________________
ધમ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
નિર્વાહ કરવા માટે આહારગ્રહણ કરે છે. આહારનું લય સંયમ સાધન છે. બૌદ્ધ ત્રિપિટક સાહિત્યમાં આવી રીતે મૃત કન્યાનું માંસભક્ષણ કરીને જીવતા રહ્યાને ઉ૯લેખ છે.
વિશુદ્ધિમષ્ણ અને શિક્ષા સમુચ્ચયમાં પણ બૌદ્ધ શ્રમણએ આ પ્રમાણે આહાર લેવો જોઈએ તેમ જણાવવામાં આવ્યું છે. મનુસ્મૃતિ, આપસ્તમ્બધર્મસૂત્ર, વાસિષ્ઠ, બોધાયન ધર્મ સત્ર વગેરેમાં સંન્યાસીઓના આહાર અંગેની ચર્ચા આની સાથે સમાનતા ધરાવે છે.
પ્રસ્તુત કથાનકમાંથી એ જાણવા મળે છે કે મહાવીરયુગમાં ચોર દ્વારા એવી મંત્રશક્તિને પ્રયોગ કરવામાં આવતે કે જેનાથી સંગીન તાળાં પણ મંત્રશક્તિથી ખૂલી જતાં હતાં. એનાથી એ સ્પષ્ટ છે કે એ યુગમાં તાળાં વગેરેને ઉપયોગ ધન વગેરેની રક્ષા માટે કરવામાં આવતા હતા. વિદેશયાત્રી મેગેનિઝ, દૂએનત્સાંગ અથવા યુવાન સ્વાંગ (૬૦૦-૬૪ ઈ.સ.), ફાહિયાન, વગેરે યાત્રીઓએ પિતાનાં યાત્રાવિવરણમાં એ નોંધ્યું છે કે, “ભારતમાં કોઈપણ વ્યક્તિ તાળાં વગેરેને ઉધોગ કરતી ન હતી.” પણ આગમસાહિત્યમાં તાળાં વગેરેનું વર્ણન જોવા મળે છે, જે અવેષકે માટે અનવેષણીય છે. કાલેદાયી અણગાર
રાજગૃહીના ગુણશીલક ઉદ્યાનની સમીપ અન્યતીથીઓ રહેતા હતા. કાલેદાયી, શૈલેદાયી, શિવાલદાયી, ઉદય, નામદય, નરમોદય, અન્યપાલક, શૈલપાલક, શંખપાલક, અને સુહસ્તિ વગેરે રહેતા હતા. તેઓ પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યા. ભગવાન મહાવીર ધર્માસ્તિકાય, અધમાંસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય અને જીવાસ્તિકાય–આ પાંચ દ્રવ્યોને અસ્તિકાય કહે છે અને આ અસ્તિકામાંથી પુદ્ગલાસ્તિકાય સિવાય બાકીનાં ચારને અરૂપી કહે છે. એમનું કથન કેવી રીતે માની શકાય ? એટલે એમણે ગણધર ગૌતમને સમીપમાથી પ્રસાર થતા જોયા અને એમણે ગૌતમ સમક્ષ પિતાની જિજ્ઞાસા પ્રગટ કરી. ગૌતમે કહ્યું : “અમે અસ્તિભાવને અસ્તિભાવ કહીએ છીએ અને નાસ્તિભાવને નાસ્તિભાવ કહીએ છીએ.' ગૌતમે આ વાત ભગવાન મહાવીરને કહી. આ બાજુ કાલેદાયી પ્રભુના સમવસરણમાં આવી પહોંચ્યો. ભગવાને કહ્યું : “તને અસ્તિકાય અંગે શંકા છે. હું ધર્માસ્તિકાય આદિની પ્રરુપણું કરું છું.'
કાલોદાયીએ પ્રશ્ન કર્યોઃ “ધર્માસ્તિકાય, અધર્માસ્તિ, આકાશાસ્તિકાય આ અરૂપી અછવકાય પર શું કઈ બેસવા, સૂવા કે ઊભા રહેવાની ક્રિયા કરી શકે ?”
ભગવાને સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું : “કેવલ પુદગલાસ્તિકાય જ રૂપી અજીવ છે. એના પર બેસવાની, સૂવાની વગેરે ક્રિયાઓ કરી શકાય છે, બાકીન પર નહીં. ફરીથી કાલેદાયીએ પ્રશ્ન કર્યો: “રૂપી અછવ પુસ્તિકામાં જીવોને અશુભ ફળ આપનાર પાપકર્મ લાગે છે ? ભગવાને કહ્યુંઃ “જીવ જ પાપકર્મવાળા હોય છે. સમાધાન પામીને કાલોદાયીએ કં. દકની જેમ પ્રભુની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી.
પ્રસ્તુત કથામાં જૈનદર્શન અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચા છે. છવદ્રવ્ય અરૂપી છે. તે ચેતનામય છે અને જેનામાં ચેતના ગુણને અભાવ છે, તે અજીવ છે. અજીવ દ્રવ્ય રૂપી અને અરૂપી એમ બે પ્રકારનાં છે. પુદ્ગલ રૂપી છે, બાકીનાં ચાર દ્રવ્ય અરૂપી છે. રૂપી માટે મૂર્ત અને અરૂપી માટે અમૂર્ત શબ્દને પ્રયોગ પણ થયો છે.
જૈનદર્શને છ દ્રવ્યમાં જીવ અને પુદગલને ગતિશીલ અને સ્થિતિશીલ એમ બંને માન્યાં છે. ધર્માસ્તિકાય ગતિમાં સહાયક છે, જ્યારે અધર્માસ્તિકાય સ્થિતિમાં સહાયક છે. જૈનદર્શન સિવાય ભારતના અન્ય કોઈ પણ દર્શનમાં આ શબ્દોને પ્રયોગ કે એ અંગે ચિંતન જોવા મળતું નથી. આધુનિક વૈજ્ઞાનિકમાં સર્વ પ્રથમ ન્યૂટને ગતિતત્વ (Medium of Moton)ને સ્વીકાર કર્યો. સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલબર્ટ આઈસ્ક્રીને ગતિતવની સ્થાપના કરતાં જણાવ્યું છે: “લોક પરિમિત છે. તે અલેક પણ પરિમિત છે. લોક પરિમિત હેવાનું મૂળ કારણ એ છે કે શક્તિ લેકની બહાર જઈ શકતી
૧. સંયુક્તનિકાય, ૨ પૃ. ૯૭ ૨. આપસ્તમ્બ ધર્મસૂત્ર, ૨, ૪૮, ૧૩ ૩. વાસિષ્ઠ ૬ : ૨૦, ૨૧ . બધાયન ધર્મસત્ર ૨, ૭, ૩૧; ૩૨ પ. તાલુગ્બાડણિવિજ-જ્ઞાતાસૂત્ર, પ્રથમ શ્રુત૦, અધ્ય. ૧૮ ૧૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org