________________
ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
આ વિશિષ્ટ જ્ઞાનને કારણે ઋફ, યજુ, સામ વગેરે વેદોના ક્રિયાકાંડ મને ઉચિત લાગતા નથી. મને ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. હું નિરીહ છું. વેદે સાથે મારે શી લેવા દેવા છે? આ ઉત્કૃષ્ટ જ્ઞાનની આરાધના અને સાધના વડે મને બ્રહ્મની પ્રાપ્તિ થઈ જશે'.૧
પિતાએ કહ્યું : “વત્સ, તું આવી વાત કેમ કરી રહ્યો છે ? એવું પ્રતીત થાય છે કે કેઈ ઋષિ યા દેવને શાપ તને લાગે છે. સુમતિએ કહ્યું: ‘તાત, પૂર્વ જન્મમાં હું એક બ્રાહ્મણ હતા. સદા પરમાત્માને ધ્યાનમાં તલ્લીન રહેતા હતા, આત્મવિદ્યાના વિચારે મારામાં પૂર્ણપણે વિકસિત થઈ ગયા હતા. હું હંમેશાં સાધનામાં લાગેલે જ રહેતા હતા. મને લાખો જન્મની સ્મૃતિ થઈ ગઈ છે. જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ ધર્મ ત્રયીમાં રહેલા માનવને થાય છે. મને આ જ્ઞાન પહેલેથી જ પ્રાપ્ત છે. હવે હું આત્મમુક્તિ માટે પ્રયાસ કરીશ”.
પિતાપુત્રનો સંવાદ આગળ વધે. પુત્ર પિતા સમક્ષ મૃત્યુદર્શન ઉપસ્થિત કરે છે. આ સંવાદ પ્રસ્તુત કથાનકમાં આવેલા જૈન કથાનક સાથે ઘણીબધી સમાનતા ધરાવે છે. આ સંવાદમાં આત્મજ્ઞાન અને વેદજ્ઞાનના તારતમ્યને અત્યંત સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
વિન્ટરનીટઝને મત એ છે કે, માર્કંડેયપુરાણમાં આવેલ આ સંવાદ સંભવ છે કે મૂળ બૌદ્ધ યા જૈન પરંપરાને હાય. તે પછી મહાકાવ્ય કે પૌરાણિક સાહિત્યમાં એને સમાવેશ કરવામાં આવ્યું હોય. મને એવું પ્રતીત થાય છે કે, ઘણા પ્રાચીન કાળમાં પ્રચલિત બમણુ–સાહિત્યને આ અંશ હશે અને ત્યાંથી જૈન, બૌદ્ધ, મહાકાવ્યકારો તથા પુરાણકારોએ ગ્રહણ કરી લીધું હશે.૪ આ સ્કન્દક પરિવ્રાજક :
વૈદિક પરંપરામાં “પરિવ્રાજક' શબ્દને વિશિષ્ટ અર્થ છે. નિરુક્તમાં ભિક્ષા માગીને આજીવિકા કરનાર સાધુને પરિવ્રાજક' કહ્યો છે. ઠે. રાજબલીએ પાંડેયે નોંધ્યું છે કે, “પરિવ્રાજક ચારે તરફ પરિભ્રમણ કરવાવાળા સંન્યાસી હોય છે. તે સંસારથી વિરકત તથા સામાજિક નિયમોથી અલગ રહીને પિતાને સમગ્ર સમય ધ્યાન, શિક્ષણ, ચિંતન વગેરેમાં વ્યતીત કરતા હોય છે.”
જૈન આગમ સાહિત્યમાં તથા તે પછીના કાલના સાહિત્યમાં તાપસ પરિવ્રાજક, સંન્યાસી વગેરે વિવિધ પ્રકારના સાધકોનું સવિસ્તૃત વર્ણન છે. પપાતિક, સૂત્રકૃતાંગનિર્યુક્તિ, પિંડનિયુક્તિ, બહ૯૯૫ભાષ્ય, નિશીથસૂત્ર સભાષ્ય ચૂર્ણિ, ભગવતી,૧૨ આવશ્યકચૂર્ણિ. ધમ્મપદ અઠકથા.૧૪ લલિત વિસ્તાર ૧૫ વગેરે ગ્રંથે આ માટે જોઈ શકાય. પરિવ્રાજક ૧. એવં સંસાર ચક્રેસ્મિન્ ભ્રમતા તાત, સંકટ | જ્ઞાનમેતન્મયાપ્રાપ્ત માક્ષસમ્પ્રાપ્તિ કારકમ છે.
વિજ્ઞાતે યત્ર સ મૃગ્ય: સામસંહિતઃ | ક્રિયાકલાપ વિગુણ, ન સમ્યક પ્રતિભાતિ મે | તસ્માદુત્પન્નબંધસ્ય વેદૈ કિ મે પ્રજનમ ! ગુરુવિજ્ઞાનતૃપ્તસ્ય નિરીહસ્ય સદાત્મનઃ |
–માર્કડેયપુરાણુ, ૧૦/૨૭, ૨૮, ૨૯, ૨. માર્કડેયપુરાણ, ૧૦,૩૪, ૩૫ ૩. માર્કંડેયપુરાણ, ૧૦,૩૭, ૪૪ %. The Jainas in the history of Indian Literature, p. 7. ૫. નિરુકત. ૧/૧૪ વૈદિક કાશ. ૬. હિન્દુ ધર્મ કેશ, પૃ. ૩૯૦–૩૯૧ ૭. ઔપપાતિક સૂત્ર ૩૮, પૃ ૧૭૨ થી ૧૭૬ ૮. સૂત્રકૃતાંગનિર્યુક્તિ ૩/૪/૨, ૩/૪ પૃ. ૯૪,૮૫ ૯. પિંડનિર્યુક્તિ ગા. ૩૧૪ ૧૦. બૃહકલ્પભાષ્ય મા. ૪, પૃ. ૧૧૭૦ ૧૧. નિશીથસૂત્ર, સભાષ્ય ચૂર્ણિ, ભાગ ૨ ૧૨. ભગવતી સત્ર, ૧૧/૮ ૧૩. આવશ્યકણિ, પૃ. ૨૭૮ ૧૪. ધમ્મપદ અઠકથા–પૃ. ૨૦૯ ૧૫. લલિત વિસ્તર, પૃ. ૨૪૮
-
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org