________________
૧૦૬
ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન
કેશી : “સ્નાન કરી તેમજ સુગંધિત દ્રવ્યનું લેપન કરી તું પસાર થઈ રહ્યો હો, ને તે વખતે કોઈ વ્યક્તિ શૌચગૃહમાં બેઠાં બેઠાં તને ત્યાં આવીને બેસવાનું કહેવું તે શું તું ત્યાં જઈને બેસીશ અને તેની વાત સાંભળીશ ?'
પ્રદેશી : “હું શૌચગ્રહમાં ન જાઉં, કેશી : “સ્વર્ગ માં ઉત્પન્ન થયેલા દેવ માનવલોકમાં આવવાનું પ્રસંદ કરતા નથી. એમને અહીંની ગંધ અપ્રિય હોય છે.”
પ્રદેશી : “એક ચોરને મેં પીપમાં મૂકીને ઉપરથી ઢાંકણું બંધ કરી દીધું. કોઈ પણ જગ્યાએ કઈ પણ પ્રકારનું છિદ્ર ન રહે તે માટે એને લોખંડ અને સીસા વડે પેક કરી દીધું. પછી તેની ચોકી કરવા વિશ્વાસુ પહેરેગીરે રાખ્યા. કેટલાક સમય પછી પીપને ઉઘાડીને જોયું તે તે મરી ગયેલ હતા. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે, જીવ અને શરીર એક છે.”
કેશી : “એક વ્યક્તિ કુટાગારશાલાનાં દ્વાર બંધ કરીને ભેરી વગાડે તે બહાર બેઠેલી વ્યક્તિ તે સાંભળે છે કે નહીં ? તેવી જ રીતે જીવ પૃથ્વી, શીલા પર્વત વગેરે ભેદીને પણ બહાર આવે છે. એટલે જીવ અને શરીર એક નથી.'
પ્રદેશી : “મેં એક ચોરને પીપમાં કેદ કર્યો હતો. તેના મૃત દેહમાં કીડા ખદબદી રહ્યા હતા; જોકે પીપમાં કોઈ પણ જગ્યાએ છિદ્ર ન હતું. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે જીવ અને શરીર ભિન્ન નથી પણ એક છે.”
કેશી : તે લહારને લેઢાને ફૂંક મારતે જોયે છે ને ? તે લોદ્ર અગ્નિમય બની જાય છે. જોઢામાં આ અગ્નિ કેવી રીતે પ્રવેશ્યા ? એમાં તે કઈ પણ જગ્યાએ છિદ્ર ન હતું. તેવી જ રીતે જીવ અનિરુદ્ધ ગતિ કરનાર છે. આનાથી જીવ અને શરીરની પૃથકતાં સિદ્ધ થાય છે.'
પ્રદેશીઃ “એક વ્યક્તિ (હાલ) ધનુર્વિદ્યામાં નિપુણ છે. પણ બાળપણમાં તે તે એક પણ બાણ છોડી શકતો ન હતો. બાળપણ અને યુવાવસ્થામાં જે જીવ એકને એક હોય તો હું સમજુ કે જીવ અને શરીર ભિન્ન છે.”
દેશી : “ધનુર્વિદ્યામાં નિષ્ણાત વ્યક્તિ શક્તિશાળી છે પણ ઉપકરણના અભાવમાં તે પોતાની શક્તિ બતાવી શકતા નથી. આમેય બાળપણમાં ઉપકરણ બળવાન ન હોવાને લીધે તે પોતાની શક્તિ પ્રદર્શિત કરી શકતા ન હતા. પણ યુવાવસ્થામાં ઉપકરણ શક્તિશાળી થવાથી તે પોતાની શક્તિ બતાવી શકે છે.'
પ્રદેશી : “જ્યારે તે જીવતો હતો ત્યારે કોઈ ચોરનું અમે પહેલાં વજન કર્યું અને પછી તેને મારી નાંખીને ફરી વજન કર્યું, તો એમાં કઈ ફેર ન જણાયો. એટલે એમ કહી શકાય કે જીવ અને શરીર વચ્ચે અભિન્નતા છે.”
કેશી : “જેવી રીતે ખાલી અને હવાથી ભરેલી મશકના વજનમાં કેઈ (ખાસ) ફેર પડતો નથી. એવી જ રીતે જીવતા અને મરેલા માણસના વજનમાં કઈ ફરક પડતો નથી. જીવ અમૂર્ત છે. એને પિતાનું કઈ વજન હોતું નથી.'
પ્રદેશી : “મેં ચોરનાં દરેક અંગઉપાંગ કાપીને જોયાં. પણ એ કઈમાં છવ દેખાય નહીં, એટલા માટે કે જીવને અભાવ છે.'
કેશી : “મને લાગે છે કે તું મૂઢ છે. તારી પ્રવૃત્તિ પણ પેલા કઠિયારા જેવી છે. કેટલાક લેકે લાકડાં લેવા જંગલમાં ગયા. એમની પાસે અગ્નિ પણ હતા. એમણે એમના એક સાથીને કહ્યું: “અમે જંગલમાં ઘણે દૂર જઈએ છીએ. તું અમારે માટે ભોજન તૈયાર કરી રાખજે, કદાચ જે અગ્નિ બુઝાઈ જાય તે અરણિનાં લાકડાં વડે આગ પ્રગટાવી લેજે.' એમ કહી એના સાથીઓ જંગલમાં ચાલ્યા ગયા. પછી આગ બુઝાઈ ગઈ. એણે લાકડાં આમતેમ ઉલટાવી–પલટાવીને જયાં પણ એમાં અગ્નિ દેખાયું નહીંએણે લાકડાંને ચીરીને નાના ટુકડા કરી નાંખ્યા, તે પણ તેને અગ્નિ મળે નહીં. તે હતાશ અને નિરાશ થઈ વિચારવા લાગે : “મારા સાથીઓએ મારી મશ્કરી કરી લાગે છે. જે તેમણે લાકડામાં અગ્નિ હેવાની વાત કરી ન હોત તો હું અગ્નિને સંભાળીને રાખત.” પછીથી ભૂખ્યા-તરસ્યા એવા સાથીઓ લાકડાં લઈને પાછા ફર્યા. પણ ભેજન તો તૈયાર ન હતું. એક સાથીએ અરણિનાં લાકડાંને ઘસીને અગ્નિ પ્રગટાવ્યો અને પછીથી બધાએ ભોજન કર્યું. પેલે કઠિયારે લાકડાં ચીરીને અગ્નિ મેળવવા ઇચ્છતે હતા, તેવી રીતે તું પણ શરીરને ચીરીને જીવ મેળવવા ઈચ્છે છે. તું પણ પેલા મૂખ કઠિયારા જેવો નથી શું ?
પ્રદેશી : હથેલીમાં રાખવામાં આવેલું આમળું સ્પષ્ટપણે જોઈ શકાય છે. શું તમે તેવી રીતે જીવને બતાવી શકે છે ?
કેશી : “ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અશરીરી જીવ, પરમાણુ પુદગલ; શબ્દ, ગંધ અને વાયુ-આ આઠ પદાર્થોને વિશેષ જ્ઞાની જ જોઈ શકે છે.'
પ્રદેશી : “શું હાથી અને કીડીમાં એક સરખો જીવ હોય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org