________________
ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
૧૨૯
ગૌશાલકના શરીરમાં ભયંકર વેદના થઈ. વિક્ષિપ્ત થયેલે તે અહીંતહીં નિસાસા નાંખતે નાંખતે ગમે તેમ કરીને કુભનારાપણમાં આવી પહોંચ્યું. તે પિતાના દેશ છૂપાવવા માટે ચાર પાનકપેય અને ચાર અપાનક અપેય પ્રરૂપિત કરી રહ્યો હતો. ચાર પાનક આ પ્રમાણે છે: ૧. ગાયના પૃષ્ઠ ભાગમાંથી પડેલ, ૨. હાથથી ઉલેચ્યું હોય એવું, ૩. સૂર્યના તાપથી તપેલું, ૪. શિલાઓમાંથી પડેલું.
ચાર અપાનક આ પ્રમાણે છેઃ જે પીવા માટે યોગ્ય નથી પણ દાહ વગેરેના ઉપશમ માટે વ્યવહારોગ્ય છે. જેમ કે ૧. સ્થાલ પાણીથી ભિનાં થયેલાં ઠંડાં નાનાં-મોટાં વાસણ, જેને હાથથી સ્પર્શ કરવામાં આવે પણ તે પાણું પીવામાં ન આવે. ૨. ત્વચાપાણું. કેરી, ગોટલી તથા બેર વગેરેનાં કાચાં ફળ મોંમાં ચાવવાનાં પણ એને રસ પીવાને નહીં. ૩. ફળાનું પાણી. અડદ, મગ, મકાઈના કાચા દાણા ચાવવા પરંતુ એને રસ પીવો નહીં. ૪. શુદ્ધ પાણું.
શ્રાવસ્તીમાં અત્યંપુલ” નામને આજીવીકેપાસક રહેતો હતો. એને “હલા' વનસ્પતિના આકાર અંગે શંકા થઈ. તે રાત્રિસમયે જ ગૌશાલક પાસે આવ્યો. તે સમયે ગૌશાલક મદ્યપાન કરે એવો હસતો હતો અને નાચતા હતા. તે શરમ અનુભવી પાછા ફરવા લાગ્યો. ગૌશાલકે સ્થવિરેને મોકલી એને પાછા બોલાવ્યો અને કહ્યું: “તું મારી પાસે આવ્યા છે પણ મારી આ સ્થિતિ જોઈને તું પાછા ફરવા માગે છે, પરંતુ મારા હાથમાં કાચી કેરી નથી, કેરીની છાલ છે. નિર્વાણ સમયે તે પીવું આવશ્યક છે. નિર્વાણના સમયે નૃત્ય, ગીત વગેરે પણ આવશ્યક છે, એટલે તું પણ વીણુ બજાવ.”
ગૌશાલકને લાગ્યું કે તે હવે લાંબો સમય જીવી શકશે નહીં, એટલે એણે પોતાના સ્થવિરોને બોલાવીને કહ્યું: “જે મારું મૃત્યુ થઈ જાય તે માટે શરીરને સુગંધિત પાણીથી નવડાવશે, ગેરૂવસ્ત્રથી શરીરને લૂછશે, ગોશીષ ચંદનને લેપ કરજે, બહુમૂલ્ય વેત વસ્ત્ર પહેરાવજો અને બધા પ્રકારના અલંકારથી એને શોભાવજે. એક હજાર માણસ ઉઠાવી શકે એવી પાલખીમાં બેસાડીને એવી ઘોષણા કરજો કે, “ચોવીસમા તીર્થકર મંલિપુત્ર ગૌશાલક સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ ગયા”
સાતમી રાત્રિ પસાર થઈ રહી હતી. એનું મિથ્યાત્વ નાશ પામ્યું અને સમ્યક્ત્વની ઉપલબ્ધિ થઈ. ગૌશાલકને પિતાને પોતાના દુષ્કૃત્ય પર પશ્ચાત્તાપ થયો. હું જિન નથી પણ મેં જિન હોવાને દાવો કર્યો હતો. પોતાના ધર્માચાર્ય પ્રત્યે દ્વેષ કર્યો અને શ્રમણાની હત્યા કરી. આ મેં ભયંકર ભૂલ કરી છે. એ સમયે ગૌશાલકે સ્થવિરેને બેલાવીને કહ્યું : “મારાથી યંકર ભૂલ થઈ છે. એટલે મારા મૃત્યુ બાદ મારા ડાબા પગમાં દોરડું બાંધજો અને મારા મોંમાં ત્રણ વાર થંકજે. શ્રાવસ્તીના રાજમાર્ગ પર મને લઈને નીકળો ત્યારે આ પ્રમાણે છેષણ કરાવા : “ગૌશાલક જિન નથી, ભગવાન મહાવીર જ જિન છે. મરી ગયેલા કૂતરાની માફક મને ઘસડીને લઈ જજો.” એણે સ્થવિરો પાસે આ અંગે સોગંદ લેવડાવ્યા અને તે રાત્રે જ તે મૃત્યુ પામ્યો. - સ્થવિરોએ વિચાર્યું": જે અમે ગૌશાલકના કથનાનુસાર કરીશુ તે અમારી અને અમારા ગુરુની પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે. જે એમના કથનની ઉપેક્ષા કરીશુ તે ગુરુ આજ્ઞાને ભંગ થશે.” એમ વિચારીને એમણે કુમ્ભકારાપણને બંધ કરી આંગણામાં શ્રાવસ્તીનું ચિત્ર બનાવ્યું તથા ગૌશાલકના કથનાનુસાર બધું કાર્ય કર્યું. એ પછી ગૌશાલકના પ્રથમ આદેશ અનુસાર એની ચર્ચા–પૂજા કરી અને ધૂમધામથી એની શબયાત્રા કાઢી તથા અંતિમ સંસ્કાર કર્યા..
આ પ્રમાણે હે ગૌતમ, મારે કુશિષ્ય ગૌશાલક જીવનની અંતિમ ક્ષણેમાં પ્રશસ્ત ભાવનાને કારણે બારમાં દેવકમાં અચુત ક૯પમાં દેવ બન્યા. ત્યાંથી યુત થઈ અને તે અનેક ભવમાં પરિભ્રમણ કરતા એવા એને સામ્યત્વની ઉપલબ્ધિ થશે અને દૃઢપ્રતિg કેવલી બનીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે.
આ પ્રમાણે પ્રસ્તુત કથાનકમાં ગૌશાલકનું વ્યવસ્થિત રીતે જીવનચરિત્ર આપવામાં આવ્યું છે. સંશોધન કરનારને એમાંથી વિપુલ સામગ્રી પ્રાપ્ત થાય છે.
ગૌશાલક નિહ ન હતો, મિથ્યાત્વી હતા. ભગવતી સિવાયના આગમનાં વ્યાખ્યા સાહિત્યમાં એના અમાનવીય કૃત્યેની લાંબી યાદી આપવામાં આવી છે. ગૌશાલકે પિતાના લૌકિક પ્રભાવથી જનમાનસને આકર્ષિત કર્યું હતું. ઘણા
૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org