં બોલ. એની સાથે ચર્ચા કરીશ'. રાજાએ રાહગુપ્તને રાજસભામાં બોલાવ્યો. છ મહિના સુધી ચર્ચા ચાલુ રહી. રાજા બલશ્રી પરેશાન થઈ ગયા. એણે આચાર્યને નિવેદન કર્યું: “ભગવન, આ ચર્ચાને કારણે રાજસભામાં ડખલ થાય છે.' આચાયે કહ્યું: “હું આજે જ એને નિગ્રહ કરીશ.” વાદને પ્રારંભ થયો. આચાર્યે કહ્યું: ‘જે ત્રણ રાશિવાળી વાત સાચી છે તે આપણે કુત્રિકા પણ જઈએ.” રાજા વગેરે બધાને લઈ આચાર્ય કુત્રિકા પણ ગયા. એમણે ત્યાંના અધિકારી દેવને કહ્યું : “અમને જીવ, અજીવ અને જીવ પદાર્થ આપે, એ દેવે જીવ, અજીવના પદાર્થ લાવીને આપ્યા અને કહ્યું, ને જીવ પદાર્થ આ વિશ્વમાં નથી.” રાજાને આચાર્યના કથનની સત્યતા પ્રતીત થઈ. આચાર્ય દેવે એક ચમાલીશ પ્રશ્નો દ્વારા રેહગુપ્તને નિગ્રહ કરી એને પરાજિત કર્યો.
રાજા બલશ્રીએ આચાર્યનું અધિક સંમાન કર્યું. રોહગુપ્તને તિરસ્કાર થયો. રાજાએ આદેશ આપ્યો કે મારા રાજ્યમાંથી ચાલ્યા જ.’ આચાર્ય એને સંઘમાંથી છૂટો કરી દીધું. રહગુપ્ત પિતાના મતને પ્રચાર કરતો રહ્યો. એના અનેક શિષ્યોએ એના તત્ત્વને પ્રચાર કર્યો, જેનાથી રાશિક મત પ્રચલિત થયો. આંબધિકવાદના પ્રવર્તક : આચાર્ય ગાષ્ઠામાહિલ.
શ્રમણ ભગવાન મહાવીરના પરિનિર્વાણનાં પાંચસે ચોરાશી વર્ષ પછી દશપુરનગરમાં ગઠ્ઠામાહિલે “અધિકમત” ની સંસ્થાપના કરી. | દશપુરનગરમાં બ્રાહ્મણપુત્ર આર્ય રક્ષિત રહેતા હતા. તે અનેક વિદ્યામાં પારંગત થઈને ઘેર પાછા આવ્યા. માતા દ્વારા પ્રેરણું પ્રાપ્ત કરી તેઓ આચાર્ય તસલીપુત્રની પાસે દિક્ષાગ્રહણ કરી દૃષ્ટિવાદને અભ્યાસ કરે છે. ત્યારબાદ આર્ય વજ પાસેથી નવ પૂર્વોનું અધ્યયન કરી દશમા પૂર્વ ના વીસ વેવિક ગ્રહણ કર્યા. દુર્બલિકા પુષ્પમિત્ર, ફલ્યુરક્ષિત અને ગષ્ઠામાહિલ–આ ત્રણ આર્ય રક્ષિતના મુખ્ય શિષ્યો હતા. દુર્બલિકા પુષ્પમિત્ર એકવાર અર્થની વાચન આપી રહ્યા હતા ત્યારે વિંધ્ય એમની વાચના પછી એના પર ચિંતન અને તેની પુનરાવૃત્તિ કરી રહ્યો હતો. આ વિષય હતોઃ જીવનની સાથે કર્મોને બંધ ત્રણ પ્રકારે થાય છેઃ ૧. પૃષ્ટ– કેટલાય કર્મો જીવનપ્રદેશને સ્પર્શ કરે છે અને સ્થિતિને પરિપાક થાય ત્યારે તે એનાથી અલગ થઈ જાય છે. ઉદાહરણ રૂપે કહી શકાય કે, દિવાલ પર ફેંકવામાં આવેલી ધૂળ દિવાલને સ્પર્શ કરી નીચે પડી જાય છેઃ ૨. ધૃષ્ટબદ્ધ. કેટલાય કર્મો જીવપ્રદેશને સ્પર્શ કરી તેની સાથે ચોંટી જાય છે અને થોડા સમય પછી તેનાથી અલગ થઈ જાય છે. દિવાલ પર ભીની માટી ફેંકવાથી તેમાંથી કેટલીક માટી ચેરી જાય છે અને કેટલીક નીચે પડી જાય છે. ૩. ધૃષ્ટબદ્ધ નિકાચિત. કેટલાંક કર્મો જીવપ્રદેશોની સાથે ગાઢપણે બંધાઈ જાય છે. તે કાલાન્તરમાં છૂટાં પડી જાય છે.
આ વિવેચન સાંભળી ગષ્ઠા માહિલના મનમાં એ વિચાર આવ્યો કે જે કર્મને જીવની સાથે બંધાયેલ માનવામાં આવે તે મોક્ષને અભાવ થઈ જશે. કમ જીવન સાથે સ્પષ્ટ થઈ જાય છે, બદ્ધ થતા નથી. તે કાલાન્તરે છૂટા પડી જાય છે. ૧. આવશ્યક નિર્યુક્તિદીપિકામાં ૧૪૪ પ્રશ્નોનું વિવરણ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. વૈશેષિક ષટ્રપદાર્થનું નિરૂપણ કરે
છે. ૧. દ્રવ્ય. ૨. ગુણ. ૩ કર્મ ૪. સામાન્ય ૫ વિશેષ ૬. સમવાય. દ્રવ્યના નવ ભેદ છેઃ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, કાળ, દિકુ, મન અને આત્મા. ગુણના સત્તર ભેદ છે: રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકૃત્વ, સંગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ સુખ, દુઃખ, ઈરછા, કંષ અને પ્રયત્ન. કર્મના પાંચ ભેદ છેઉલ્લેપણ અવક્ષેપણ, પ્રસારણ, આકુંચન અને ગમન. સત્તાના પાંચ ભેદ છેઃ સત્તા, સામાન્ય, સામાન્યવિશેષ, વિશેષ અને સમવાય. આ ભેદનો વેગ [+૧૭૫૫]=૩૬ થાય છે. એને પૃથ્વી, અપૃથ્વી, પૃથ્વી, ને અપૃથ્વી–એ ચાર વિકલ્પોથી ગુણવાથી ૩૬૪૪=૧૪૪ ભેદ પ્રાપ્ત થાય છે. આચાર્યો આ પ્રમાણે ૧૪૪ પ્રશ્નો દ્વારા રાહગુપ્તને નિરૂત્તર કરીને એને પરાજય કર્યો.
આવશ્યકનિયુક્તિ દીપિકા, પત્ર, ૧૪પ-૧૪૬. ૨. પંચસયા ચુલસીઆ તઈઆ સિદ્ધિ ગયસ્સ વીરસ્ય, અદ્ધિગાણ દિષ્ટિ દસપુરનયરે સમુ૫ના છે
–આવશ્યકભાષ્ય, ગાથા ૧૪૧ ૩. આવશ્યક, મલયગિરિવૃત્તિ, પત્ર ૪૧૬માં આ સ્થાને બદ્ધ, બદ્ધસ્કૃષ્ટ અને બહપૃષ્ટ નિકાચિત–એ શબ્દો આપેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org