________________
૭૮
ધમ કથાનુયોગ : એક સમીત્રાત્મક અધ્યયન
હરિકેશી મુનિ
પૂર્વ જન્મમાં જાતિ અંગે અહંકાર કરવાને કારણે હરિકેશબલ ચાંડાલકુલમાં ઉત્પન્ન થયા. તેઓ સ્વભાવથી જ નહીં, પણુ શરીરથી પણ કુરૂપ હતા. ઘણુ અને ઉપેક્ષાથી તે વધુ કઠોર બની ગયાં હતા. એકવાર તેઓ ઉત્સવમાં ગયા હતા. સાથીના અભાવમાં તેઓ આ ભીડમાં પણ એકલા જ હતા. કઈ પણ બાળક એમની સાથે બેસવા તયાર ન હતા. એટલામાં એક સાપ નીકળે. જો કે તે સાપંને મારી નાંખ્યો. કેટલીક ક્ષણે પછી અળશિયું નીકળ્યું, પણ એને કેઈએ માર્યું નહીં. આ ઘટનાથી હરિકેશબલ વિચારવા લાગ્યા : “જે કર હોય છે, તેને મારી નાંખવામાં આવે છે. પરંતુ નિવિષ પ્રાણીઓને કોઈ મારતું નથી. ચિંતન કરતાં એમને જાતિસ્મરણ થયું અને તેઓ મુનિ બની ગયા. તપથી એમનું શરીર દુબળું પડી ગયું. હિંદૂક વૃક્ષનિવાસી યક્ષ, મુનિના દિવ્ય તપથી પ્રભાવિત થઈ એમની સેવા કરવા રહ્યો. એકવાર હરિકેશ મુનિ યક્ષમંદિરમાં ધ્યાનસ્થ હતા. એટલામાં રાજપુત્રી ભદ્રા તે યક્ષની પૂજા અથે ત્યાં આવી. મુનિની કુરૂપતા જોઈ એનું મન ઘણાથી ભરાઈ ગયું અને તે મુનિ પર ઘૂંકી. યક્ષ મુનિનું આ અપમાન સન ન કરી શક્યો. તે રાજકુમારીના શરીરમાં પ્રવેશી ગયે. અનેક ઉપચાર કરવા છતાં પણ તે સાજી થઈ નહીં. યક્ષે પ્રગટ થઈ કહ્યું : “એણે મુનિનું અપમાન કર્યું છે. એણે એનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે.” રાજાએ અપરાધની ક્ષમા માગી અને પિતાની કન્યા સાથે વિવાહ કરવા મુનિને પ્રાર્થના કરી. મુનિએ કહ્યું: “મારું કોઈ પણ પ્રકારે અપમાન થયું નથી. હું કઈ પણ રીતે વિવાહ કરી શકે નહીં.' રાજ નિરાશ થઈ ગયા. એણે બ્રાહ્મણ રુદ્રદેવને ઋષિ સમજી રાજકન્યાને વિવાહ એની સાથે કર્યો. યજ્ઞશાલાલમાં રાજકુમારીના વિવાહ નિમિતે ભોજન બની રહ્યું હતું. હરિકેશમુનિએ ત્યાં આવી ભજનની યાચના કરી. બ્રાહ્મણોએ એમને અપમાનિત કરીને કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો. મુનિની સેવામાં રહેલે યક્ષ બ્રાહ્મણને આ વ્યવહારથી ગુસ્સે થયો. એણે એમને માર માર્યો. રાજકુમારીએ બ્રાહ્મણોને સમજાવ્યા: ‘તે જિતેન્દ્રિય છે. એમનું અપમાન કરે નહી. મુનિએ દાનના અધિકારો અંગે જાતિવાદ, યજ્ઞનું સ્વરૂપ, જલસ્નાન વગેરે વિવિધ પાસાંઓ પર પ્રકાશ પાડયો. મુનિને આ સંવાદ અત્યંત શિક્ષાપ્રદ છે.
આ જ પ્રસંગ બૌદ્ધ સાહિત્યમાં માતંગ જાતકમાં જોવા મળે છે. વારાણસીમાં માંડવ્યકુમાર દરજ સોલ હજાર બ્રાહ્મણોને ભોજન આપવું, હિમાલયના આશ્રમમાંથી માતંગ પંડિતનું ભિક્ષા લેવા આવવું, એનાં ફાટેલા-તૂટેલાં વસ્ત્રો જોઈને તેને ત્યાંથી કાઢી મૂકો, માતંગ પંડિત દ્વારા ઉપદેશ દઈને દાન-ક્ષેત્રની યથાર્થતાને પ્રતિપાદન કરવી, માંડવ્યના સાથીઓ માતંગને મારે છે, નગર–દેવતાઓ દ્વારા બ્રાહ્મણની દુર્દ શા કરવી, એ સમયે શ્રેષ્ઠીની કન્યા દીઠમંગલિકાનું ત્યાં આવવું અને ત્યાંની સ્થિતિ જોઈ સમગ્ર વાત જાણી લેવી, સવર્ણ કળશ અને પ્યાલે લઈને માતંગ મુનિ સમીપ આવવું અને ક્ષમાયાચના કરવી, માતંગ પંડિત બ્રાહ્મણે સાજા થાય એવો ઉપાય કર્યો તથા દંઠમંગલિકાએ બધા બ્રાહ્મણને દાન–ક્ષેત્રની યથાર્થતા સમજાવી. આ પ્રમાણે આ બને કથાઓમાં સમાનતા છે.
ડે, ઘાટગેની દષ્ટિએ બૌદ્ધ પરંપરાની કથા વિસ્તૃત હોવાની સાથે એમાં અનેક વિચારોનું મિશ્રણ થયું છે. પરંતુ જૈન પરંપરાની કથા સરલ અને સંક્ષિપ્ત છે અને તે બૌદ્ધ કથાવસ્તુ કરતાં પ્રાચીન છે. માતંગ જાતકમાં બ્રાહ્મણો પ્રત્યે વધુ પડતી કડવાશ વ્યક્ત કરવામાં આવી છે. પણ જૈન કથાવસ્તુમાં એવું નથી. એ યુગમાં બ્રાહ્મણવ જન્મની જાતિના આધારે પિતાને સર્વશ્રેષ્ઠ માનતો હતો. એને નિરાધાર દર્શાવવા માટે આ કથાઓ સર્ચ લાઈટ જેવી ઉપયોગી છે. જૈન અને બૌદ્ધકથાઓમાં જ સમાનતા છે એમ નહીં પણ ગાથાઓમાં પણ ઘણીબધી સમાનતા છે.
૧. માતંગ જાતક-ચતુર્થ ખંડ, ૪૯૭ પૃ. ૫૮૩–૫૯૭ 2. This must have also led the writer to include the other story in the same Jataka, and such an attitude must have arisen in later times as effect of sectarian blas.
Annals of Bhandarkar Oriental Research Institure, vol. 17 (1935-1936) 'A few parrallels in Jain and Buddhist Works', P. 345 by A. M. Ghatage, M. A.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org