________________
૧૨૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ ભૌતિકવાદને આવિષ્કારક “હીગલ” છે. અને “માર્કસે” તેને સુવ્યવસ્થિત બનાવ્યું છે. ગમે તેમ હોય પણ આજે તે વાદ, માર્કસને મનાય છે. માર્કસે પિતાને આ વાદ, આત્મા અને અણુ સુધી જ સીમિત નહિં રાખતાં, રાજનૈતિક, સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક આદિ જીવનની સર્વ મુખ્ય બાબતેને લાગુ કર્યો છે. આ શ્રદ્ધાત્મક ભૌતિકવાંદની પાછળ રૂસના લેકે તે એટલા બધા લાગુ પડ્યા છે કે ત્યાં કેટલાક ડોકટરે કહેવા લાગ્યા છે કે તેમની ચિકિત્સા, દ્વિદ્ધાત્મક પદ્ધત્તિની અનુસાર થાય છે.
અહિં તે આપણે આ શ્રદ્ધાત્મક ભૌતિકવાદની અન્ય માન્યતાઓની ઉપેક્ષા કરી માત્ર “વિરોધી સમાગમ (Unity of opposites)” અંગેજ કહેવાનું છે.
માર્કસના કથનાનુસાર બે વિધી પદાર્થોનું મિલન જ વિધી સમાગમ નથી, પરંતુ એક જ પદાર્થમાં બે વિરોધી ગુણો (સ્વભાવ)ની અન્તર્થાપકતાને વિરોધી સમાગમ કહેવાય છે. તે બને વિરોધી સ્વભાવ એક જ સમયે એક જ વસ્તુમાં અભિન્નપણે રહે છે. આ વિધી સમાગમતાને માર્કર્સવાદીએ પોતાના દર્શનની એક અપૂર્વ દેન માને છે.
એક જ વસ્તુમાં બે વિરોધી સ્વભાવે કેવી રીતે ટકી શકે ? આ તક, વિવિધ તાકિક દ્વારા ઉપસ્થીત થતાં, માર્કસ, ઘણું વ્યાવહારિક ઉદાહરણો દ્વારા પિતાને માન્ય, આ વિધી સમાગમ તત્ત્વનું સટપણે સમર્થન કરે છે.