________________
ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
-
-
-
-
-
-
અલબર્ટ આઈન્સ્ટીનના અપેક્ષાવાદના સિદ્ધાન્તાનુસાર “ઈથર અભૌતિક, અપરિમાવિક, આકાશની જેમ વ્યાપક, અરૂપ, ગતિનું અનિવાર્ય માધ્યમ અને પોતે પોતાનામાં જ સ્થિર છે. ૧
અધર્માસ્તિકાય અવસ્થિતિમાં સહાયક છે. કેટલાય આધુનિક ચિંતક અધમ દ્રવ્યની તુલના યા સમાનતા ગુરુત્વાકર્ષણ અને ફીલ્ડ સાથે કરે છે. પરંતુ ડો. મોહનલાલ મહેતાનું મંતવ્ય છે કે, ગુરુત્વાકર્ષણ (Gravitation) અને ફિલ્ડ (Field)થી અધર્મ જુદું અને એક સ્વતંત્ર તત્વ છે.
એકવાર કાલેદાયી અણગારે ભગવાન મહાવીર સમક્ષ જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો : “ભગવાન, જીવ અશુભ ફળવાળાં કર્મો સ્વયં કેવી રીતે કરે છે ?
મહાવીરે એનું સમાધાન કરતાં કહ્યું: ‘જેવી રીતે કોઈ માનવ સ્નિગ્ધ, સુગન્ધિત, વિષ મિશ્રિત માદક પદાર્થનું ભજન કરે. તેને તે ભજન અત્યંત પ્રિય લાગે છે. તે વખતે થનાર નુકસાનનું વિસ્મરણ થઈ જાય છે. પરંતુ એ ભોજન ખાનાર પર એની માઠી અસર તે પડે જ છે. એવી રીતે હિંસા, અસત્ય, ચોરી, કુશીલ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેજ, રાગ વગેરે પાપોનું સેવન કરતી વખતે તે બધાં અત્યંત મધુર લાગે છે. પણ એનાથી જે પાપકર્મ બંધાય છે, તે ઘણું અનિષ્ટકારક થાય છે તથા તે ફળ પાપ કરનારને જ ભોગવવાં પડે છે.”
ભગવન, જીવ શુભ કર્મો કેવી રીતે કરે છે ? કાલેદાયીએ પૂછ્યું.
મહાવીર : “જેવી રીતે માનવ ઔષધમિશ્રિત ભજન કરે છે. તે ભોજને તીખું, કે કડવું હોવા છતાં પણ તે બળ અને વીર્યવર્ધક હોય છે, એટલે જ લેકે તે ખાય છે. એવી રીતે અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ક્ષમા, અલભ વગેરે શુભ કર્મોની પ્રવૃત્તિઓ મધુર લાગતી નથી, પણ એનું પરિણામ અત્યંત સુખકર હોય છે.”
કાલોદાયીએ પુન જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો : “ભગવન, બે વ્યક્તિઓ છે. બંને પાસે સમાન ઉપકરણ છે. એક અગ્નિને પ્રજવલિત કરે છે, અને બીજો એને બુઝાવી નાખે છે. કૃપા કરીને એ જણાવોઃ પ્રજવલિત કરનારો વધુ પાપને ભાગીદાર થાય છે કે અગ્નિને બુઝાવનારે ?'
- ભગવાને કહ્યું : “જે અગ્નિને પ્રજવલિત કરે છે, તે અધિક આરંભ અને કર્મબંધન કરે છે. કેમકે પૃથ્વી, જલ, વાયુ, વનસ્પતિ અને વ્યસની હિંસા તે વધુ કરે છે. અને અગ્નિની હિંસા ડીક કરે છે, જે અગ્નિ બુઝાવે છે તે અગ્નિને આરંભ અધિક કરે છે અને પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ અને વ્યસની હિંસા થડી કરે છે. અગ્નિથી થનારી હિંસા તે ઘટાડે છે, એટલે આગ સળગાવનાર આરંભ અધિક કરે છે, અને જયારે આગ બુઝવનાર ઓછી.”
કાલોદયી : “ભગવાન, શું અચિત્ત પુગગ પ્રકાશ યા ઉદ્યોત કરે છે ? તે કેવી રીતે પ્રકાશિત થાય છે ?
મહાવીર : “અચિત્ત પુદગલ પ્રકાશ કરે છે. જ્યારે કેઈ તેજલેશ્યાધારી મુનિ તેજલેશ્યા છોડે છે, ત્યારે તે પુદગલે દૂર દૂર સુધી જઈને પડે છે. તે દૂર અને સમીપમાં પ્રકાશ ફેલાવે છે. પુલ અચિત્ત હોવા છતાં તેને પ્રતા હિંસા કરનાર અને પ્રયોગ હિંસાજનક બને છે.”
ભગવાનના ઉત્તરથી કાલોદાયી અણગારના મનનું સમાધાન થઈ ગયું. એણે વિવિધ તપની આરાધના કરી જીવનની સંધ્યાએ સમાધિપૂર્વક મોક્ષ પ્રાપ્ત કર્યો.
પ્રસ્તુત કથાનકમાં અનેક તલસ્પર્શી પ્રશ્નોને ઉકેલ છે આ ઉકેલ ભગવાન મહાવીરના અગાધ જ્ઞાનને ઘોતક છે. સામાન્ય માનવી આ પ્રકારના ઉત્તર આપી શકે નહીં. પુંડરીક અને કંડરીક
પુલાવતી વિજયમાં મહાપદ્મ સમ્રાટ હતો. તે શ્રમણ બને. એમને જયેષ્ઠ પુત્ર પુંડરીક રાજ્યનું સંચાલન કરવા લાગ્યું અને કંડરીક યુવરાજ બન્ય, મહાપદ્મ સિદ્ધ, બુદ્ધ, મુક્ત બન્યા. કેટલાક સમય પછી એક બીજા સ્થવિરનું
ત્યાં આગમન થયું. કંડરીકને વૈરાગ્ય થયું. રાજા પુંડરીકે એને ખૂબ સમજાવ્યો પણ એણે દીક્ષા ગ્રહણ કરી લીધી. કેટલાક સમય પછી કંડરીક મુનિને દેહ-જવર લાગુ પડ્યો. મહારાજ પુંડરીકે એમને ઔષધિઉપચાર કરાવ્યો. સ્વસ્થ થયા પછી પણ કંડરીક મુનિ ત્યાં જ થોભી ગયા. રાજાએ નમ્રપણે જણાવ્યું : “શ્રમણ મર્યાદા પ્રમાણે આપને વિહાર કરવો યોગ્ય છે.” 1. Thus it is proved that Science and Jain Physics agree absolutely so far as they call Dharma
(Ether] non-material, non-atomic, non-discrete, continuous, co-extensive with space, indivisible and as a necessary medium for motion and one which does not itself move.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org