________________
ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન
૮૩
આ કથાનકમાં ભરત, સગર, મઘવા, સનસ્કુમાર, શાંતિ, અર, કુંથુ, મહાપદ્મ, હરિણ, જ્ય વગેરે ચક્રવતી રાજાઓનાં નામ છે. દશાર્ણભદ્ર, નમિ, કરકંડુ, દ્વિમુખ, નગ્નતિ, ઉદાયક, કાશિરાજ વિજય, મહાબલ વગેરે રાજાઓનાં નામ છે. દશાર્ણ, કલિંગ, પાંચાલ, વિદેહ, ગાંધાર, સૌવીર, કાશી વગેરે દેશોનાં નામ છે. ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદને પણ ઉલ્લેખ છે. આ પ્રમાણે આ કથાનક પ્રાગ–ઐતિહાસિક સામગ્રીનું સુંદર સંકલન છે. ઈકાર રાજા
પ્રસ્તુત કથાનકમાં મુખ્ય છ પાત્ર છે: (૧) ઈષકાર મહારાજ (૨) મહારાણી કમલાવતી (૩)ભૃગુ પુરોહિત (૪) પુરોહિતનો પત્ની યશા અને (૫) (૬) પુરોહિતના બે પુત્રે.
ઉત્તરાધ્યયનનિર્યુકિતમાં આ બધાં પાત્રોના પૂર્વભવ, વર્તમાનભવ તથા એમની ઉત્પત્તિ તથા નિર્વાણુપ્રાપ્તિનું સંક્ષિપ્ત ઇતિવૃત્ત પ્રસ્તુત કરવામાં આવ્યું છે. અમે વિસ્તારથી નહિ પણ એ સંક્ષેપમાં જણાવીશું કે પુરોહિતના બે પુત્રે દીક્ષા માટે તૈયાર થાય છે. એમનાં માતાપિતા એમને ગૃહસ્થામમાં રહીને બ્રાહ્મણકાર્ય–યજમાનવૃત્તિ કરવા માટે પ્રેરે છે. પણ જ્યાં વૈરાગ્યને સાગર ઊળને હોય ત્યાં તે વ્યક્તિ સંસારમાં કેવી રીતે રહી શકે ? તે બનને માતાપિતાને વિવિધ રૂપક તેમજ અકાટય તર્કોથી સંસારની અસારતા દર્શાવે છે. પિતા બ્રાહ્મણસંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતાં પોતાના તર્ક પ્રસ્તુત કરે છે. જયારે બન્ને પુત્ર શ્રમણ સંસ્કૃતિનું નેતૃત્વ કરતાં પોતાની દલીલ પ્રસ્તુત કરે છે. અને ભૃગુપુરોહિતને સંસારની અસારતા અને ક્ષણભંગુરતા પર વિશ્વાસ ઉત્પન્ન થઈ જાય છે. તે પિતાની પત્નીને સમજાવે છે. એની પત્ની પણ દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગઈ. પુરોહિતને કઈ વારસદાર ન હતું, એટલે રાજાનું મન એની વિરાટ સંપત્તિ લેવા લલચાયેલું હતું. રાણી કમલાવતી ઈષકાર રાજને કહે છે: “રાજ', ઊલટી કરી એને ચાટનાર પુરુષની પ્રશંસા નથી થતી. આપ બ્રાહ્મણ દ્વારા પરિત્યક્ત ધન ગ્રહણ કરવા ઇચ્છે તે ઊલટી કરીને ચાટવા સમાન છે.” રાણુએ ભોગની અસારતા પર પ્રકાશ પાડ્યો. રાજાનું મન વિરક્તિથી ભરાઈ ગયું. છેવટે રાજા અને રાણું બને દીક્ષિત થઈ જાય છે. બૌદ્ધ સાહિત્યમાં
પ્રસ્તુત કથાનકની જેમ બૌદ્ધ સાહિત્યમાં પણ આ ક્યા કંઈક રૂપાંતર સાથે પ્રાપ્ત થાય છે. ત્યાં પણ આ કથા ઘણું વિસ્તારથી આપવામાં આવી છે. બૌદ્ધ કથાવસ્તુમાં આઠ પાત્ર છે. તે આ પ્રમાણે છે:
(૧) રાજ એસુકારી (૨) પટરાણી (૩) પુરોહિત (૪) પુરોહિતની પત્ની (૫) પહેલે પુત્ર હસ્તિપાલ (૬) બીજો પુત્ર અશ્વશાલ (૭) ત્રીજા પુત્ર ગોપાલ (૮) એથે પુત્ર અજપાલ
ન્યગ્રોધ વૃક્ષના અધિષ્ઠાયક દેવના વરદાનથી પુરોહિતને ચાર પુત્ર થયા. તે ચારે દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છે છે. ' પિતા આ ચારેયની પરીક્ષા કરે છે. પિતા અને પુત્રો વચ્ચે પરસ્પર સંવાદ થાય છે. ચારેય પુત્રો ક્રમશઃ પોતાના પિતા સમક્ષ જીવનની નશ્વરતા, સંસારની અસારતા અને કામગીની ક્ષણિકતાનું પ્રતિપાદન કરે છે. ચારેય દીક્ષા ગ્રહણ કરે છે. પુરેહિત પણ દીક્ષા ગ્રહણ કરે છે. બીજા દિવસે બ્રાહ્મણ પણ દીક્ષિત થઈ જાય છે. રાજા–રાણું પણ પ્રવ્રયા લઈ લે છે. સરપેટિયરે નેપ્યું છે: “ઈyકારના કથાનક સાથે બૌદ્ધ કથા-વસ્તુની અત્યધિક સમાનતા છે. ઈષકારની કથા બૌદ્ધ કથાવસ્તુથી પ્રાચીન હોવી જોઇએ.
છે. ઘાટગેને અભિપ્રાય એવો છે કે, જૈન કથાવતું વ્યવસ્થિત, સ્વાભાવિક યથાર્થ અને તકથી પ્રાચીન છે. એમણે તે પણ દર્શાવ્યું છે કે, “જાતકની કથા કથાવસ્તુની અપેક્ષાએ પૂર્ણ છે, એમાં પુરોહિતના ચાર પુત્રોનું વિસ્તારથી વર્ણન છે, જ્યારે જૈન કથામાં એને અભાવ છે. બીજો ફેરફાર એ છે કે, જાતકમાં પુરોહિતના ચાર પુત્રોને ઉલ્લેખ છે, જ્યારે ઉત્તરાધ્યયનમાં બે પુત્રોનું જ વર્ણન છે. જૈન કથામાં રાજા અને પુરોહિતની વચ્ચે સંબંધ હોવાનું દર્શાવ્યું નથી, જ્યારે જાતકમાં પુરોહિત અને રાજા વચ્ચે સંબંધ છે. પુરેહિત પુત્રોની પરીક્ષા લેવા રાજ સાથે પરામર્શ કરે છે અને બંને મળીને પુત્રની પરીક્ષા કરે છે. જૈન પરંપરામાં જ્યારે પુરોહિત દીક્ષિત થઈ જાય છે, ત્યારે રાજા એ સંપત્તિ પર પોતાને અધિકાર સમજીને એના પર પોતાનું સ્વામીત્વ સ્થાપિત કરે છે. એનાથી એની રાણીનું મન વૈરાગ્યથી ભરાઈ ૧. ઉત્તરાધ્યયનનિર્યુક્તિ, ગાથા ૩૬૩-૩૭૩. 2. This legend certainly presents rather striking resemblance to the prose introduction of the Jataka 509, and must consequently be old.'
–The Uttarradhyayana sutra, p. 332, Foot note No. 2,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org