________________
સત્યની શોધ
૧૩
મનુષ્યત્વની મહત્તા છે. આધ્યાત્મિક દ્રષ્ટિમાં જ ભવિષ્યકાલીન ઉજ્જવલતાનું દર્શન છે. ભારતીય દર્શનનું નિર્માણ આવા પ્રકારની પ્રેરણાથી જ થયેલું હોય છે.
શાશ્વત શાંતિને પ્રાપ્ત કરવાની પ્રેરણા કરતું દર્શન તે જ આધ્યાત્મિક દર્શન છે. જેને સામાન્યચક્ષુ દેખી ન શકે તેને આધ્યાત્મિક દર્શન ઈચ્છે છે. જેને સાધારણ ઈદ્રિય પામી ન શકે એવી વસ્તુને તે અનુભવ કરવા ચાહે છે. ભૌતિક વિચારધારાવાળી વ્યક્તિ આવી આધ્યાત્મિક્તાથી બહ જ દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે. તે પણ આધ્યાત્મિક દર્શનનું સ્તર બહુ જ ઉંચું છે. જગતના મૂળ તત્ત્વનું વાસ્તવિક જ્ઞાન આવા આધ્યાત્મિક દર્શન દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે.
ભારતીય સર્વ આધ્યાત્મિક દર્શનેને મુખ્ય ઉદેશ દુઃખને નાશ અને શાશ્વત સુખની પ્રાપ્તિને જ છે. ભૌતિક સુખને પણ આધ્યાત્મિક દર્શનેએ તે દુઃખ જ ગયું છે. સદાકાળ આત્માની સાથે સંબંધીત બની રહેનારા સુખને જ સુખ માન્યું છે. અને એવું સુખ તે આધ્યાત્મિક સુખ છે. જેને વિયેગ કદાપી થતું જ નથી. આ સુખની પ્રાપ્તિમાં સાધનસુત નીવડનાર ભૌતિક અનુકુળતાવાળી સામગ્રીની આવશ્યક્તા આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ સુધી જ સ્વીકાર્ય ગણી અંતે તે તેને પણ ત્યાજ્ય ગણી છે. પરંતુ આધ્યાત્મિક જીવનથી પતન કરાવવાવાળી ભૌતિક અનુકૂળતાવાળી સામગ્રીને તે વ્યવહારીક દુઃખ કરતાં પણ વિશેષ ખતરનાક ગણું છે..