________________
૧૧૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે તેજ વિચારવાનું છે. અને તે રીતે વિચારવાથી સમજાશે કે સાપેક્ષવાદ, એ વિવિધ દર્શનકારોની વિવિધ માન્યતા એને પણ એકાન્તવાદના વિષરૂપ વિષમતામાંથી મુક્ત કરી સમભાવી બનાવવામાં એક મહાન ગારૂડી મંત્રતુલ્ય છે. નિત્ય અનિત્ય, એકત્વ અનેકત્વ, વ્યાપ્ય અવ્યાપ્ય આદિ આત્મા અંગેના ભાવને એકાંત યા નિરપેક્ષ માન્યતાથી મુક્ત કરી, સાપેક્ષ માન્યતા પૂર્વક સ્વીકાર કરવાથી પરસ્પર વિપરીત જણાતા તે દરેક ભાવોનું અસ્તિત્વ, એકી સાથે આત્મામાં હેઈ શકવાનું બહુ જ સરળતાથી સમજી શકાય છે. અને એ રીતે તેને સ્વીકાર કરી જૈનદર્શન દરેક દર્શન કારની ભિન્ન દેખાતી માન્યતાને પણ કેવી રીતે આવકારે છે, અર્થાત્ પિતાનામાં સમાવી લે છે, તે હકિકત વિચારીશું.