________________
ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન
૧૧૩
એની ચીસ સાંભળી અગ્નિમિત્રા ત્યાં આવી અને બોલી : “આપે વ્રતને ભંગ કરી નાંખે, એટલે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધીકરણ કરે. શકડાલપુત્રે એમ જ કર્યું. જીવનની અંતિમ ક્ષણો સુધી જાગરુકતાથી એની સાધના ચાલુ રહી. આયુષ્ય પૂર્ણ કરી તે અરુણભૂત વિમાનમાં દેવ બન્યો. મહાશતક
રાજગૃહમાં મહશતક નામનો ગાથાપતિ રહેતો હતો. એની પાસે ચોવીસ કરોડ સુવર્ણ મુદ્રાઓ હતી. વળી એની પાસે દશ દશ હજાર ગાયોવાળાં આઠ ગોકુલ હતાં. એને તેર પત્નીઓ હતી. એમાં રેવતી મુખ્ય હતી. રેવતી પિતાના પિયરથી આઠ કરોડ સુવર્ણમુદ્રાઓ અને દશ દશ હજાર ગાયોવાળાં આઠ ગોકુલ કરિયાવરરૂપે લાવી હતી. અન્ય બાર પત્નીએ પણ એક એક કરોડ સુવર્ણ મુદ્રા અને દશ દશ હજાર ગાવાળાં ગોકુલ કરિયાવરમાં લાવી હતી. એ યુગમાં પુત્રીઓને પિયરમાંથી ભવ્ય સમૃદ્ધિ પ્રાપ્ત થતી હતી અને એના પર એ પત્નીઓને અધિકાર રહેતો હતો. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળીને મહાશતકે શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા.
મહાશતકની પત્નીના આંતરમાનસમાં દ્રવ્ય અને ભોગ પ્રત્યે તીવ્ર અભિલાષા હતી. એકવાર એના મનમાં વિચાર આવ્યું કે, “હું (જે) બારેય શેને મારી નાંખું તે એમની સઘળી સંપત્તિ પર મારો અધિકાર થઈ જશે અને હું એકલી જ વિષયભોગનું સેવન કરીશ.” એણે પોતાની શાક્યોને મારી નંખાવી. રેવતી માંસ અને મદિરાનો પણ ઉપભોગ કરતી હતી, એકવાર રાજગૃહમાં અમારિ (પ્રાણીવધનિષેધ) જાહેર કરવામાં આવી, રેવતીએ પિતા માટે પિતાને ગોકુલમાંથી દરરોજ બે બે વાછરડાં મારીને છૂપી રીતે લાવવાની વ્યવસ્થા ગોઠવી. મહાશતકના જીવનમાં નવો વળાંક આવી ગયે. શ્રાવકેનાં બાર વ્રતનું પાલન કરતાં કરતાં ચૌદ વર્ષ પસાર થઈ ગયાં હતાં. પિતાના સૌથી મોટા પુત્રને ઘરનો ભાર, સોંપીને તે પોતે પૌષધશાળામાં રહીને ધર્મની ઉપાસના કરવા લાગ્યો. રેવતી મદિરાના નશામાં ઉન્મત્ત બનેલી કામોદ્દીપક હાવભાવ કરવા લાગી તથા ભાગ માટે (એની પાસે) માગણી કરવા લાગી. પરંતુ મહાશતક વિચલિત થશે નહીં. રેવતી ઊતરેલા મુખે પાછી ફરી. મહાશતક સાધનામાં ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો. એને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. રેવતી વાસનાની જવાલામાં બળતી રહી, તે ફરીફરી મહાશતક પાસે આવી કુચેષ્ટા કરવા લાગી. જેનાથી તે વિક્ષુબ્ધ થઈ ગયો. એણે અવધિજ્ઞાન વડે જોઈને કહ્યું : “રેવતી, તું અત્યંત ભયાનક રોગથી પિડાઈ રત્નપ્રભા નામની પહેલી નારકીમાં ઉપન્ન થઈશ. જ્યાં તું ચોરાસી હજાર વર્ષ સુધી ભયંકર કષ્ટો ભોગવીશ.” તે ભયથી કંપી ઊઠી. એની સામે મોતની કાળી છાયા નાચવા લાગી. જેવું મહાશતકે કહ્યું તેવું જ બન્યું.
ભગવાન મહાવીરનું રાજગૃહમાં આગમન થયું. એમાણે ગણધર ગૌતમને કહ્યું : “અંતિમ સંલેખનાને સ્વીકાર કર્યા પછી મહાશતકે અપ્રિય અને અમને કથન કરીને ભૂલ કરી છે. તું જઈને મહાશતકને એની આલોચના કરી તે પ્રાયશ્ચિત્ત કરે એવું સૂચન કર.”
ગૌતમ મહાશતકની પાસે આવ્યા અને ભગવાનનો સંદેશો કહ્યો : મહાશતકે ભગવાનનાં વચને શિરોધાર્ય કરી શુદ્ધિ કરી. પછી તે સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરી સૌધર્મ ક૫માં દેવ બન્યો. નંદિનીપિતા
શ્રાવસ્તીનગરીમાં નંદિનીપિતા ગાથાપતિ રહેતો હતો. એની પાસે બાર કોડ સુવર્ણ મુદ્રાઓ હતી. વળી દશ દશ હજાર ગાવાળાં ચાર ગોકુલ હતાં. એની પત્નીનું નામ અશ્વિની હતું. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળીને એણે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યા. વ્રતનું પાલન કરતાં જ્યારે ચૌદ વર્ષ થઈ ગયાં ત્યારે પિતાનું ઉત્તરદાયિત્વ મોટાપુત્રને સોંપી તે સાધનામાં જોડાઈ ગયે. એની સાધનામાં કઈ પણ પ્રકારનું વિશ્ન ઉપસ્થિત થયું નહીં. વીસ વર્ષ સુધી શ્રાવકધર્મની આરાધના કરીને તે સૌધર્મ દેવલોકમાં દેવ બન્યો. સાલિહીપિતા
શ્રાવસ્તીમાં સાલિહીપિતા ગાથાપતિ રહેતો હતો. એની પાસે બાર કરોડ સુવર્ણમુદ્રાઓ હતી. એની પત્નીનું નામ ફાલ્ગની હતું. એની પાસે દશ દશ હજાર ગાવાળાં ચાર ગોકુલ હતાં. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળી એણે વ્રત ગ્રહણ ક્ય: ચૌદ વર્ષ સુધી શ્રાવક વ્રતનું પાલન કર્યા પછી પિતાનું ઉત્તરદાયિત્વ મટાપુત્રને સંપી, તે પિતે સાધનામાં તલ્લીન બની ગયો. અગિયાર પ્રતિમાઓની આરાધના કરી તે સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી તે સૌધર્મ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયો.
:
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org