________________
આત્માની સ્વભાવસ્થિતિ
૨૬૧
તીર્થંકર ભગવંતની ઉપદેશ વાણીને ગણધર ભગવંતાએ જેમાં સગ્રહ કર્યો છે, તે દ્વાદશાંગી શાસ્ત્રસંગ્રહરૂપ શ્રુતજ્ઞાન) તું અંજન, મુમુક્ષુના હૃદયરૂપ નેત્રમાં સદ્ગુરૂ લગાવે છે, ત્યારે મુમુક્ષુ, પોતાના આત્મામાં રહેલા અનન્તચતુષ્ક રૂપી રત્નોનું મહાનિધાન દેખી શકે છે. જેથી મેરૂપ તતુલ્ય મહિમાવાળા પરમાત્મસ્વરૂપનું સાક્ષાત્કન થવા માંડે છે.
આત્મા અરૂપી હોવાથી તે, ચક્ષુઆદિદ્વારા ઇંદ્રિયાના વિષય થઈ શકતા નથી. પર ંતુ તેના અસ્તિત્વાદિના અનુભવ હૃદયમાં અવશ્ય થઈ શકે છે. માટે હૃદયરૂપી નેત્રાથી જગપૂજ્ય—જગત્પતિ ભગવાન અથવા તેમના જેવા આત્માને દેખવા માટે આત્મદ્રવ્યને વાસ્તવિક ખ્યાલ ઉત્ત્પન્ન કરવાની અત્યન્તાવશ્યકતા છે. આત્મસ્વરૂપદર્શનની પ્રાપ્તિની સાથે જ આત્મવિકાસના સામર્થ્યનુસાર ગુરૂગમને સાથે લઈ, પર માત્માની તરફ જીવ દેડવા માંડે છે. અર્થાત્ પરમાત્વભાવમાં લીન થવા માંડે છે. અને પોતાને આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં હવે કેટલા સમય શેષ રહ્યો છે? પરમાત્મસ્વરૂપમાં સ્વય કેટલેા દૂર છે ? તેને ખ્યાલ પેદાકરવાનેમાટે આત્માની વિભાવદશાને પણ સમજીને, પુદ્દગલસંગી વિભાવદશાથી મુક્ત બનવાની ઈચ્છાવાલે જીવ અની રહે છે.
જ્યાં સુધી આત્માને એ ખ્યાલ નથી આવતા કે પેાતે સ્વયં' જ પરમાત્મા છે, ત્યાં સુધી વાસ્તવિક ધર્મપ્રાપ્તિ નહિં થવાથી ક બન્ધનની વૃદ્ધિ થયા જ કરે છે. કમની વૃદ્ધિ થવાથી આત્મા, વધુને વધુ વિભાવદશામાં મૂકાય છે. આત્માની વિભાવદશા એ જ દુઃખ છે. જેમ જેમ વિભાવ દશા વધુ, તેમ તેમ દુઃખ પણ વધુ પામે છે.