________________
ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
જ્ઞાની હતા. એટલે એમની સામે એનું વાક-કપટ શી રીતે છુપાઈ શકે ? “સરસવ પ્રાકૃત ભાષાને ગ્લિષ્ટ શબ્દ છે; જેની સંસ્કૃત છાયા છે: “સર્ષ પ” અને “સદશયા”. “સર્ષને અર્થ સરસવ છે, જ્યારે “સદશવયાને અર્થ છે સમાન ઉંમર. “માસ' પણ પ્રાકૃત શ્લિષ્ટ શબ્દ છે. જેની સંસ્કૃત છાયા છે: “માષ” અને “માસ”. “માષ', શબ્દનો અર્થ અડદ છે અને “માસીને અર્થ મહિને છે. “કુલત્થા” પણ પ્રાકૃતને ગ્લિષ્ટ શબ્દ છે. જેની સંસ્કૃત છાયા છે: “કુલસ્થા” અને “કુલત્યા'. કુલસ્થાને અર્થ કુલીન સ્ત્રી અને કુલસ્થાને અર્થ છે કળથી–એક વિશિષ્ટ ધાન્ય.
ભગવાન મહાવીરના તાર્કિક ઉત્તરથી સોમિલ અત્યંત પ્રસન્ન થયો. એણે શ્રદ્ધાપૂર્વક ભગવાનને ઉપદેશ સાંભળે અને કહ્યું : “હું શ્રમધર્મને સ્વીકાર કરી શકતો નથી, એટલે શ્રાવક ધર્મ ગ્રહણ કરવા ઈચ્છું છું.” સોમિલે ભગવાન મહાવીર પાસે શ્રાવકધર્મ ગ્રહણ કર્યો અને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગને અધિકારી બન્યો. કણિકનું ભગવાન મહાવીરના સમવસરણમાં ધર્મશ્રવણ
પ્રસ્તુત કથાનકને પ્રારંભ ચંપાનગરીમાં થયો હતો. ચંપાનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જે બધા આગમાનાં નગરવર્ણનને મુખ્ય આધાર રહ્યો છે. વાસ્તુકલાની દૃષ્ટિથી એ વર્ણન ઘણું મહત્ત્વપૂર્ણ છે. પ્રાચીન યુગમાં નગરની રચના કેવી રીતે થતી, એ આ વર્ણનથી સ્પષ્ટ થાય છે. નગરની શભા ગગનચુંબી નવી–ભવ્ય ઊંચી અટ્ટાલિકાઓથી નહીં પણ સધન વૃક્ષોની હરિયાળીથી થાય છે. હરિયાળી લહેરાય છેપાણીની બહુલતાથી. એટલે ચંપાનગરીની સાથે પૂર્ણભદ્ર વીત્યને પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. વન–ખંડમાં વિવિધ પ્રકારનાં વૃક્ષો હતાં, લતાઓ હતી અને અનેક પ્રકારનાં રંગબેરંગી પક્ષીઓ મધુર કલવરથી દર્શકોને લલચાવતાં હતાં. આ બધાં વૃક્ષોમાં અશોકવૃક્ષનું સ્થાન અનેખું હતું. ભારતીય સાહિત્યમાં અશોકવૃક્ષને ઉલેખ હજારે ઠેકાણે થયો છે. જૈન, બૌદ્ધ અને વૈદિક–ત્રણે પરંપરાઓમાં એ અંગે ચિંતન કરવામાં આવ્યું છે. તીર્થંકર પણ અશોકવૃક્ષ નીચે વિરાજિત થાય છે.'
ચંપાને અધિપતિ કુણિક સમ્રાટ હતા. તે ભગવાન મહાવીરને પરમ ઉપાસક હતા. એની ભક્તિનું જીવતું–જાગતું ચિત્ર અહીં ઉપસ્થિત કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીરનું શુભ આગમન ચંપાનગરીમાં થાય છે. એમનું વિરાટ સમવસરણ રચાય છે. સમ્રાટ કૃણિક ભગવાનને વંદન કરવા આવે છે અને એની સુભદ્રા વગેરે દેવીઓ પણ. ભગવાન ધર્મો દેશ આપે છે. “સમ્રાટ કૃણિક જૈન હતો કે બૌદ્ધ ?' એ પ્રશ્ન પર અમે અન્યત્ર ચિંતન કર્યું છે. એટલે વિશેષ જાણકારી માટે જિજ્ઞાસુ ત્યાં જુએ. અબડ પરિવ્રાજક
ભગવતીસત્રમાં અંબા પરિવ્રાજક અંગે સંક્ષેપમાં ઉલેખ છે.૪ ઓપપાતિકમાં એનું વિસ્તારથી નિરૂપણ છે. અંબડ પરિવ્રાજક નામની એક બીજી વ્યક્તિને પણ ઉલ્લેખ થયો છે, જે આગામી ચોવીસીમા તીર્થકર બનશે. ઔપપાતિકમાં આવેલ અંબડ મહાવિદેહમાં મુક્ત થશે.? એટલે બને જુદી જુદી વ્યક્તિ હેવી જોઈએ. અંબડ પરિવ્રાજકને સાત શિષ્યો હતા. તેઓ કંપિલપુરથી નીકળી પુરિમતાલ નગરે જવા નીકળ્યા. ભયંકર જંગલમાં સાથે રાખેલું પાણી ખૂટી પડ્યું અને ત્યાં કોઈ વ્યક્તિ એમને પાણી આપનાર ન હોવાથી તેમણે શાંતચિત્તે ભગવાન મહાવીરને અને પિતાના ધર્માચાર્ય અંબડ પરિવ્રાજકને નમસ્કાર કર્યા, અને મહાવ્રતો ગ્રહણ કરી સંલેખના સહિત આયુષ્ય પૂર્ણ કર્યું. અંબા પરિવ્રાજકને વીર્ય લબ્ધિ એટલે કે વૈકિયલબ્ધિની સાથે સાથે અવધિ-જ્ઞાનલબ્ધિ પણ પ્રાપ્ત હતી. તે કપિલપુરનાં સે
-
૧. જુઓ : ઔપપાતિક સૂત્ર, પ્રસ્તાવના, લે દેવેન્દ્રમુનિ, પૃ. ૨૦. ૨. જુઓ : ઔપપાતિક સૂત્ર, પ્રસ્તાવના લે, દેવેન્દ્રમુનિ, પૃ. ૨૦, ૨૪ ૩. જુઓ : પપાતિક સૂત્ર, પ્રસ્તાવના, લે. દેવેન્દમુનિ, પૃ. ૨૦-૨૪ સમ્રાટ કૃણિકઃ એક અનુચિંતન ૪. ભગવતીસૂત્ર, શતક ૧૪, ઉદશક ૯.
એસ | અજજો ! કહે વાસુદેવ, રામે બલદેવે, ઉદયે પઢાલપુખ્ત, પુષ્ટિ, સતએ ગાહાવઈ, દારુએ નિયંઠે, સઈ નિયંઠીપુત્તે સાવિય બુદ્ધ અંબડે પરિવાયએ, અજજ વિ નું સુપાસા વચિજજા ,આગામેસ્સાએ ઉસ્સપ્પિણીઓ ચાઉજજામ ધર્મ પત્તિ સિજિઝહિંતિ જાવ-અંત કાહિતિ !
–સ્થાનાંગ, સૂત્ર ૯ સ્થા. સ. ૧૯૨, મુનિ કમલ સંપાદિત. ૬. પૌપપાતિક પાંગે મહાવિદેહે સત્યસ્વતીત્યભિધીયતે સોશન્ય ઈતિ સંભાવ્યતે ! –સ્થાનાંગવૃત્તિ, પત્ર ૪૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org