________________
ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન
૧૧૧
ભદ્રા સાથે વહી એને અવાજ સાંભળી એકદમ ત્યાં આવી પહોંચી અને બેલી : “પુત્ર, તે દેવાયા હતી. તે ક્રોધ કરીને વ્રતનો ભંગ કર્યો છે. એટલે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થા’ માની આજ્ઞા શિરોધાર્ય કરીને ચુલની પિતાએ પ્રાયશ્ચિત્ત કર્યું.
સાધકે પ્રત્યેક પળે સાવધ રહેવું જોઈએ. કદાચ ભૂલ થઈ જાય તે એને પરિષ્કાર કરવો જોઈએ. ચુલની પિતાએ ઉપાસનાના ક્ષેત્રમાં ઉત્તરે ત્તર વિકાસ કર્યો અને અંતિમ સમયે સંલેખના-સમાધિપૂર્વક અનશન કરી સૌધર્મ દેવલેકમાં દેવ બન્યો.
પ્રસ્તુત કથાનકમાં એ બતાવવામાં આવ્યું છે કે અધ્યાત્મસાધના માતાની મમતાથી પણ ચઢિયાતી છે. સાધના એવી કાટિએ પહોંચે છે કે જ્યાં (બધા) સાંસારિક સંબંધે ખતમ થઈ જાય છે. સુરાદેવ
સુરાદેવ પણ વારાણસીને ગાથાપતિ હતા. એની પાસે અઢાર કરોડ સુવર્ણ મુદ્રા હતી. એની પત્નીનું નામ ધન્યા હતું. ભગવાન મહાવીરનું પાવન પ્રવચન સાંભળીને એણે વ્રત ગ્રહણ કર્યા. દેવે પાંચ વાર એના પુત્રોને કાપી ઊકળતા પાણીની કઢાઈમાં નાંખ્યા અને સુરાદેવ ઉપર માંસ છાંટવામાં આવ્યું, છતાંપણ સુરાદેવ વિચલિત થયા નહીં. ત્યારે દેવે એના શરીરમાં સોળ મહા રોગ ઉત્પન્ન કરવાની ધમકી આપી. એનાથી સુરદેવ વિચલિત થઈ ગયે. એટલે એણે દેવને પકડવા હાથ ફેલાવ્યો. પણ દેવ આકાશમાં લુપ્ત થઈ ગયો. સુરાદેવની ચીસાચીસ સાંભળીને એની પત્ની ત્યાં આવી અને બોલીઃ “પતિદેવ, આ દેવને ઉપસર્ગ હતો આપ. આપનું વ્રત ખંડિત ન કરો'. એણે ભૂલનું પ્રાર્યશ્ચિત્ત કર્યું. વીસ વર્ષ સુધી શ્રાવકવ્રતનું નિરતિચાર પાલન કરીને તે સૌધર્મ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ચુલશતક
અલભિકા નગરીમાં ચુલ્લશતક ગાથાપતિ હતા. એની પાસે અઢાર કરોડ સુવર્ણ મુદ્રા હતી. એની પાસે દશ દશ હજાર ગાયવાળાં છ ગોકુળ હતાં. એકવાર ભગવાન મહાવીર આલભિકા નગરીમાં પધાર્યા. (તે વખતે) ચુલશતકે વ્રત ગ્રહણ કર્યા. એક દિવસ તે પિષધશાળામાં પિષધ વ્રત ધારણ કરી રહ્યો હતો તે વખતે મધરાતે એક દેવ પ્રગટ થયો. દેવે ચુલ્લશતકના ત્રણ પુત્રોના સાત સાત ટુકડા કરી નાંખ્યાં. પણ તે વ્રતમાં વિચલિત થયો નહીં. આખરે દેવે વિચાર્યું. ધન એ અગિયારમે પ્રાણ છે. એટલે એણે કહ્યું: ‘જો તું વ્રત ભંગ નહી કરે, તે હું તારું સર્વધન અપહરણ કરી લઈશ. તું દરિદ્ર બનીને આમતેમ ભટક્યા કરીશ.” ત્રણ વાર (આ પ્રમાણે) કહેવામાં આવતાં ચુલ્લશતકને જાણેકે વીજળીને આંચકો લાગ્યો. તે ગભરાઈ ગયો. તેણે તે પુરુષને પકડવા હાથ આગળ કર્યો, પણ થાંભલા સિવાય એના હાથમાં કાંઈ આવ્યું નહીં'. વ્યાકુળ થઈ તે જોરથી ચીસ પાડી ઊઠયો. એની પત્નીએ આવીને કહ્યું: ‘તમારે તમારા વ્રતમાં દ્રઢ રહેવું જોઈએ. આલોચન કરી આત્મશુદ્ધિ કરો.” એને એની ભૂલ સમજાઈ. એણે શુદ્ધીકરણ કર્યું, વીસ વર્ષ સુધી શ્રાવકવ્રતનું પાલન કર્યું, તથા એકવીશ પ્રતિમાઓની આરાધના કરી. તે એક મહિનાની સંલેખન–સંથારે કરી ? સૌધર્મ દેવલોકમાં દેવ બન્યો. કંકલિક
કાંપિલ્યપુર નગરમાં કંડકૌલિક ગાથાપતિ રહેતા હતા. એની પત્નીનું નામ પૂણું હતું. તે અઢાર કરોડ સુવર્ણ મુદ્રાઓને માલિક હતો, એની પાસે દશ દશ હજાર ગાયવાળાં છ ગોકુલ હતાં. ભગવાનને ઉપદેશ સાંભળીને કુંડકૌલિકે વ્રત ગ્રહણ કર્યા. તે એક દિવસ મધ્યાહ્ન સમયે (એક) અશોકવાટિકામાં આવી પહોંચ્યો. એણે પિતાની વીંટી અને ઉત્તરીયવસ્ત્ર ઉતારીને પૃથ્વીશીલાપટ પર મૂક્યાં અને તે ધર્મધ્યાનમાં બેસી ગયો. તે સમયે એક દેવ પ્રગટ થયો. તે વીંટી અને ઉત્તરીય લઈને આકાશમાં ઊભે રહ્યો અને બોલ્યો: “ખલિપુત્ર ગૌશાલકને સિદ્ધાંત સુંદર છે. ત્યાં પુરુષાર્થને સ્થાન નથી. તે નિયતિવાદી છે. જે પણ કાંઈ બનશે તે નિયતિ પ્રમાણે થશે. એટલે તું એમના સિદ્ધાંતને સ્વીકાર કર.'
કુંડકૌલિકે કહ્યું: “તે જે આ ભવ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે પુરુષાર્થથી પ્રાપ્ત કરી છે કે એમ જ કરી છે ?' દેવઃ “મેં એમ જ પ્રાપ્ત કરી છે.' કુડકોલિક તે પછી પ્રત્યેક પ્રાણી જે પુરુષાર્થ કરતાં નથી, તેઓ કેમ દેવ બન્યાં નથી. ?
દેવ કંડકૌલિકની આ દલીલને ઉત્તર આપી શકે નહીં. તે વીટી અને ઉત્તરીયવસ શીલાપટ્ટ પર મૂકીને ચાલ્યો ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org