________________
૧૦૮
ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન
અનર્થ કારી માનતા, તેઓ એટલા બધા ઉદાર હતા. કે એમનાં બારણાં સર્વ માટે સદાય ખુલ્લાં રહેતાં. એમનું ચારિત્ર્ય એટલું નિર્મળ હતું કે તેઓ કોઈપણ જાતની રોકટોક વગર રાજાના અંતઃપુરમાં જઈ શકતા હતા, પણ કેઈને કંઈ અનુચિત લાગતું ન હતું. તેઓ આઠમ, ચૌદશ, અમાસ અને પૂનમના દિવસે પૂર્ણપણે પૌષધ ઉપવાસ કરતા હતા. નિર્મન્થને નિર્દોષ આહાર, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કમ્બલ, રજોહરણ, પીઠફલક શય્યા, સંસ્કારક, ઔષધ અને ભેષજએ બધાંનું દાન આપતા હતા.
એકવાર ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સ્થવિર ભગવાન ત્યાં પધાર્યા. એ સાંભળી ગિયાનગરીના શ્રાવકે ખુશ થયા. તેઓ સ્થવિર ભગવાન પાસે ગયા. એમને પાંચ અભિગમ કર્યા : (૧) સચિત્ત દ્રવ્ય-ફૂલ, પાન વગેરેને ત્યાગ (૨) અચિત્ત દ્રવ્ય–વસ્ત્રાદિમાં મર્યાદા (૩) એક વસ્ત્રના (સિલાઈ વગરના) દુપટાને ઉત્તરાસંગ કરવો (૪) સાધુ-મુનિરાજ દૃષ્ટિ ગોચર થતાં જ બને હાથ જોડીને મસ્તક પર લગાવવા (૫) મનને એકામ કરવું.
આ પાંચ અભિગમ કરી તેઓ સ્થવિર ભગવતેની સમીપ જઈને ત્રણ વાર પ્રદક્ષિણા કરી પર્ય પાસના કરવા માંડયા, એ પછી સ્થવિર ભગવંતોએ એમને ચાતુર્યામ ધર્મને ઉપદેશ આપ્યો. શ્રમણોપાસક્રેએ સ્થવિર ભગવંતેને પૂછ્યું: “સંયમ તપનું શું ફળ છે? એમણે કહ્યું: “સૂવથી મુકત થવું'. ફરીથી પ્રશ્ન કર્યો : “જે સંયમ અને તપનું ફળ અનાશ્રવ છે તો પછી સંયમસાધક દેવલોકમાં કેમ ઉત્પન્ન થાય છે ?” સ્થવિરેએ સમાધાન કર્યું : “સંયમની સાથે રાગદેષ વગેરે કષય વિદ્યમાન છે એના કારણે તેઓ દેવ બને છે. અર્થાત સરાગસંયમ, બાલતપેકમ અને અકામનિર્જરા વગેરે કારણોને લીધે તેઓ દેવ બને છે.' સ્થવિરના ઉત્તરથી શ્રમણે પાસકને સંતોષ થયો. આનાથી એ સ્પષ્ટ થાય છે કે તંગિયાનગરીના શ્રાવકોનું જીવન એક આદર્શ શ્રાવકનું જીવન હતું. એમના જીવનમાં સર્વ ગુણ વિકસિત હતા કે જે એક શ્રાવકના જીવનમાં અપેક્ષિત હતા.
ગણધર ગૌતમ રાજગૃહમાં ભિક્ષા માટે ભ્રમણ કરતા કરતા તંગિયાનગરીને શ્રાવકોએ પાપત્ય સ્થવિરોને જે પ્રક પૂગ્યા અને એમણે જે ઉત્તર આપ્યા તે બધું સાંભળ્યું. એટલે એમણે ભગવાન મહાવીરને પૂછ્યું : “શું (તે) સ્થવિરેને ઉત્તરે યથાર્થ હતા ?” ભગવાને કહ્યું: “પૂર્ણ અને યથાર્થ હતા.’ આનાથી એ સિદ્ધ થાય છે કે ભગવાન મહાવીર અને ભગવાન પાવનાથની આચારસંહિતામાં કોઈ ભેદ હતો, પરંતુ સૈધાનિક દૃષ્ટિએ બને પરંપરામાં મતભેદ ન હતો. ત્યાં સુધી કે સૈધાનિક દૃષ્ટિથી કે ઈ પણ તીર્થકરના શાસનમાં મતભેદ થતા નહીં. નંદ મણિયાર
ભગવાન મહાવીરનું રાજગૃહમાં આગમન થયું તે વખતે દરાવત’સ વિમાનને રહેવાસી ‘દર' નામને દેવ ત્યાં આવ્યું. એણે બત્રીસ પ્રકારનાં નાટક કર્યા. ગણધર ગૌતમે આ અંગે પ્રશ્ન કર્યો. પ્રભુએ કહ્યું: “રાજગૃહ નગરમાં નંદ નામે મણિયાર હતા. તે મારો ઉપદેશ સાંભળીને શ્રમણોપાસક બન્યો. પરંતુ લાંબા સમય પર્યન્ત સાધુસમાગમ ન થવાને કારણે અને મિથ્થાત્વીઓના નિકટના સંપર્કમાં રહેવાને કારણે તે મિથ્યાત્વી બની ગયે. તથાપિ તપ વગેરે ક્રિયા પૂર્વવત ચાલી રહી હતી. એક વખત તે સખત ઉનાળાની ઋતુમાં અષ્ટમ ભક્ત તપની આરાધના કરી રહ્યો હતો, એ વખતે એને તીવ્ર ભૂખતરસ સતાવવા લાગી. એના મનમાં એવો ભાવ થયે : “હું વાવ અને બગીચા વગેરેનું નિર્માણ કરીશ.” બીજે દિવસે પષધ વગેરેથી પરવારી તે રાજાની પાસે ગયો. અનુમતિ મેળવીને એણ સુંદર વાવ બંધાવી, બગીચા બનાવરાવ્યા, ચિત્રશાળા, ભોજનશાળા, ચિકિત્સાલય, અલંકારશાળા વગેરે બંધાવ્યાં. લેકે એને ઉપયોગ કરવા લાગ્યા અને નંદ મણિયારનો મુક્તકંઠે પ્રસંશા કરવા લાગ્યા. આ પ્રસંશા સાંભળી તે ખુશ થયા. એને એ પ્રત્યે ખૂબ આસકિત થઈ ગઈ. નંદ મણિયારના શરીરમાં સોળ મહારોગ ઉત્પન્ન થયા. એનાં નામ આ પ્રમાણે છે: (૧) શ્વાસ (૨) (કાસ) ખાંસી (૩) તાવ (૪) દાહ (૫) પેટનું શૂળ–દુખાવો (૬)ભગંદર ૭) અર્શ-મસા (૮) અજીર્ણ (૮) આંખની પીડા (૧૦) માથાનો દુઃખાવો (૧૧) ખાવાની અરુચિ (૧૨) આંખને દુખાવો (૧૩) કાનને દુખાવો (૧૪) કંડ-ખજવાળ (૧૫) દાદર-જલેબર (૧૬) કાઢ.
આચારાંગમાં સેળ મહારોગનાં નામ બીજા પ્રકારે મળે છે. વિપાક, નિશીથભાષ્ય વગેરેમાં સોળ પ્રકારના રોગોના ઉલેખ છે. પણ નામમાં ફેરફાર છે. ચરકસંહિતામાંજ આઠ મહારોગોનું વર્ણન મળે છે.
૧. આચારાંગ, ૬-૧-૧૭૩ ૨. વિપક. ૧, પૃ. ૭ ૩. નિશીથભાષ્ય, ૧૧/૩૬૪૬ ૪. વાતવ્યાધિરપસ્મારી કુષ્ઠી શેફી તથાદરી . ગુલ્મી ચ મધુમેહી ચ, રાજકમી ચ યે નરક છે.
–ચરકસંહિતા, ઈન્દ્રિય સ્થાન ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org