________________
ધર્મ કથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન
૭૩
પ્રાણામાં પ્રવજ્યાવાળાને સૂત્રકૃતાંગમાં વિનયવાદી કહ્યા છે. ઔપપાતિક જ્ઞાતાધર્મકથા તથા અંગુત્તરનિકામાં વિનયવાદીઓને અવિરુદ્ધ પણ કહ્યા છે. તે મોક્ષપ્રાપ્તિ માટે વિનયને આવશ્યક માને છે.૫ ઉત્તરાધ્યયનની ટીકામાં પણ એવું સ્પષ્ટ લખ્યું છે કે આ તાપસ બધાને પ્રણામ કરે છે. સૂત્રકૃતાંગની ટીકામાં એમના બત્રીસ ભેદ જણાવ્યા છે.
તામલી તાપસે જ્યારે જોયું કે એનું શરીર ખૂબ કશ થઈ ગયું છે, ત્યારે એણે પોતાની પાસે રહેલાં લાકડાં વગેરેનાં ઉપકરણને એકાંતસ્થાનમાં મૂકીને પાદપપગમન સંથારો કર્યો. એ વખતે અસુરન્દ્ર ચમરની સાવધાની ઇદ્ર રહિત હતી. અસુરકુમાર દેવોએ અવાધજ્ઞાનમાં જઈને તામલી તપસ્વીને પ્રાર્થના કરી : “તમે અમારા ઈન્દ્ર બને.” પરંતુ એણે એને સ્વીકાર કર્યો નહીં અને ઈશાન કપમાં ઈશાનેન્દ્ર બન્યું. તામલી તપસ્વીએ સાઠ હજાર વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપની આરાધના કરી હતી. તેના વડે તે ઈશાનેન્દ્ર બન્યો. પ્રાચીન આચાર્યોને એવો મત છે કે જે સત્તાની (જિનમતાનુયાયી) આટલું ઉત્કૃષ્ટ કરે તે આટલી તપસ્યાથી સાત જીવ મેક્ષમાં ચાલ્યા જાય. આ સજ્ઞાન (જિનમતના) તપનું મહત્ત્વ છે. આદ્રકીય મુનિને અન્ય તીથીઓ સાથે વાદ
આદ્રકકુમાર આદ્રકપુરને રાજકુમાર હતા.૮ નિરુક્તિકાર અનુસાર એના પિતાએ રાજ શ્રેણિક માટે બહુ મૂલ્યવાન ભેટ મોકલી. આદ્ર કકુમારે પણ અભયકુમાર માટે ભેટ મોકલી. આદ્રકકુમારને ભવ્ય અને શીધ્ર મોક્ષગામી સમજીને અભયકુમારે એને માટે આત્મસાધનાને ઉપયોગી ઉપકરણે ભેટમાં મોકલ્યાં. એને નિહાળતાં જ આદ્રકકુમારને પૂર્વજન્મનું
સ્મરણ થઈ આવ્યું. આદ્રકકુમારનું મન કામગોમાંથી વિરક્ત થઈ ગયું. તે પોતાના દેશમાંથી નીકળીને ભારત આવ્યો. દિવ્યવાણીએ સંકેત કર્યો કે, હાલ તે પ્રવજ્યા ગ્રહણ ન કરે. પણ એ દિવ્યવાણી તરફ ધ્યાન આપ્યા વગર અહત ધર્મ માં પ્રવ્રજિત થઈ ગયો. ભેગાવલી કર્મોના ઉદયને વશ તેને દીક્ષાને ત્યાગ કરીને ફરીથી ગૃહસ્થ ધર્મમાં પ્રવેશ કરવો પડયો. આ અવધિ પૂર્ણ થતાં તેણે ફરીથી શ્રમણવેશ અંગીકાર કર્યો અને જ્યાં ભગવાન મહાવીર બીરાજમાન હતા, ત્યાં આવવા માટે ચાલી નીકળે. પૂર્વજન્મનું સ્મરણ હોવાથી ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત ધર્મને બોધ હતે. સૂત્રકતાંગનિર્યુક્તિ અનુસાર આદ્ર કમુનિએ પાંચ મતવાદીઓ સાથે વિવાદ કર્યો હતો. તેઓ આ પ્રમાણે હતા.
(૧) શૈશાલક (૨) બૌદ્ધ ભિક્ષુ (૩) વેદવાદી બ્રાહ્મણ (૪) સાંખ્યમતવાદી એકદંડી (૫) હસ્તિતાપસઆદ્રક મુનિએ નિર્ગસ્થ સિદ્ધાંત અનુસાર ઘણું જ રોચક તેમજ ચિત્તાકર્ષક સપ્રમાણ ઉત્તર આપ્યા. જેને સાંભળી બધા સ્થભિત થઈ ગયા. આદ્રિકમુનિએ એમને દીક્ષિત કર્યો. એ પણ ચિંતનીય છે કે ગોશાલક વગેરે વિરોધી પક્ષોએ શ્રમણ ભગવાન મહાવીરના જીવન અને સિદ્ધાંત પર જે આક્ષેપ કર્યો, તે પરથી એ સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરની વિદ્યમાનતામાં પણ
૧. સૂત્રકૃતાંગ, ૧,૧૨,૧ ૨. ઔપપાતિક સૂત્ર, ૩૮, પૃ. ૧૬૯ ૩. જ્ઞાતાધર્મકથા ટીકા, ૧૫, પૃ. ૧૮૪ ૪. અંગુત્તરનિકાય, ૩, પૃ. ૨૭૬ ૫. સૂત્રકૃતાંગ, ૧, ૧૨.૨ વગેરેની ટીકા. ૬. ઉત્તરાધ્યયન ટીકા, ૧૮, પૃ. ૨૩૦. ૭. સૂત્રકૃતાંગ ટીકા, ૧, ૧૨ પૃ. ૨૦૯ અ. ૮. (ક) સૂત્રકૃતાંગનિર્યુક્તિ , ટીકા સહિત, મુ. ૨ અ.૬ ૫,૧૩૬,
(ખ) ત્રિષષ્ઠિ. ૧૦,૭,૧૭૭–૧૭૮. (ગ) પર્યુષણઅષ્ટાહિકા, વ્યાખ્યાન, લેક પ. ૫.૬. (ધ) ડે. જ્યોતિ પ્રસાદ જેને આદ્રકકુમારને ઈરાનના તિહાસિક સમ્રાટ કુરુ૫ (ઈ.પૂ. ૫૫૯-૫૩૦)ને પુત્ર માન્યો છે.
ભારતીય ઈતિહાસ : એક દૃષ્ટિ, પૃ. ૬૭-૬૮ ૯. (ક) સૂત્રકૃતાંગ શીલાંક વૃત્તિ, પત્રાંક, ૩૮૫થી ૩૮૮ (ખ) સૂત્રકૃતાંશનિયુક્તિ ગા. ૧૮૭, ૧૯૦, ૧૪૮, ૧૮, ૩. ટીકાકાર આચાર્ય શીલાંકે (૨, ૬, ૪૯માં) એને એકદંડી
કહ્યો છે. . હરમન જેકાબીએ પિતાના અંગ્રેજી અનુવાદ (S. B. E, Vol, XIV P. 417)માં એને વેદાંતી કલ્યો છે. પ્રસ્તુત માન્યતાના લક્ષ્યમાં ડે. જેકેબીને અર્થ સંગત પ્રતીત થાય છે. ટીકાકારે પણ આગલી ગાથામાં એ જ અર્થને સ્વીકાર કર્યો છે.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org