________________
ધર્મ કથાનુગ : એક સાક્ષાત્મક અધ્યયન
૯૫
તથા ભયંકર આધીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું". એ બંનેનાં યાન તે આધીમાં ફસાઈ છિન્નભિન્ન થઈ ગયાં. માતાપિતાની વાત ન માનીને પોતાની હઠ ચાલુ રાખવાનું દુષ્પરિણામ તેઓ ભેગવી ચૂકયા. એક તૂટેલા પાટિયાની સહાયથી તેઓ સમુદ્રમાં તરી રહ્યા હતા. તેઓ જે પ્રદેશમાં પહેરવા તે પ્રદેશ રત્નદીપ હતો. રત્નદેવી એમની પાસે આવી અને એમની પાસે ભોગની યાચના કરી. કોઈ બીજો વિકલ્પ ન હોવાથી તેઓ તેની ઈચ્છા પૂર્ણ કરવા લાગ્યા. એકવાર રત્નદેવીએ જવાને સમયે જિનપાલ અને જિનરક્ષિતને ત્રણ દિશાઓના વનખંડમાં જવાની અનુમતિ આપી. પરંતુ દક્ષિણ દીશાના વનખંડમાં જવાનો નિષેધ કર્યો. દેવીએ મના કર્યા છતાં તેઓ ત્યાં જ ગયા. તેઓએ ત્યાં એક વ્યક્તિને શૂળી પર તરફડતી જોઈ. પૃચ્છા કરતાં તેણે પેતાની કરુણ કથા કહી. : “દેવીના કારણે જ મારી આ સ્થિતિ થઈ છે.’ માકર્દી પુત્રનાં હદય કંપી ઊઠયાં. એ વ્યક્તિએ શૈલક યક્ષ પાસે જવાને સંકેત કર્યો. તે બંને શૈલક યક્ષ પાસે પહોંચ્યા. પણ એણે એક શરત કરીઃ “રત્નદેવીના પ્રલે મનમાં તમે આવી જશે તો હું તમને સમુદ્રમાં ગબડાવી દઈશ, જે પ્રલેશનમાં નહીં આવે એમને સકુશલ પહોંચાડી દઈશ.” રત્નદેવી પિતાના જ્ઞાનથી આ જાણુને ત્યાં આવી. જિનપાલિત અવિચલ રહ્યો, પરંતુ જિનરક્ષિત એના અનુરાગમાં અનુરક્ત થઈ ગયો. યક્ષે એને પોતાની પીઠ પરથી ગબડાવી દીધો અને રત્નદેવોએ એના ટુકડેટુકડા કરી નાખ્યા. જિનપાલિત પોતાના લયસ્થાન પર પહોંચી ગયો. આ પ્રમાણે જે સાધક પોતાની સાધનાથી વિચલિત થતા નથી, તે મોક્ષને પ્રાપ્ત કરે છે.
પ્રસ્તુત કથાનકને મળતું કથાનક બદ્ધ સાહિત્યમાં “બલાહસ જાતક” તથા “દિવ્યાવદાન’માં પણ છે. તુલનાત્મક અધ્યયન કરવાથી એ સ્પષ્ટ થાય છે કે, બંને કથાનકમાં પરંપરાના ભેદથી ફેરફાર જરૂર છે, પણ કથાનકનાં મૂળતર પ્રાયઃ મળતાં છે. શ્રમણ ભગવાન મહાવીરના પાવન ઉપદેશનું શ્રવણ કરી જિનપાલિત શ્રમધર્મને સ્વીકાર કરે છે અને ઉત્કૃષ્ટ તપ–જપની આરાધના દ્વારા પોતાના આત્માને ભાવિત કરતે સૌધર્મ દેવલોકમાં દેવ બનીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. કાલાચષિ અણગાર
કાલાસ્યષિ અણુગાર ભગવાન પાર્શ્વનાથની પરંપરાના હતા. ભગવાન મહાવીરના સમયમાં હજારે પાપત્ય શ્રમણે વિચરતા હતા. એમાં કલાસ્વષિ અણગાર પણ એક હતા. એમના આંતરમાનસમાં એ પ્રશ્ન ઉભો કે અમારામાં અને ભગવાન મહાવીરના સ્થવિરોમાં શું અંતર છે? એમણે સામયિક વગેરે અંગે સ્થવિરેને પૃચ્છા કરી. ઉત્તર પ્રાપ્ત કરી તેઓ અત્યંત સંતુષ્ટ થયા અને પાર્થાપત્યને ચાતુર્યામ ધર્મ મૂકીને ભગવાન મહાવીરના શાસનને સ્વીકાર કર્યો. ઉદક પેઢાલ
રાજગૃહીનું ઉપનગર નાલન્દા હતું. ત્યાં “લેવ' નામને શ્રમ પાસક રહેતા હતા. એની “શેષવિકા’ ઉદકશાળા હતી. છે. ડે. હર્મન જેકેબીએ તથા ગોપાલદાસ પટેલે ઉદકશાળાને અર્થ “સ્નાનગૃહ' કર્યો છે. આચાર્ય હેમચન્દ્ર “પ્રપા” (પરબ) અર્થ કર્યો છે. શતાવધાની રત્નચન્દ્રજી મહારાજે પણ એ જ અર્થ કર્યો છે.”
ગૌતમ ગણધર એકવાર ઉદકશાળામાં રોકાયા હતા. પાર્થાપત્તીય મેતા ગાત્રીય પેઢાલપુત્ર ઉદક નામના નિર્મન્થ પણ એની સમીપ થવ્યા હતા. તેઓ ગણધર ગૌતમને વિવિધ પ્રશ્નોત્તર કરે છે. એમના પ્રશ્નોના મુખ્ય બે ઉદ્દેશો હતા ? પહેલે શ્રમણોપાસક દ્વારા ગ્રહણ કરવા આવનાર ત્રસવધ પ્રત્યાખ્યાન દુપ્રત્યાખ્યાન છે કેમકે, એનું પાલન સંભવ નથી. ત્રસજીવ મરીને સ્થાવર થઈ જાય છે. અને સ્થાવર જીવ મરીને ત્રસ થઈ જાય છે. એવી સ્થિતિમાં ત્રણ-સ્થાવરને નિર્ણય કરવો મુશ્કેલ થઈ જાય છે. એટલે ત્રસના સ્થાને “સભૂત” શબ્દનો પ્રયોગ હોવો જોઈએ, ત્રસભૂતને અર્થ છે: “વર્તમાનમાં જે જીવત્ર - પર્યાયમાં છે, એમની હિંસાનું પ્રત્યાખ્યાન કરવું. એમને બીજો ઉદ્દેશ હતો : બધા ત્રસ જે કદાચિત સ્થાવર થઈ જાય તે શ્રમણોપાસકનું ત્રસવધ પ્રત્યાખ્યાન નિરર્થક તેમજ નિર્વિષય થઈ જશે. ગણધર ગૌતમે અનેક યુક્તિઓ અને દષ્ટાંતો દ્વારા એમના પ્રશ્નોનું સમાધાન કર્યું. અંતમાં ઉદક નિન્ય ભગવાન મહાવીરના ચરણોમાં સ્વસમર્પણ કરીને પંચમહાવ્રતરૂપ ધર્મને સ્વીકાર કરે છે, એનું ખૂબ રોચક વર્ણન આ કથાનકમાં છે. પ્રસ્તુત કથાનકમાંથી એ પણ જાણવા મળે છે કે ગણધર ગૌતમ પોતાની પ્રકૃષ્ણ પ્રતિભા વડે ગહનતમ સમસ્યાઓનું સરલતમાં સમાધાન કરવા પૂર્ણ દક્ષ હતા. ૧. સેક્રેડ બુકસ ઑફ ઈસ્ટ, વો. ૪૫. -ડૉ. પ્રો. હર્મન જેકેબી ૨, “મહાવીરને સંયમધર્મ,' (ગુજરાતી) પૃ. ૧૨૭ –ગોપાલદાસ પટેલ ૩. અભિધાનચિંતામણીષ, ભૂમિકાકાંડ, શ્લોક ૬૭ –આચાર્ય હેમચંદ્ર ૪. અર્ધમાગધીમેષ, ભાગ ૨, પૃ. ૨૧૮ –શતાવધાની રત્નચંદ્રજી મહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org