________________
૭ર
ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યાય
નિષ્કર્ષ પર આવ્યા છે કે બુદ્ધથી પૂર્વેની જન–કથાઓ પણ આ જાતકમાં હતી. જે બુદ્ધથી પણ પ્રાચીન છે. એ જાતક કેવલ બૌદ્ધમતની જ કથાઓ નથી. પણ એ ભારતીય લેકકથાઓને સંગ્રહ છે. બૌદ્ધ વિએ પોતપોતાના આચારવિચાર અનુસાર એમાં કેટલાક ફેરફાર-પરિવર્તન કરીને એને અપનાવી છે. એનાથી એ સ્પષ્ટ છે કે ઈસ્વીસન પૂર્વે છઠ્ઠી શતાબ્દીથી પણ પૂર્વે કેટલીક કથાઓ પ્રચલિત હતી. જે કથાઓને ભારતની જૈવ, બૌદ્ધ અને વૈદિક–એ ત્રણેય ધારાઓએ અપનાવી.
આ બધી કથાઓને તુલનાત્મક દષ્ટિએ અભ્યાસ કરવાથી એ સ્પષ્ટ થાય છે કે એક પરંપરાએ બીજી પરંપરાનું અનુકરણ કર્યું છે. પણ કઈ પરંપરાએ કેનું અનુકરણ કર્યું છે તે વસ્તુ અન્વેષણીય છે.
કહષભદત્ત અને દેવાનંદા
એક વાર ભગવાન મહાવીર ધર્મની દિવ્ય તિ જગાવતા બ્રાહ્મણકુંડ ગામમાં આવી પહોંચ્યા અને બહુસાલ ચિત્યમાં બીરાજ્યા. બહુસાલ બ્રાહ્મણકુંડ તેમજ ક્ષત્રિયકુંડની વચમાં આવેલું હતું. બન્ને કુંડ-પુરની જનતા ભગવાનનું પ્રવચન સાંભળવા ઉપસ્થિત થઈ. બ્રાહ્મણકુંડમાં ઋષભદત્ત બ્રાહ્મણ રહેતા હતા. આચારાંગ, ક૯પસૂત્ર, આવશ્યકચૂર્ણિમાં એને ફક્ત બ્રાહમણ કહેવામાં આવ્યો છે. ભગવતીમાં એને ચાર વેદના જ્ઞાતા તરીકે, તેમજ આ સાથે તેને શ્રમણોપાસક પણ હેવાનું નેધ્યું છે, તે પિતાની પત્ની દેવાનંદા સાથે ભગવાનને વંદન કરવા આવ્યા. ભગવાન મહાવીરને જોઈ દેવાનંદાને અપાર પ્રસન્નતા થઈ. એના સ્તનમાંથી દૂધની ધારા છૂટવા લાગી. આંખમાંથી આનંદનાં આંસુ વહેવા લાગ્યાં. ગૌતન ભગવાને જિજ્ઞાસાથી પૂછયું : ભગવાન, એના સ્તનમાંથી દૂધની ધારા કેમ છૂટવા લાગી છે ? આંખમાંથી આંસુ કેમ વહી રહ્યાં છે ? ભગવાને સ્પષ્ટીકરણ કરતાં કહ્યું : દેવાનંદા બ્રાહ્મણ મારા માતા છે. હું તેને પુત્ર છું કે ભગવાને ગર્ભ પરિવર્તનની સમગ્ર ઘટના કહી સંભળાવી આ પૂર્વે ભગવાન મહાવીરના ગર્ભ-પરિવર્તનની વાત કેઈને જ્ઞાત ન હતી. દેવાનંદા તથા ઋષભદત્ત સહિત આખી પરિષદ આશ્ચર્યચકિત થઈ ગઈ. એ પછી ભગવાનને ધર્મોપદેશ સાંભળીને ઋષભદર દીક્ષા ગ્રહણ કરી તથા વિવિધ તપનું અનુષ્ઠાન કરી એક માસની સં લેખન દ્વારા આતમને ભાવિત કરીને એણે મેક્ષ પ્રાપ્ત કર્યો. એવી રીતે દેવાનંદા પણ દીક્ષિત થઈ મુક્ત થઈ.
બાલ તપસ્વી મૌર્યપુત્ર તથા તામલી અણગાર
પ્રસ્તુત કથાને મૂલસ્રોત “ભગવતીસૂત્ર' છે. ભગવાન મહાવીરનું સમવસરણ મોકા નગરમાં ભરાયેલું હતું. ઈશાનેન્દ્ર ભગવાનના દર્શનાર્થે આવ્યા. એમણે બત્રીસ પ્રકારનાં નાટક કર્યા. ગણધર ગૌતમે જિજ્ઞાસા પ્રસ્તુત કરતાં પ્રશ્ન કર્યો? આ અપૂર્વ સિદ્ધિ એમને કેવી રીતે પ્રાપ્ત થઈ ?
ભગવાને જિજ્ઞાસાનું સમાધાન કરતાં જણાવ્યું કે તામ્રલિપ્તિ નગરમાં તાલી નામને મૌર્ય પુત્ર હતો. એની પાસે વિરાટ સંપત્તિ હતી. એક દિવસ તે વિરાટ વૈભવનો પરિત્યાગ કરીને, તેણે “પ્રાણામા' પ્રવજયા ગ્રહણ કરી અને એ અભિગ્રહ લીધે કે હું છઠ્ઠ છઠ્ઠ તપ કરીશ તથા સૂર્યની સંમુખ બને હાથ ઊંચા કરીને આતાપના લઈશ”. પારણાના દિવસે આતાપનાભૂમિ પરથી નીચે ઊતરીને લાકડાનું પાત્ર હાથમાં લઈ શુદ્ધ ભાત ગ્રહણ કરીશ અને પછીથી એને એકવીસ વાર ધોઈશ અને આહારના રૂપમાં ઉપયોગમાં લઈશ. પ્રાણામાં પ્રવજ્યાન ધારક હોવાથી તે ઇન્દ્ર, સ્કન્દ, રુદ્ર, શિવ, વૈશ્રમણ, આર્યા ચંડિકા રાજા, મંત્રી પુરોહિત, સાર્થવાહ કાગડા, કુતરા, ચાંડાલ વગેરેને જ્યાં પણ જતા, ત્યાં તેને પ્રણામ કરતો. ઊંચે આકાશમાં જોઈને ચે અને નીચે ખાડા વગેરેમાં જેઈને નીચે પ્રણામ કરતો.
4. Buddhist India, P. 197 ૨. આચારાંગ. ૨, પૃ. ૨૪૩ બાબુ ધનપતસિંહ ૩. કલ્પસૂત્ર, સૂત્ર ૭, પૃ. ૪૩ દેવેન્દ્રમુનિ સંપાદિત ૪. આવશ્યકચૂર્ણિ, પૂર્વાર્ધ પત્ર ૨૩૬ ૫. ભગવતી, ૯,૬,૩૮૦ પત્ર ૮૩૭ ૬. ધમ્મકહાણુઓને બિતિયે ખંધે પૃ. ૫૮,૨૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org