________________
ધર્મ કથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન
આવ્યાં હતા. નિશીયભાષ્યમાં ચાર પ્રકારની નાવને ઉલેખ પ્રાપ્ત થાય છે. ૧. અનુલોમગામિની ૨. પ્રતિલોમગામિની ૩. તિરિષ્ઠસંતારણી (એક તટથી બીજા તટ પર સહેલાઈથી જનારી) અને ૪. સમુદ્રગામિની. એ ઉપરાંત ઉર્ધ્વગામિની, અધેગામિની, જનવેલાગામિની તેમજ અર્ધજનવેલાગામિની વગેરે ચાર પ્રકારની નાવને પણ ઉલ્લેખ છે. સમુદ્રયાત્રા ખતરાથી પર ન હતી. કેઈ વાર એટલો ભયંકર ઉપદ્રવ આવતે કે જહાજ છ-છ મહિના સુધી ચક્કર ચક્કર ફરતાં રહેતાં હતાં. દેવદેવતાઓના ઉપદ્રવથી રક્ષા પ્રાપ્ત કરવા માટે એમની “માનતા' પણ રાખવામાં આવતી. જહાજ ફાટી જતાં મુસાફરોને ખૂબ તકલીફ થતી હતી. જહાજ ડૂબવાનાં વર્ણન પણ આગમ સાહિત્યમાં અહીંતહીં જોવા મળે છે. જ્યારે પ્રતિકુળ પવન વાત ત્યારે આકાશ વાદળોથી છવાઈ જતું. આ વખતે જહાજમાં બેઠેલાંઓના પ્રાણુ સંકટમાં આવી પડતા. એમને દિશાભ્રમ થઈ જતો. તેઓ આવી વિકટવેળાએ એ નિર્ણય કરી શકતા નહીં કે શું કરવું જોઈએ. તેઓ તો એ સમયે જીવવાની આશા છોડી દીનભાવે એક બાજુ બેસી જતા, સમુદ્રની ઉપાસના કરવા લાગતા.૪ અથવા વીતરાગ પ્રભુની ઉપાસનામાં મગ્ન થઈ જતાં. અહીં પ્રસ્તુત કથાનકમાં એક “વવહાર' શબ્દ વપરાય છેએનું સંસ્કૃત રૂપ વ્યવહાર” છે. આગમ યુગમાં આ શબ્દ ખરીદ-વેચાણુ, આયાત-નિકાસને અર્થ માં વપરાય છે. અને “વધ્ય મંડન શોભાક’ શબ્દ દંડવિધાનના અર્થમાં પ્રયુક્ત થયું છે. ચોરેને કડક શિક્ષા કરવામાં આવતી અને કનેરની માલા અને લાલ વસ્ત્રો પહેરાવવામાં આવતાં. એનાં કુકૃત્યની જાહેરાત એને નગરના મુખ્ય મુખ્ય માર્ગ પર ફેરવી વધભૂમિ તરફ લઈ જતાં કરવામાં આવતી હતી. મૃગાપુત્ર અને બલશ્રી શ્રમણ
સુગ્રીવનગરમાં બલભદ્ર અને મૃગાવતીને પુત્ર બલથી રહેતા હતા. પણ તે “મૃગાપુત્ર” નામથી જાણીતા હતા. યુવાન થતાં એનું લગ્ન કરવામાં આવ્યું. તે પત્નીઓ સાથે રાજપ્રસાદના ગવાક્ષમાં બેસીને નગરચર્યાનું અવલોકન કરી રહ્યો હતો, તે વખતે એની દૃષ્ટિ એક નિગ્રંથ મુનિરાજ પર જઈ પડી. મુનિનું તેજસ્વી કપાલ, ચમકતાં નેત્રો અને તપથી અત્યંત કશ થઈ ગયેલા શરીર તરફ તે એકીટસે જોઈ રહ્યો. ચિંતને તીવ્ર થયું. એને “મેં આવું રૂપ પૂર્વે પણ જોયું છે.” એમ જાતિ-સ્મરણુ ઉત્પન્ન થયું. “હું પૂર્વભવનમાં શ્રમણ હતા.” આ અનુભૂતિથી એનું મન વૈરાગ્યથી ભરાઈ ગયું. માતાપિતાને એણે કહ્યું: ‘હુદીક્ષા લેવા માગું છું. આ શરીર અનિત્ય છે, અશુચિમય છે અને સંકલશાનું ભાજન છે. એને આજ નહીં તો કાલે પણ જરૂર છોડવું પડશે ?' માતાપિતાએ દુશ્ચરતા તથા કઠોરતાનું ભાન કરાવતાં કહ્યું : “તું સુકોમલ છે, તારે માટે શ્રમણજીવનનું પાલન કરવું અત્યંત કઠિન છે. રેતીના કેળિયાની માફક તે નિસ્વાદ અને તલવારની ધાર જેવું દુથર છે. શ્રમણ-ધર્મ સ્વીકાર્યા પછી રોગ થશે ત્યારે ચિકિત્સા કેણ કરશે ?' ઉત્તરમાં મૃગાપુત્રે કહ્યું : “વનમાં વસનારાં હરણ વગેરે પશુ-પક્ષીઓની ચિકિત્સા કેણું કરે છે ? અને એને કેણ ભકતનપાન આપે છે ? એમ તે હું મૃગચારિકાથી મારું જીવન વીતાવીશ ?” “અંતે મુનિ-ધર્મને સ્વીકારી મૃગાપુત્ર શ્રમ—ધર્મનું પાલન કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયે. મૃગાપુત્ર અને માતાપિતા વચ્ચે સંવાદ ખૂબ મહત્વપૂર્ણ છે, સાથે સાથે પ્રેરણાદાયી પણ છે. ગ૮ ભાલી અને સંજયરાજા
કાંપિયનગરને અધિપતિ રાજા સંજય શિકાર કરવા માટે કેશર ઉદ્યાનમાં ગયો. એણે હરણને માર્યા. એટલામાં એની દૃષ્ટિ એકાએક ધ્યાનમુદ્રામાં બેઠેલા ગર્દભાલી મુનિ પર ગઈ. તે બીકથી ધ્રુજી ઊઠયો. મેં મુનિરાજનાં હરણને મારીને અશાતના કરી છે. તે છેડા પરથી ઊતરી મુનિની ક્ષમા માગવા લાગ્યો, પણ મુનિ તે ધ્યાનસ્થ હતા. એટલે રાજા ભયથી વધુ વ્યથિત થઈ ગયે. જે મુનિ ગુસ્સે થઈ જશે તે પોતાના દિવ્ય તેજથી મારા સમગ્ર રાજયને નાશ કરી નાખશે. એટલે એણે ફરીવાર મુનિ સમક્ષ નિવેદન કર્યું. મુનિએ ધ્યાનમાંથી નિવૃત્ત થઈ એને કહ્યું: “હું તને અભય આપું છું. તું પણ બધાં પ્રાણુઓને અભય આપ.” મુનિના ત્યાગથી ઉભરાતે ઉપદેશ શ્રવણ કરી રાજા સંજય શ્રમણ બની ગયે.
એક દિવસ એક ક્ષત્રિય મુનિ સંજયની પાસે આવ્યા અને એમને પૂછયું : “તમારું નામ અને નેત્ર કયાં? તમે કેમ મુનિ થઈ ગયા? તમે કયા આચાર્યોની સેવા કરી રહ્યા છે ?' સંજય મુનિએ કહ્યું: “મારું નામ સંજય છે. ગોઃ ગૌતમ. મારા આચાર્યનું નામ ગર્દભાવી છે. હું મુકિત માટે શ્રમણ બને છું. આચાર્યની આજ્ઞાનુસાર કાર્ય કરું છું, એટલે વિનીત છું.'
૧. નિશીથભાષ્ય, પીઠિકા, ૧૮૩ ૨. (ક) નિશીથ, સૂત્ર ૧૮, ૧૨-૧૩ (ખ) મહાનિશીથ, ૪૧, ૩૫ (ગ) ગચ્છાચાર વૃત્તિ, પૃ. ૫૦ ૩. ઉત્તરાધ્યયન, ટીકા ૧૮, પૃ. ૨૫-અ ૪. (ક) જ્ઞાતાધર્મ કથા, ૧૭ પૃ. ૨૦૧ (ખ) કથાસરિતસાગર, પેજર આવૃત્તિ ૭, અ. ૧૦૧, પૃ. ૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org