________________
ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
નન્દીફલ - ધન્ય સાર્થવાહ ચંપાને ખૂબ મોટા વેપારી હતા. તે માલ લઈને અહિ છત્રા નગરીમાં જવાને વિચાર કરવા લાગ્યા. વ્યાપાર સમાજસેવાનું એક માધ્યમ છે. પ્રત્યેક દેશમાં પ્રત્યેક વસ્તુ ઉત્પન્ન થતી નથી, ને તે પ્રત્યેક દેશમાં કલાઓને વિકાસ થાય છે. એટલે વ્યાપાર દ્વારા આયાત અને નિકાસ કરવામાં આવે છે. કેટલીય વસ્તુઓ કેટલાય પ્રદેશમાં એટલા બધા પ્રમાણમાં થાય છે કે જનસમૂહ એને સમગ્રપણે ઉપભોગ કરી શકતો નથી અને આ ઉત્પાદનનું ત્યાં ઉચિત મૂલ્ય પણ મળતું નથી. તે ક્ષેત્રમાં તે વસ્તુ નિરર્થક બની જાય છે. આ વસ્તુઓને અભાવ બીજા દેશનિવાસીઓને ખટકે છે. આયાત અને નિકાસ થવાથી આ સમસ્યાને સાચો ઉકેલ આવી જાય છે. ઉત્પાદકોને યેગ્ય પારિશ્રમિક મૂલ્ય મળે છે અને આવશ્યકતાની પૂર્તિ થઈ જવાથી સર્વનું જીવન શાંતિના સાગર પર તરવા લાગે છે. અધ્યાતનિકાસની જવાબદારી વણિકવ પર હતી. વણિકવર્ગ માં જ એક વર્ગ “સાર્થવાહ” કહેવાતું હતું. તે વર્ગ કુશલ વ્યાપારી હતા. તેઓ અનેક લેકેને સાથે લઈને એક સ્થાનથી બીજા સ્થાન પર જતા હતા. અસહાય વ્યક્તિઓને તે સહાયભૂત થતા હતા. ધ શ્રેણી એ જ સાર્થવાહ હતા. તે પોતાની સાથે ઘણાબધા વેપારીઓને લઈને જઈ રહ્યો હતો. એક વિકટ અટવીમાં સાર્થવાહ આવી પહોંચ્યો, જ્યાં એવાં વિપક્ષ હતાં કે જેનાં ફલ, પાંદડાં, છાલને અડકવાથી કે ચાખવાથી અને સુંઘવાથી ખૂબ મીઠાં લાગતાં હતાં, પણ એની છાયા પ્રાણને હરનારી હતી. એટલે ધન્યસાર્થવાહ જે આ વૃક્ષથી પરિચિત હતા. તેણે સાથીઓને ચેતવણી આપી કે કોઈપણ તે વૃક્ષની સમીપ જય નહીં. જે વ્યક્તિઓએ એના કથન પ્રમાણે આચરણ કર્યું તે સકુશલ રહ્યા અને જેઓ આ વૃક્ષનાં વણ, ગંધ, રસાદિ વગેરેથી આસક્ત થઈ ગયા, તેઓ મૃત્યના શિકાર થઈ ગયા. સંસાર ભયાનક અટવી છે. જે ઇન્દ્રિઓના વિષયમાં આસકત થાય છે, તેઓ દીર્ધકાલપર્યત સંસારની વિવિધ વ્યથાએ ભોગવે છે. એટલે સાધકને એનાથી બચવા અંગે અહીં સક્ત છે.
જ્ઞાતાસૂત્રમાં આ ઝેરીલાં ફળાનું નામ “નન્દીફલ’ આપ્યું છે. ઉત્તરાધ્યયન તથા અન્ય સ્થાને પર “જિંપાક ફલ' નામ આપવામાં આવ્યું છે. કિંપાકફલ અત્યંત સ્વાદિષ્ટ હોય છે. ઉત્તરાધ્યયન બહતવૃત્તિમાં પણ આવો ઉલ્લેખ છે. વિષવૃક્ષોને ઉલેખ આગમસાહિત્યમાં જ નહીં, પરંતુ આધુનિક અનુસન્ધિસુઓમાં પણ એવો ઉલ્લેખ છે. ઓસ્ટ્રેલિયામાં એક વિચિત્ર વનસ્પતિ છે, જેની ડાળામાં વાઘના પંજાની માફક મોટા મોટા કાંટા હોય છે. જે કોઈ ભૂલથી પણ ઘેડા પર બેસીને ત્યાંથી નીકળે છે, તે તે વૃક્ષો પોતાની ડાળીઓ વડે ઘોડા પર બેઠેલી વ્યક્તિને એવી રીતે ઉઠાવી લે છે, જેમ બાજ પક્ષી નાની ચકલીને ઉઠાવી લે તેમ. તે વૃક્ષો માનવને આહાર કરે છે. અમેરિકાના ઉત્તરના કૅરેલીના રાજયમાં “વીનસ પ્લાઈટ્રપ” છોડ મળે છે. આ છોડ પર કંઈપણ કીડો કે પતંગિયું બેસે છે તે પાદડાં તરત બંધ થઈ જાય છે. જયારે છેડ એનું લેહીમાંસ શેષી લે ત્યારે પાંદડાં ખૂલી જાય છે અને કીડાનું શુષ્ક શરીર નીચે પડી જાય છે. એવી રીતે પીચર પ્લાન્ટ', રેન હેટટ્રમ્પટ, વટર–વાર્ટ, સનેડયુ, ઉપસ, ટચ મી નોટ વગેરે માંસાહારી વૃક્ષો છે, જે જીવતાં કીટકને પકડવા અને તેમનું ભક્ષણ કરવાની કલામાં પાવરધાં હોય છે.
એનાથી એ સિદ્ધ થાય છે કે આગમયુગમાં આ પ્રકારનાં વૃક્ષો થતાં હતાં. એમાં કોઈ પ્રકારને સંદેહ નથી, કેમ કે આધુનિક યુગમાં પણ આ પ્રકારનાં વૃક્ષો મળે છે.
ધન્ય સાર્થવાહ
ધન્ય સાથે વાહને સુષમાં નામની પુત્રી હતી. એની દેખભાળ રાખવા માટે ચિલાત નામને દાસીપુત્રને નિયુક્ત કરવામાં આવ્યો. તે અત્યંત ઉછુંખલ હતો. શ્રેષ્ઠીએ એને કાઢી મૂકયો. તે વ્યસનનો દાસ બની ગયું અને તસ્કરોને સરદાર બની બેઠે. બાળપણથી તે સુષમાને પ્રેમ કરતો હતો, એટલે એણે સુષમાનું અપહરણ કર્યું. શ્રેષ્ઠી અને એને પુત્રોએ એને પીછો કર્યો. અટવીમાં ચિલાતે મારી નાખેલી સુષમાને મૃતદેહ એમને પ્રાપ્ત થશે. તે
સુષમાને મતદેહ એમને પ્રાપ્ત થયા. તેઓ કેટલાક દિવસોથી ભૂખ્યા અને તરસ્યા હતા. અન્ય કોઈપણ ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ ન હતો. એટલે એમણે મૃતદેહનું ભક્ષણ કરીને પિતાને જીવ બચાવ્ય. એમને આ આહાર પ્રત્યે સહેજ પણ આસક્તિ ન હતી. એવી રીતે જ શ્રમણ અને શ્રમણીએ સંયમ ૧. જ્ઞાતાસૂત્ર, શ્રુતરકલ્પ ૧. અધ્યાય ૧૫. ૨. ઉત્તરાધ્યયન, અધ્ય ૧૯. ગા. ૧૭ ૩. કિપાકે વૃક્ષવિશેષસ્તસ્ય ફલાન્યતીવ સુસ્વાદુનિ. ઉત્તરાધ્યયન બ્રહવૃત્તિ, પત્ર ૪૪૫ ૪. મુનિ શ્રી હાજરીમલ સ્મૃતિગ્રંથ ? જનદર્શન અને વિજ્ઞાન, લે. કહૈયાલાલ ઢા, પૃ. ૩૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org