________________
૧૨૬
ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
બૌદ્ધ સાહિત્યમાં પણ “મકખલી ગોશાલને આછવક નેતા કહેવામાં આવ્યું છે. આ અંગે એક કથા છેઃ ગૌશાલક એક દાસ હતા. તે પોતાના સ્વામીની આગળ તેલને ઘડે લઈને ચાલતા હતા. થોડેક આગળ ગયા પછી લસરી પડાય એવી ચીકણી જમીન આવી. મફખલીના સ્વામીએ કહ્યું: ‘તાત, મા ખલિ, મા ખલિ’–અરે પડતે નહીં, અરે પડતો નહીં.' પરંતુ ગૌશાલકને પગ ખસી ગયો અને તેલ જમીન પર ઢોળાઈ ગયું. મકખલી સ્વામીના ભયને કારણે નાસવા લાગ્યા. પણ સ્વામીએ ભાગતા એવા એનું વસ્ત્ર પકડી લીધું. તે વસ્ત્રને પડતું મૂકી નાગો જ ભાગી ગયે. આ પ્રમાણે તે નાગે થઈ ગયો અને લોકો એને “મખલી’ કહેવા લાગ્યા.'
પ્રસ્તુત કથા બૌદ્ધ પરંપરામાં ઉત્તરકાલીન સાહિત્યમાં જોવા મળે છે એટલે વિદ્વાનેએ એનું અધિક મહત્ત્વ માન્યું નથી.'
પાણિનીએ એને “મસ્કરી’ શબ્દ માને છે. “મસ્કરી’ શબ્દને સામાન્ય અર્થ પરિવ્રાજક કર્યો છે. ભાગ્યકાર પંતજલિએ નોંધ્યું છે કે, “મશ્કરી તે સાધુ નથી કે જે હાથમાં મસ્કર વા વાંસની લાકડી લઈને ચાલે. તે પછી તે શું છે? મશ્કરી એ છે જે ઉપદેશ આપે છે કે, કમ કરે નહીં, શાંતિનો માર્ગ જ શ્રેયસ્કર છે. પાણિની અને પતંજલિએ ગૌશાલના નામને નિર્દેશ કર્યો નથી, પણ પરંતુ એનું લક્ષ્ય એ જ છે. કર્મ ન કરે.' એ વ્યાખ્યા એ સમયે પ્રચલિત થઈ, જયારે ગૌશાલક એક ધર્માચાર્ય તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. જૈન આગમ તેમજ આગમેતર સાહિત્યમાં - ગૌશાલકને મંખલિને પુત્ર તે મા જ છે પણ સાથે સાથે ગૌશાલામાં જન્મ્યો હોવાનું પણ માન્યું છે. જેનું સમર્થન પાણિની ‘ગૌશાલાયાં જતઃ ગૌશાલ?' [૪,૩,૩૫)ની વ્યત્પત્તિ આ વ્યુત્પત્તિના નિયમ પ્રમાણે કરે છે. આચાર્ય બુદ્દઘોષે સામંજફલસુત્તની ટીકામાં ગૌશાલકને જન્મ ગૌશાલામાં થયું હતું એમ માન્યું છે.'
આધુનિક શોધકર્તાઓએ ગૌશાલક અને આછવક મત અંગે નવીન સ્થાપના કરવાનો પ્રયાસ કર્યો છે. પણ દુઃખ એ છે કે નવીન સ્થાપના કરતી વખતે ઇતિહાસ અને પરંપરા તરફ એમણે ધ્યાન આપ્યું નથી. એમની આ સ્થાપના સાચી ન બનતાં મિથ્યા બની ગઈ છે. શ્વેતાંબર ગ્રંથો પ્રમાણે ગૌશાલકના ગુરુ શ્રમણ ભગવાન મહાવીર હતા. દિગંબર પરંપરાની દૃષ્ટિએ ગૌશાલક ભગવાન પાર્શ્વનાથની પરંપરાનો એક શ્રમણ હતા. તે ભગવાન મહાવીરની પરંપરામાં આવીને ગણધર બનવા ઈચ્છતો હતો. પરંતુ જ્યારે એને ગણધર પદ ન મળ્યું ત્યારે તે જુદા થઈને શ્રાવસ્તીમાં આવ્યો અને પોતાને “તીર્થકર કહેવા લાગ્યો.૭
ડો. વેણીમાધવ બરવાએ નોંધ્યું છે કે, “એમ તે કહી શકાય કે જૈન અને બૌદ્ધ પરંપરામાંથી પ્રાપ્ત માહિતીથી તે પ્રમાણિત થઈ શકતું નથી કે જૈન ગૌશાલક મહાવીરના બે ઢૉગી શિષ્યમાંથી એક હેવાનું જણાય છે. એનાથી ઊલટું આ જાણકારીથી વિપરીત એ પ્રમાણિત થાય છે કે આ બન્નેમાં જે કંઈ એકબીજાને ઋણું હોય તે તે વસ્તુતઃ ગુરુ જ ઋણી છે, નહીં કે જેને દ્વારા માનવામાં આવે છે એ એમને ઢાંગી શિષ્ય, ડે. બરુઆ આગળ નેધે છે કે, ભગવાન મહાવીર પહેલાં પાર્શ્વનાથી પરંપરામાં હતા. પરંતુ એક વર્ષ પછી જ્યારે તેઓ અચેલક થયા ત્યારે તેઓ આજીવક પંથમાં ચાલ્યા ગયા હતા. ગૌશાલક ભગવાન મહાવીરથી બે વર્ષ પૂર્વે જિનપદ પ્રાપ્ત કરી ચુક્યા હતા. ૧૯ :. બરુ આ ૧. (ક) ધમ્મપદ, અઠકથા, આચાર્ય બુદ્દઘોષ, ૧,૧૪૩
(ખ) મજિઝમ નિકાય–અઠકથા ૧,૪૨૨ ૨. આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન, પૃ. ૪ ૩. મસ્કરમસ્કરિણી વેણુપરિવ્રાજકઃ I ૪. ન વૈ મસ્કરોઅસ્વસાતિ મરકરી પરિવ્રાજકઃ કિ તહિં ? માત કર્માણિ માકત કમણિ શાનિર્વ: શ્રેયસીત્યાહાતે
મશ્કરી , –પાતંજલ મહાભાષ્ય, ૬, ૧, ૧૫૪ પ. સુમંગલ વિલાસિની (દીધનિકાય, અટ્રકથા) પૃ. ૧૪૩–૪૪
ભગવતી, ૧૫મું શતક મસયરિ પૂરણરિસિ ઉપર પાસણાહતિથમિ, સિરિવાર સમવસરણે અહિયઝુણિયા નિયરોણ છે. બહિણિગએણુ ઉત્તમઝે એયાર સાગંધારિરસ, ગિઈ ઝણણ અરુહો ગ્ગિય વિસાસ સીસસ્સ I ણમણુઈ જિણુકહિય
સુયં સંપઈદિખાય ગહિય ગેયમ, વિપયભાસી તહા મોકM ણ | –ભાવસંગ્રહ ગા. ૧૭૬–૧૭૯. ૮. The Ajivikas, J. D. L, Vol II, 1920, PP. 17-18 ૮. The Ajivikas, J. D. L. Vos, II 1920, PP. 18 ૧૦. The Ajivikas, J. D. L, Vol. In 1920 p. 21.
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International